સરકારના આ પોર્ટલ કરો મોટો વેપાર અને તગડી કરો કમાણી, આ છે રજિસ્ટ્રેશનની પ્રોસેસ

સ્વ સહાય જૂથો નાના વેપારીઓ સહીત અન્ય લોકો પણ સરકારી વિભાગોની જરૂરીયાતો અનુસાર માલની સપ્લાય કરી શકે છે. જો તમે સરકાર દ્વારા નક્કી કરેલી માર્ગદર્શિકા અનુસાર માલ બનાવી રહ્યા છો તો તમે તેનું વેચાણ ઝેમ પોર્ટલ પર કરી શકો છો.

સરકારના આ પોર્ટલ કરો મોટો વેપાર અને તગડી કરો કમાણી, આ છે રજિસ્ટ્રેશનની પ્રોસેસ

આજ કાલ લોકો મોટા પ્રમાણમાં બિઝનેસ કરે છે. બિઝનેશને વધારવા માટે અલગ અળગ રીતો પણ અપનાવે છે. પણ શું તમે પણ નાનો મોટો બિઝનેશ ધરાવો છો અને તમારી પ્રોટક્ટ સરકારમાં વેચવા માંગો છો. ઝેમ એટલે કે ગવરમેન્ટ ઇ-માર્કેટપ્લેસ જેને 2016માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ એક એવું ઓનલાઇન માર્કેટ છે જ્યાથી કોઇપણ વ્યક્તિ ઘરે બેસીનો જોડાઇ શકે છે અને સરકાર સાથે વેપાર કરી શકે છે. 

સ્વ સહાય જૂથો નાના વેપારીઓ સહીત અન્ય લોકો પણ સરકારી વિભાગોની જરૂરીયાતો અનુસાર માલની સપ્લાય કરી શકે છે. જો તમે સરકાર દ્વારા નક્કી કરેલી માર્ગદર્શિકા અનુસાર માલ બનાવી રહ્યા છો તો તમે તેનું વેચાણ ઝેમ પોર્ટલ પર કરી શકો છો. જો તમારી પ્રોડક્ટ પ્રમાણિત છે તો તમે અરજી કરી શકો છો. જ્યાં વેચાણકર્તા તેમનું ખાતુ મફતમાં બનાવી શકે છે સાથે કેટલોગ પણ બનાવી શકે છે.

સરકારી ટેન્ડર લેવા માટે ઓફિસમાં જવાની જરૂર નથી. વારંવાર ચક્કર મારવાની જરૂર નથી. તમે માત્ર પોર્ટલ દ્વારા ટેન્ડર ઓનલાઇન મેળવી શકશો.  કોઇપણ સરકારી વિભાગ હોય કે મંત્રાલય, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર જો તેમને કોઇ પણ ઉત્પાદન અથવા સેવાની જરુર હોય.. તો તેઓ ઝેમ પોર્ટલ પરથી ખરીદી કરે છે. જો તે ઇચ્છે તો ઓર્ડર પણ કરી શકે છે અને જો તે ઇચ્છે તો બોલી દ્વારા ટેન્ડર પણ ખરીદી શકે છે. પણ આ બઘા માટે પહેલા તમારે જેમ સાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરવુ પડશે. 

GeM પર રજીસ્ટર માટે mkp.gem.gov.in પર જઈ યુઝર આઈડી અને પાસવર્ડ બનાવો. યુઝર આઈડી બનાવવા માટે આધાર/પાન, મોબાઈલ નંબર અને ઇમેઇલ આઈડીની આવશ્યકતા હશે.  યુઝર આઈડી બનાવ્યા પછી GeM પર લોગીન કરો. અહીં પોતાની પ્રોફાઈલ પર કાર્યાલયનું સરનામું, બેન્ક ખાતા, અનુભવ જેવી માહિતી આપો. પોતાના ડેશબોર્ડ માટે કેટલોગ વિકલ્પમાં ઉત્પાદન અથવા સેવા પસંદ કરો, જે ઉત્પાદન અને સેવાઓને તમે વેચવા ઈચ્છો છો.

GeM પર તમે પોતે રજીસ્ટ્રેશન કરી શકો છો જે પુરી રીતે ફ્રી છે.
રજિસ્ટ્રેશન કરવા માટે તમે શરતની જાણકારી અધિકારીક વેબસાઈટ પર જઈ મેળવી શકો છો.  રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો..  GeM પર રજીસ્ટ્રેશન માટે આવેદકોનું પાનકાર્ડ, ઉદ્યોગ આધાર અથવા MCA 21 પંજીકરણ, વેટ/ટીન નંબર, બેન્ક ખાતા અને કેવાયસી દસ્તાવેજ જેવા ઓળખ પત્ર, આવાસ પ્રમાણ અને કેન્સલ ચેક હોવા જોઈએ. સરકારે સાર્વજનિક ક્ષેત્રેની ખરીદી માટે ઓનલાઇ પોર્ટલ જેમ બનાવ્યુ છે. જેમાથી સરકાર કરોડો રૂપીયાની ખરીદી કરી રહી છે. રક્ષા રેલ અને કેન્દ્રી સાર્વજનીક ક્ષેત્રના ઉપક્રમોએ જેમના માધ્યમથી કરોડોની ખરીદી છે.  સોથી મહત્વની વાત એ છે કે આ પોર્ટલના માધ્યમથી વહિવટમાં ટ્રાન્સરન્સી આવશે કાર્યક્ષમતા વધશે. સુરક્ષિત અને સલામતી સાથે વેપાર તેમજ લોકલ વેપારીઓનો પોટેન્શીયલ પણ વધશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news