આત્મનિર્ભર ભારત અભિયાન: પગારદારો માટે TDS કપાતમાં રાહત, ITR ફાઇલ કરવાની તારીખ લંબાવાઇ
કોરોના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતા 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ પેકેજથી અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર દોડવા લાગશે. આ આર્થિક પેકેજનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે ઉપયોગ થશે તે વાતની જાણકારી આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ આપી રહ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતા 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ પેકેજથી અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર દોડવા લાગશે. આ આર્થિક પેકેજનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે ઉપયોગ થશે તે વાતની જાણકારી આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ આપી રહ્યા છે.
નિર્મલા સીતારમણે બુધવારે આ પેકેજ વિશે વિસ્તાર પૂર્વક તેની જાણકારી આપી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે વડાપ્રધાને દેશની સમક્ષ વિઝન મુક્યું છે. નાણામંત્રીએ કહ્યું કે સમાજના ઘણા વર્ગો સાથે વાતચીત કરી પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે. પેકેજ દ્વારા ગ્રોથને વધારવાનો છે. ભારતને આત્મનિર્ભર બનાવવાનું છે. એટલા માટે તેને આત્મનિર્ભર ભારત અભિયાન કહેવામાં આવી રહ્યું છે.
નાણામંત્રીએ આર્થિક પેકેજ પર કહ્યું કે ''દેશમાં માસ્ક અને પીપીઇ કીટનું ઉત્પાદન ઝદપથી થઇ રહ્યું છે. આત્મનિર્ભર ભારત બનાવવા માટે આ પેકેજ લાવવામાં આવ્યું છે. પીએમનું લક્ષ્ય લોકલ બ્રાંડને ગ્લોબલ ઓળખ અપાવવાનું છે. આત્મનિર્ભર ભારતનો અર્થ એ નથી કે દુનિયાથી અલગ થઇ જાવ.
સીતારમણે કહ્યું કે ''પીએમ મોદીના આત્મનિર્ભરની વિચારધારાની દેશમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. સામાન્ય બજેટ બાદ દેશને કોરોનાનું મોટું સંકટ સહન કરવું પડ્યું. 41 કરોડ જનધન ખાતામાં મોકલ્યા. જેની પાસે કાર્ડ નથી તેમને અનાજ આપ્યું.
આત્મનિર્ભર ભારતનો અર્થ આત્મવિશ્વાસી ભારતનો છે, જે લોકલ લેવલ પર ઉત્પાદન બનાવીને ગ્લોબલ ઉત્પાદનમાં યોગદાન કરે, ના કે પોતાનામાં સીમિત રહે.
નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ''પીએમ મોદી બોલ્ડ નિર્ણય લેવા માટે જાણિતા છે. દેશમાં ગત 6 વર્ષોમાં બોલ્ડ સુધારા કર્યા છે અને આ દિશામાં પગલાં લેવામાં આવતા રહ્યા છે, લેવામાં આવશે...જ્યાં સુધી દેશ આત્મનિર્ભર ભારત ન બની જાય.''
MSME સેક્ટરને મળેલાઅ આર્થિક પેકેજની મોટી વાતો:
- MSME સેક્ટરને મૂળધન ચૂકવવું નહી પડે.
- 100 કરોડ ટર્નઓવરવાળા ઉદ્યોગોને ફાયદો.
- ગેરેન્ટી વિના MSME સેક્ટરને લોન મળશે.
- ફંડની અછત સામે ઝઝૂમી રહેલા MSME માટે 50 હજાર કરોડ રૂપિયા.
- ચાર વર્ષ માટે મળશે લોન, 12 મહિના પછી ચૂકવવી પડશે.
- 1 થી 5 કરોડ સુધી ટર્ન ઓવરવાળા સૂક્ષ્મ ઉદ્યોગ.
- 200 કરોડ સુધી કોઇ સરકારી ટેન્ડર ગ્લોબલ નહી હોય. MSME પાસેથી ખરીદશે.
15 હજારની સેલરીવાળાને 3 મહિનાની સરકાર કરશે મદદ:
15 હજારના પગારવાળાને 3 મહિનાની સરકારી મદદ મળશે. ઇપીએફના 24% સરકાર આગામી ત્રણ મહિના સુધી આપશે. સરકારના પગલાંથી 3 લાખ સંસ્થાઓના 72 લાખ કર્મચારીઓને ફાયદો થશે. ઇપીએફ અંશદન ઓછું કરવાથી કર્મચારીઓના ખાતામાં પૈસા વધુ પહોંચશે.
NBFC માટે ત્રીસ હજાર કરોડની લિક્વિડિટી યોજના
- પૈસાની કમીના કારણે NBFC ને લોન માટે સરકાર ગેરેન્ટી બનશે
- નોન-બેકિંગ નાણાકીય કંપનીઓની મદદ કરવામાં આવશે
વિજ કંપનીઓને 90 હજાર કરોડનું ફંડ
- પૈસાની કમી સામે ઝઝૂમી રહેલી કંપનીઓને ફાયદો થશે.
પગારદાર વર્ગને રાહત
- 31 માર્ચ 2021 સુધી ટીડીએસ કપાતમાં 25%ની રાહત
- ટીડીએસમાં કપાતથી લોકોની પાસે 50 હજાર કરોડ રૂપિયા આવશે.
- 2019-29 માટે આઇટીઆર ભરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી.
આર્થિક પેકેજ સાથે સંકળાયેલી જાણકારી આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ જણાવશે. નાણામંત્રીના આથિક સલાહકાર સંજીવ સાન્યાલે કહ્યું હતું કે બે-ત્રણ સ્ટેજમાં આ જાણકારી સામે આવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પેકેજથી સમાજના દરેક વર્ગને મદદ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે આ આર્થિક પેકેજ ભારતને 'આત્મ નિર્ભર' બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. પીએમ મોદીએ કહ્યું કે RBI ના નિર્ણયને જોડતાં આ પેકેજ લગભગ 20 લાખ કરોડનું છે, જોકે GDP ના 10% છે. આ આર્થિક પેકેજ વિશે નાણામંત્રી વિસ્તાર પૂર્વક જાણકારી આપશે.
અત્રે જણાવવાનું કે મંગળવારે પીએમ મોદીએ કોરોના કાળમાં આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલી દેશની ઈકોનોમીને બુસ્ટ કરવા માટે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી. પીએમ મોદીએ કહ્યું કે 20 લાખ કરોડ રૂપિયાનું આ પેકેજ ભારતની જીડીપીના લગભગ 10 ટકા છે. જેના દ્વારા દેશના વિભિન્ન વર્ગો અને આર્થિક કડીઓને જોડવામાં બળ મળશે. 20 લાખ કરોડ રૂપિયાનું આ પેકેજ 2020માં દેશની વિકાસ યાત્રાને આત્મનિર્ભર ભારત અભિયાનને એક નવી ગતિ આપશે.
https://zeenews.india.com/gujarati/tags/covid-19">કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી https://play.google.com/store/apps/details?id=com.zeenews.hindinews">Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : www.facebook.com/zee24kalak.in/">https://www.facebook.com/zee24kalak.in/">facebook | https://twitter.com/Zee24Kalak">twitter | www.youtube.com/channel/UCkNL_TQio--h85-14lUVY3A/featured">https://www.youtube.com/channel/UCkNL_TQio--h85-14lUVY3A/featured">youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે