નવી દિલ્હી: આજે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે 49,143 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર બંધ થયો હતો. સોનું આજે 240 રૂપિયાના ઘટાડા (Gold Price Fall) સાથે 48,903 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર ખુલ્યું. અહીંથી સોનું વધુ નીચે જતું ગયું અને 300 રૂપિયાથી વધુનો ઘટાડો થયો. શરૂઆતી કારોબારમાં જ સોનાએ  48,807 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ન્યૂનતમ સ્તરને અડકી લીધો હતો અને અને 48,946 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઉચ્ચત્તમ સ્કોર ટચ થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રીય રાષ્ટ્રધાનીમાં સોમવારે સતત બીજા દિવસે સોનાની કિંમતમાં નરમાઇ રહી અને આ 141 રૂપિયા સરકીને 48,509 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું. એચડીફસી સિક્યોરિટીઝએ તેની જાણકારી આપી. શુક્રવારે સોનું 48,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. જોકે ચાંદી આ દરમિયાન 43 રૂપિયાના સામાન્ય વધારા સાથે 66,019 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઇ. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઘટાડા સાથે 1,853.26 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર જતું રહ્યું હતું. ચાંદી 25.55 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર હતી. એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (જિંસ) તપન પટેલએ કહ્યું કે સર્રાફા બજારા સ્થિરતાની શોધમાં છે. 

Farmers Protest: દિલ્હીની ચિલ્લા બોર્ડર થઇ ખાલી, ટેન્ટ ઉઠાવતાં જોવા મળ્યા ખેડૂતો


2021માં 63 હજાર સુધી પહોંચી શકે છે સોનું
વર્ષ 2020માં સોનામાં ભારે બઢત જોવા મળી, 2019માં પણ સોનું ખૂબ ચમક્યું હતું અને હવે માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે (Gold Price in new year) 2021 માં પણ સોનાની ચમક વધશે. અત્યારે સોનું 50 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેંડ કરી રહ્યું છે, પરંતુ આ વર્ષે સોનામાં શાનદાર તેજી આવવાની સંભાવના છે. માનવામાં આવી રહ્યું છે કે સોના માટે 2021 સારું રહેશે અને સોનું તમામ રેકોર્ડ તોડતાં 63,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરની નજીક પહોંચી શકે છે. 

Mexico: પત્ની પોતાના જ ફોટાને ઓળખી ન શકી, શંકા જતાં પતિને રહેંસી નાખ્યો


એટલે કે તમે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આનાથી સારી તક નહી મળે. HDFC સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલનું કહેવું છે કે સોનામાં 2021 સુધી શાનદાર તેજી રહેશે. ગ્લોબલ ઇકોનોમિક રિકવરીની ચિંતાઓને જોતાં 2021માં સોના માટે કોમેક્સ પર ટાર્ગેટ 2150 ડોલર અને 2390 ડોલર પ્રતિ ઔંસ છે. તો બીજી તરફ ભારતમાં MCX પર સોનાનો ટાર્ગેટ 57 હજાર રૂપિયા અને 63 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube