નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona virus) રસીને લઈને આવી રહેલા સારા સમાચારો વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ગ્લોબલ માર્કેટમાં સોનાના ભાવ (Gold Rate) 7 વર્ષના તળીયે પહોંચી ગયા છે. જો કે હાલ તેમાં રિકવરી પણ જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાએ વધાર્યું હેલ્થ ઈન્સ્યોરન્સનું મહત્વ, નાણાંકીય આયોજનનો આવશ્યક હિસ્સો છે હેલ્થ ઈન્સ્યોરન્સ


ઘરેલુ બજારમાં સસ્તું થયું સોનું
દુનિયાભરના વાયદા બજારમાં સોનાના ભાવમાં મચેલી ઉથલપાથલની અસર ભારતના ઘરેલુ માર્કેટમાં પણ જોવા મળી. મંગળવારે શરાફા બજારમાં સોનાનો ભાવ 662 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ થઈને 50,338 પર પહોંચી ગયો. જ્યારે દિલ્હીના શરાફા બજારમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 1431 રૂપિયા ઘટીને 62,217 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયું છે. સોમવારે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 63,648 રૂપિયા પર બંધ થયો હતો. HDFC સિક્યુરિટીઝના સીનિયર એનાલિસ્ટ તપન પટેલનું કહેવું છે કે ભારતમાં સોનાના ભાવમાં કરેક્શનથી ધનતેરસ પહેલા તેની ખરીદી વધી શકે છે. 


સોનું હજુ સસ્તુ થશે
એક્સપર્ટ્સનું કહેવું છે કે એક દિવસમાં ટકાવારીના હિસાબે સોનામાં 2013 બાદ સૌથી મોટો  ઘટાડો થયો છે. ભારતીય બજારોમાં હાલ સોનાના ભાવ વધુ ઝડપથી ઘટી શકે છે. હાલના સ્તરથી કિંમતો 5-7 ટકા સુધી ઘટે તેવી શક્યતા છે. કારણ કે ભારતીય રૂપિયો પણ સતત મજબૂત થઈ રહ્યો છે. 


Home Loan લેવા માટે આ છે યોગ્ય સમય, HDFC સહિત કેટલીક બેંકોએ ઘટાડ્યો વ્યાજ દર


કેમ સસ્તુ થયું સોનું?
સોનું સસ્તું થવાનું સૌથી મોટું કારણ અમેરિકાની દવા બનાવનારી કંપની ફાઈઝરની કોરોના રસીને લઈને કરાયેલી જાહેરાત છે. ફાઈઝરે જાહેરાત કરી ચે કે તેની દવા કોરોના વાયરસની સારવારમાં 90 ટકા અસરકારક છે. ફાઈઝરનું કહેવું છે કે તે પોતાની રસીની જલદી USFDA પાસેથી મંજૂરી લેશે. ફાઈઝરને આશા છે કે રસી પર આ વર્ષે કામ પૂરું થઈ જશે. 


ફ્રીમાં કઢાવી શકો છો નવું PAN CARD, આ છે 10 મિનિટની સરળ રીત


વાયદા બજારમાં સોના ચાંદીના ભાવ
જો કે શરાફા બજારમાં સોનું ચાંદી ભલે સસ્તુ હોય પરંતુ વાયદા બજારમાં મંગળવારે બંને કિંમતી ધાતુમાં તેજી જોવા મળી છે. MCX પર સોનાનો ડિસેમ્બર વાયદો 725 રૂપિયા મોંઘો થઈને 50473 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. જ્યારે ચાંદીનો ડિસેમ્બર વાયદો 2145 રૂપિયા વધીને 62999 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયો. એટલે કે સોમવારે વાયદા બજારમાં ભારે ઘટાડાને સોના ચાંદીએ મોટાભાગે કવર કરી લીધી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube