નવી દિલ્હી: આર્થિક પેકેજ પર નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) આજે ફરી એકવાર પત્રકાર પરિષદ કરશે. સાંજે 4 વાગે નાણામંત્રી આર્થિક પેકેજના ભાગ 2ની વિસ્તૃત માહિતી આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે કૃષિ, શ્રમ સુધાર, ઓટો મોબાઇલ સેક્ટર માટે આજે મોટી જાહેરત કરવામાં આવી શકે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3 મહીના તમારે ટેક હોમ સેલરી મળશે વધુ, ચોંકશો નહી આ સમાચાર 100 ટકા સાચા છે


તમને જણાવી દઇએ કે અર્થવ્યવસ્થાને મજબૂતી આપવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે 15 જાહેરાતો કરે હતી. જેમાં MSME's ને ગેરેન્ટી વિના 3 લાખ કરોડની લોન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તેનાથી 45 લાખ MSME's ને ભરપૂર ફાયદો મળવાની આશા છે. 

નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક પેકેજ 1માં કરી 20 મહત્વપૂર્ણ જાહેરાતો, જાણો કોને શું મળ્યું


કોરોનાના સંકટને જોતાં સરકારે TDS અને TCS રેટ ઘટાડીને 25% કરી દીધો છે. સરકારે પોતાના ખુદના બિઝનેવ્સ કરનાર લોકોને તાત્કાલિક રિફંડ આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ પણ 31 જુલાઇથી વધારીને 30 નવેમ્બર કરવામાં આવી છે. 

આત્મનિર્ભર ભારત અભિયાન: પગારદારો માટે TDS કપાતમાં રાહત, ITR ફાઇલ કરવાની તારીખ લંબાવાઇ


નાણામંત્રીએ બુધવારે આર્થિક પેકેજના ભાગ એકનું વિવરણ કરતાં કહ્યું હતું કે જે લોકોનો માસિક પગાર 15 હજાર રૂપિયાથી ઓછો છે તેમનો પીએફ જૂન, જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં પણ સરકાર ભરશે. આ સાથે જ કંપની માલિકના 12 ટકા ભાગ પણ સરકાર જમા કરશે. તેનો ફાયદો લાખો કર્મચારીઓને થશે. 


તો બીજી તરફ કોરોના વિરૂદ્દ લડાઇ માટે પીએમ કેયરસ ફંડમાંથી 3,100 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે તેમાંથી 2 હજાર કરોડ રૂપિયાની રકમનો ઉપયોગ વેંટિલેટરર્સ ખરીદવા માટે કરવામાં આવશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube