Mexico: પત્ની પોતાના જ ફોટાને ઓળખી ન શકી, શંકા જતાં પતિને રહેંસી નાખ્યો

જૂના ફોટામાં લિયોનોરા ખૂબ સ્લીમ અને યુવાન પણ હતી. સમય જતાં તેના રંગરૂપમાં ફેરફાર આવી ગયો તે પોતાને ઓળખી ન શકી.

Mexico: પત્ની પોતાના જ ફોટાને ઓળખી ન શકી, શંકા જતાં પતિને રહેંસી નાખ્યો

મેક્સિકો: લૈટિન અમેરિકી દેશ મેક્સિકો (Mexico) માં એક આશ્વર્યજનક કેસ સામે આવ્યો છે. અહીંયા એક મહિલાએ ભૂલથી પોતાના પતિને ચાકૂ વડે રહેંશી નાખ્યો. જોકે આરોપી મહિલાએ પોતાના પતિના મોબાઇલમાં એક મહિલા સાથે અંતરંગ ફોટા જોઇ લીધા હતા. જ્યારે સચ્ચાઇ ખબર પડી તો તેના હોશ ઉડી ગયા અને હવે તે મહિલા જેલમાં છે. 

સ્થાનિક મીડિયાના હવાલેથી સમાચાર
Mexico ના સ્થાનિક સમાચાર પત્ર 'લા પ્રેન્સા'ના સમાચાર અનુસાર આરોપી પત્નીએ પતિ પર ચાકૂ વડે એટલા માટે હુમલો કર્યો કારણ કે તેના પતિ સાથે એક નાની ઉંમરની મહિલા સાથે પ્રાઇવેટ ફોટા જોયા હતા. તો બીજી તરફ પછી તેને ખબર પડી કે ફોનમાં પતિ સાથે દેખાઇ તે મહિલા બીજી કોઇ નહી પરંતુ તે પોતે છે! ચોંકાવનારો આ ઘટનાક્રમ સોનોરા સિટીમાં સામે આવ્યો છે.  

પીડિતા પતિએ સંભળાવી દાસ્તાન
રિપોર્ટ અનુસાર લિયોનોરા (Leonora) નામની મહિલાએ પોતાના પતિ જુઆન (Juan) પર ઇર્ષાના કારણે હુમલો થયો હતો. તેના પતિને સ્પષ્ટતા આપવા કે સંભળવાનો મોકો આપ્યો ન હતો. પડોશીએ પોતાના પરિચિતની બુમો સાંભળી તો તાત્કાલિક પોલીસને ફોન કરીને જાણકારી આપી. પીડિત પતિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. પોલીસને આપેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે પીડિત જુઆને પોતાને જેમતેમ કરીને બચાવ્યો. તેમણે કહ્યું કે તે ઘટના દરમિયાન ગંભીર રીતે ઘાયલ થઇ શકતો હતો.  

રાજ ખુલ્યો તો ઉડી ગયા પત્નીના હોશ
જુઆને એ પણ કહ્યું કે તેમણે પત્નીના ગુસ્સાને શાંત કરવાની સાથે પૂછ્યું કે આખતે તે તેને કેમ મારી રહી છે. ત્યારે જઇને પત્ની લિયોનોરાએ પતિને ફોનના કેટલાક ફોટા બતાવ્યા. ત્યારે જઇને પતિએ રાજ ખોલતા જણાવ્યું કે ફોટામાં તેની સાથે દેખાઇ રહેલી મહિલા પોતે લિયોનોરા જ છે. ત્યારબાદ લિયોનોરાએ વિચાર્યું તો જૂની યાદો ફ્લેશ બેકમાં તાજી થઇ. એટલે કે સચ્ચાઇની ખબર પડી તો તેના હોશ ઉડી ગયા ત્યારે જઇને પતિ પાસે માફી માંગી. ફોટો તે સમયનો હતો જ્યારે તેમના લગ્ન થયા ન હતા. તે દરમિયાન આ કપલે એકબીજાને ડેટ કરી રહ્યા હતા.  

જૂના ફોટામાં લિયોનોરા ખૂબ સ્લીમ અને યુવાન પણ હતી. સમય જતાં તેના રંગરૂપમાં ફેરફાર આવી ગયો તે પોતાને ઓળખી ન શકી. ત્યારે પાડવામાં આવેલી કેટલીક અંતરંગ તસ્વીરો જુઆનના મેલમાં સેવ હતી જે તેણે પછી પોતાના ફોનમાં સેવ કરી લીધી હતી. એટલે કે તે જૂની તસવીરોના લીધે બિચારા પતિનો જીવ જતા જતાં બચ્યો. 

જેલમાં છે આરોપી પત્ની
પોલીસે કેસ દાખલ કરીને આરોપી પત્નીને કસ્ટડીમાં લઇ લીધી છે. કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. જ્યાં આરોપી પત્ની કેસની આગામી સુનાવણીની રાહ જોઇ રહી છે. લિયોનોરા પર ઘરેલૂ હિંસાનો કેસ દાખલ થયો છે. જેમાં દોષી મળી આવતાં મેક્સિકોના કાનૂન અનુસાર તેને જેલમાં લાંબો સમય વિતાવવો પડી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news