નવી દિલ્હીઃ અદાણી ગ્રુપ (Adani Group)ના શેરમાં સતત બીજા દિવસે ધોવાણ જોવા મળ્યું છે. ગ્રુપની કંપનીઓના શેરમાં 20 ટકાનો ઘટાડો થયો છે. તેનાથી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં એક ઝટકામાં 22.6 અબજ ડોલર એટલે કે 1.84 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. હવે અદાણીની સંપત્તિ 96.6 અબજ ડોલર રહી ગઈ છે. આ સાથે તે ધનવાનોની યાદીમાં સાતમાં ક્રમે ખસી ગયા છે. આ પહેલા બુધવારે પણ ગ્રુપના શેરોમાં 10 ટકા સુધીનો ઘટાડો થયો હતો. આ રીતે બે દિવસમાં અદાણીના 28 અબજ ડોલર સ્વાહા થઈ ગયા. અમેરિકાની શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ રિસર્ચ (Hindenburg Research)ના એક નેગેટિવ રિપોર્ટને કારણે અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો થયો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણીના શેરમાં ગડબડી છે. સાથે તેમના એકાઉન્ટિંગમાં પણ અનિયમિતતાઓ છે. પરંતુ અદાણી ગ્રુપે આ આરોપો નકાર્યા અને અમેરિકી કંપની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની વાત કહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રવારે અદાણી ગ્રુપની ઘણી કંપનીઓમાં 20 ટકાનો ઘટાડો થયો છે. અદાણી ટોટલ ગેસ (Adani Total Gas),અદાણી એન્ટરપ્રાઇઝ (Adani Enterprises),અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy) અને અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission) માં 20 ટકાનો ઘટાડો થયો છે. તેમાં ઘણી કંપનીઓના શેર એક ઝટકામાં 52 સપ્તાહના નીચલા સ્તરે પહોંચી ગયા છે. અદાણી પોર્ટ્સમાં 17.13 ટકા, અંબુજા સીમેન્ટમાં 17.50 ટકા, એસીસી લિમિટેડમાં 13.04 ટકા, અદાણી પાવર, અદાણી વિલ્મર અને એનડીટીવીના શેરમાં પણ પાંચ ટકાનો ઘટાડો થયો છે. 


આ પણ વાંચોઃ 18 મહિનાના DA એરિયર્સ પર સરકારનો મોટો નિર્ણય, લાખો કર્મચારીઓ માટે ખુશખબર


20 ટકા નેટવર્થ ગુમાવી
ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનેર અનુસાર, શેરના ઘટાડાને કારણે અદાણીની નેટવર્થના 18.98 ટકા એક જ ઝાટકે ગુમાવી છે. તેમની કુલ સંપત્તિ હવે $96.6 બિલિયન છે. આ પહેલા બુધવારે પણ તેની નેટવર્થમાં લગભગ છ અબજ ડોલર એટલે કે લગભગ 50 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો. ગયા વર્ષે, અદાણીની નેટવર્થ એક સમયે $150 બિલિયન સુધી પહોંચી ગઈ હતી અને તે વિશ્વના અમીરોની યાદીમાં બીજા નંબરે પહોંચી ગયા હતા. પરંતુ તાજેતરમાં તેની નેટવર્થમાં ઘણો ઘટાડો થયો છે અને તે અમીરોની યાદીમાં નીચે સરકી ગયા છે. ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેરની યાદીમાં અદાણી સાતમા નંબરે સરકી ગયા છે.


આ પણ વાંચોઃ સરકારના આ પોર્ટલ કરો મોટો વેપાર અને તગડી કરો કમાણી, આ છે રજિસ્ટ્રેશનની પ્રોસેસ


Hindenburg Research ના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રુપમાં બધુ બરાબર નથી. આ જૂથ દાયકાઓથી સ્ટોક હેરાફેરી અને એકાઉન્ટ ફ્રોડમાં સામેલ છે. પરંતુ અદાણી ગ્રુપે આ રિપોર્ટને જુઠ્ઠા ગણાવતા કહ્યું કે, આ એફપીઓ પહેલા તેને બદનામ કરવાનું ષડયંત્ર છે. અદાણી ગ્રુપનો 20000 કરોડ રૂપિયાનો એફપીઓ શુક્રવારે સબ્સક્રિપ્શન માટે ખુલ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube