3 મહીના તમારે ટેક હોમ સેલરી મળશે વધુ, ચોંકશો નહી આ સમાચાર 100 ટકા સાચા છે

હવે તમને આગામી ત્રણ મહિના ટેક હોમ સેલરી (Salary) વધુ મળશે. કેન્દ્ર સરકારે તેના માટે તમામ રાજ્ય સરકારો અને કંપનીઓને નવો આદેશ જાહેર કર્યો છે. સરકારે તે નિર્ણયથી લગભગ 4.3 કરોડ લોકોને સીધો ફાયદો મળવાનો છે. 

3 મહીના તમારે ટેક હોમ સેલરી મળશે વધુ, ચોંકશો નહી આ સમાચાર 100 ટકા સાચા છે

નવી દિલ્હી: લોકડાઉન (Lockdown) વચ્ચે જ્યાં નોકરી ગુમાવવા અને સેલરી કપાતની વાત ચાલી રહી છે, તો બીજી તરફ સારા સમાચાર આવી રહ્યા છે. હવે તમને આગામી ત્રણ મહિના ટેક હોમ સેલરી (Salary) વધુ મળશે. કેન્દ્ર સરકારે તેના માટે તમામ રાજ્ય સરકારો અને કંપનીઓને નવો આદેશ જાહેર કર્યો છે. સરકારે તે નિર્ણયથી લગભગ 4.3 કરોડ લોકોને સીધો ફાયદો મળવાનો છે. 

જૂન,જૂલાઇ અને ઓગસ્ટમાં બલ્લે-બલ્લે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ જાહેરાત કરી કે કર્મચારીઓને આર્થિક રીતે સશક્ત કરવા માટે ત્રણ મહિના તેમની સેલરીમાંથી ઓછી કપાત કરવામાં આવશે. જેથી લોકડાઉનની આ ઘડીમાં લોકો વધુ પૈસા ઘરે લઇ જાય. આ બાબરની નાણામંત્રી કહ્યું કે દર મહિને કર્મચારીઓને સેલરીમાંથી થનાર 12 ટક કપાતને ઘટાની 10 ટકા કરી દેવામાં આવી છે. તેનાથી કર્મચારીઓએન વધુ ઘરે લઇ જઇ શકે. આ નિર્ણયથી દેશના લગભગ 6.5 લાખ કંપનીઓને 4.3 કરોડ કર્મચારીઓને ફાયદો મળશે.  

નાની અને મોટી કંપનીઓને પુરો ફાયદો
કેન્દ્ર સરકારે વડાપ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ નાના અને મધ્યમ કંપનીઓને પીએફનો પુરો ભાર વહન કરવાનો નિર્ણય કર્યો છે. તેનો અર્થ એ છે કે સરકાર આ કંપનીઓના ભાગ અને કર્મચારીઓને, બંનેના પીએફની ચૂકવણી પોતે કરશે. સરકારે આ જાહેરાતનો ફાયદો તે કંપનીઓને મળશે, જેમની પાસે 100થી ઓછા કર્મચારી છે અને તેમાંથી 90 કર્મચારીઓની સેલરી 15,000 રૂપિયાથી ઓછી છે. ધ્યાન રાખો કે 15થી વધુ સેલરી પ્રાપ્ત કરનારને તેનો ફાયદો મળશે નહી. 

વધી જશે ટેક હોમ સેલરી
સરકારના આ પગલાંથી કર્મચારીઓને મળનાર ટેક હોમ સેલરીમાં પણ વધારો થઇ ગયો છે. સરકાર તરફથી 2500 કરોડની મદદ પહોંચાડવામાં આવશે. PF કોન્ટ્રીબ્યૂશન આગામી ત્રણ મહિના માટે ઘટાડવામાં આવી રહ્યું છે. આ નિયોક્તા માટે કરવામાં આવ્યું છે. સરકારી અને PSU કંપનીઓને 12 ટકા જ આપવું પડશે. PSU પીએફના 12 ટકા જ હશે પરંતુ કર્મચારીઓને 10 ટકા પીએફ આપવો પડશે. 

ઉલ્લેખનીય છે કે મોદી સરકાર (Modi Government)એ અર્થવ્યવસ્થાને બૂસ્ટ આપવા માટે જે 20 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજની જાહેરાત કરી છે, તેનાથી ઉદ્યોગ જગતને તો મોટો ફાયદો મળશે જ, સાથે જ કર્મચારીઓને પણ તેની સીધે સીધી અસર જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news