ફ્રીમાં કઢાવી શકો છો નવું PAN CARD, આ છે 10 મિનિટની સરળ રીત

પાન કાર્ડ (PAN Card) આપણા જીવનનો એક મહત્વનો દસ્તાવેજ છે. બેંક એકાઉન્ટ (Bank Account) ખોલાવવાથી લઇને ઇનકમ ટેક્સ (Income Tax) ભરવા અને લોન લેવા સુધી પણ PAN Card ફરજિયાત છે

ફ્રીમાં કઢાવી શકો છો નવું PAN CARD, આ છે 10 મિનિટની સરળ રીત

નવી દિલ્હી: પાન કાર્ડ (PAN Card) આપણા જીવનનો એક મહત્વનો દસ્તાવેજ છે. બેંક એકાઉન્ટ (Bank Account) ખોલાવવાથી લઇને ઇનકમ ટેક્સ (Income Tax) ભરવા અને લોન લેવા સુધી પણ PAN Card ફરજિયાત છે. તેના વગર ઘણા નાણાકીય વહેવારો તમારા અટકી શકે છે. આધાર કાર્જની મદદથી બે મિનિટમાં ઈ-પેન મળી જશે. અમે તમને પાન કાર્ડ બનાવતા પહેલા કેટલીક જરૂરી વાતો જાણાવી રહ્યાં છે, જેની મદદ તમને ઘણી સરળતા થશે.

શું હોય છે પાન કાર્ડ
પાન કાર્ડમાં 10 ડિજિટનો એક નંબર હોય છે. જેને ઇનકમ ટેક્સ વિભાગ (Department of Income Tax) જાહેર કરે છે. આજે સૌથી પહેલા જાણો છો કે, કયા કામ માટે પાન કાર્ડની જરૂર છે અને ત્યારબાદ આ પણ જાણો કે આખરે ઘરે બેઠા કેવી રીતે પાન કાર્ડ પ્રાપ્ત કરી શકો છો.

આ માટે જરૂરી છે પાન કાર્ડ
Income Tax જમા કરાવવા, Income Tax Returns (ITR) ફાઇલ કરવા, બેંક ખાતુ ખોલાવવા, ડીમેટ એકાઉન્ટ ખોલાવા અને ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ માટે એપ્લિકેશન કરતા સમયે પાન કાર્ડની જરૂર પડે છે.

આ રિતે મળશે ઇન્સ્ટન્ટ ઈ-પાન કાર્ડ
Income Tax Department અનુસાર ઇન્સ્ટન્ટ પાન સુવિધા અંતર્ગત આધાર કાર્ડ દ્વારા એક ઇ પાન કાર્ડ જાહેર કરવામાં લગભગ 10 મિનિટનો સમય લાગે છે. આ સુવિધા અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ 7 લાખ પાન કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા છે.

ફ્રીમાં બનાવી શકો છો પાન કાર્ડ
NSDL અને UTITSL દ્વારા પણ પાનકાર્ડ ઇશ્યુ કરાવી શકાય છે. પરંતુ આ સુવિધા માટે આ બંને સંસ્થાઓ થોડા ચાર્જ વસુલે છે. ત્યારે જો તમે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના પોર્ટલ દ્વારા પાન કાર્ડ એપ્લાય કરો છો તો તમારે કોઈ ચાર્જ આપવો પડશે નહીં.

પીડીએફ ફોર્મેટમાં મળશે PAN CARD
પાન કાર્ડ માટે એપ્લાય કરનાર વ્યક્તિને પાન કાર્ડ પીડીએફ ફોર્મેટમાં મળશે. જેમાં એક OR Code હશે. જેમાં તમારી મહત્વની જાણકારી જેમ કે, તમારું નામ, જન્મ તિથિ, ફોટો વગેરે હશે. તમારે તમારુ e-PAN ડાઉનલોડ કરવું પડશે. એપ્લિકેશન પ્રક્રિયા પૂરી થવા પર તમને 15 અંકોને એક્નોલેજમેન્ટ નંબર (Acknowledgment number) આવશે. તમારા મેલ આઇડી પર તમને પાન કાર્ડની એક સોફ્ટ કોપી મોકલવામાં આવશે.

આ છે PAN Card મફતમાં મેળવવાની રીત

  1. સૌથી પહેલાં https://www.incometaxindiaefiling.gov.in/home પર જવુ પડશે.
  2. અહીં તમને તમારી ડાબી બાજુ Instant PAN through Aadhaarનું ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરો.
  3. ત્યારબાદ એક નવું પેજ ખુલશે જ્યાં તમને Get New Panનું ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરો.
  4. હવે નવા પેજ પર તમારે તમારા આધાર કાર્ડનો નંબર (Aadhaar Card Number) ભરવા કહેવામાં આવશે. ત્યાં તમારો આધાર નંબર ભરો અને 'I Confirm'  પર ક્લિક કરો.
  5. તમારા રજિસ્ટર્ડ મોબાઇલ પોન પર OTP આવશે. તેને સાઇટમાં આપેલા ઓપશનમાં ભરો અને વેરિફાય કરો.
  6. વેરિફિકેશન થયા બાદ તાત્કાલીક તમને e-PAN જારી કરવામાં આશે.
  7. તેમાં આવેદનકર્તાને PDF ફોર્મેટમાં પાન કાર્ડની એક કોપી મળે છે, જેના પર QR Code હોય છે. આ ક્યૂઆર કોડમાં આવેદકને ડેમોગ્રાફિક ડિજિટલ તેમજ ફોટો હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news