Home Loan લેવા માટે આ છે યોગ્ય સમય, HDFC સહિત કેટલીક બેંકોએ ઘટાડ્યો વ્યાજ દર
દિવાળી નજીક આવતા જ બેંકોએ હોમ લોન (Home Loan) સસ્તી કરવાની શરૂ કરી છે. ઘણી બેંક્સ પહેલાથી જ તેમના વ્યાજ દર ઘટાડી ચુકી છે. હવે ઘણી બેંક્સે નવેમ્બરની શરૂઆત થતા જ હોમ લોનના દરમાં ઘટાડો કર્યો છે
Trending Photos
નવી દિલ્હી: દિવાળી નજીક આવતા જ બેંકોએ હોમ લોન (Home Loan) સસ્તી કરવાની શરૂ કરી છે. ઘણી બેંક્સ પહેલાથી જ તેમના વ્યાજ દર ઘટાડી ચુકી છે. હવે ઘણી બેંક્સે નવેમ્બરની શરૂઆત થતા જ હોમ લોનના દરમાં ઘટાડો કર્યો છે. જો તમે પણ ઘર લેવાનું વિચારી રહ્યાં છો તો તમારી પાસે હવે શારી તક છે. ઘણી બેંકોએ હોમ લોન 7 ટકાથી ઓછી કરી છે.
HDFCએ સસ્તી કરી હોમ લોન
હવે ખાનગી બેંક HDFCએ રીટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ્સ (RLLR)માં 10 બેઝ પોઇન્ટ એટલે કે, 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. હોમ લોન પર ઘટાડેલા દર આજથી (10 નવેમ્બરથી) લાગુ કરવામાં આવ્યા છે. ઘટાડેલા દરનો ફાયદો નવા ગ્રહકો સાથે સાથે વર્તમાન HDFC હોમ લોન ગ્રાહકોને પણ મળશે. HDFCની વેબસાઈટ અનુસાર હોમ લોનનો વ્યાજ દર 6.90થી શરૂ થઈ રહ્યો છે.
Bank of Maharashtraની સસ્તી લોન
સરકારી ક્ષેત્રની બેંક ઓફ મહારાષ્ટ્ર (Bank of Maharashtra)એ પણ તેમના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બેંક લોન મેળવવી હવે સસ્તી થઈ ગઇ. બેંક ઓફ મહારાષ્ટ્રએ રેપો દરથી જોડાયેલી લોનનો વ્યાજ દર (RLLR) 0.15 ટકા ઘટાડ્યો છે. હવે આ 6.90 ટકા થઈ ગયો છે. બેંકે કહ્યું કે, તેના રીટેલ અને MSME લોન રેપો દરથી જોડાયેલી લોનના વ્યાજ દર સાથે જોડાયેલ છે. નવા દર 7 નવેમ્બરથી લાગુ કરવામાં આવ્યા છે.
બેંકના એક્ઝિક્યૂટિવ ડાયરેકક્ટર હેમંત ટમટાએ કહ્યું કે, વ્યાજ દરમાં ઘટાડાથી અમારી હોમ લોન, કાર લોન, ગોલ્ડ લોન, એજ્યુકેશન લોન અને પર્સનલ લોનની સાથે સાથે MSME લોનને વધુ આકર્ષક અને સસ્તી થઇ જશે. આ પહેલા ફેસ્ટિવલ સીઝનના કારણે બેંકે હોમ, ઓટો અને ગોલ્ડ લોન પર પ્રોસેસિંગ ચાર્જમાં રાહત આપી હતી.
Bank od Barodaએ ઘટાડ્યા દર
આ પહેલા સરકારી બેંક Bank od Barodaએ પણ તેમના રેપો રેટ લિન્ક્ડ રેટ્સ (RLLR)માં 0.15 ટકાનો ઘટાડો કર્યો હતો. ત્યારબાદ હોમ લોનનો દર ઘટાડ્યા બાદ 6.85 ટકા પર આવ્યો છે. ઘટાડેલો દર 1 નવેમ્બરથી લાગુ કરવામાં આવ્યો છે.
Canara bankએ ઘટાડ્યા વ્યાદ દર
સરકારી ક્ષેત્રની કેનરા બેંક (Canara bank)એ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ્સ (MCLR)માં 0.5 થી 0.15 ટકાનો ઘટાડો કર્યો હતો. બદલાયેલા દર 7 નવેમ્બરથી લાગુ કરવામાં આવ્યા છે. બેંક તરફથી 1 વર્ષની લોન પર MCLRમાં 0.5 ટકા ઘટાડો કર્યો છે. હવે નવા દર 7.40 ટકાથી ઘટાડી 7.35 ટકા પર આવી ગયો છે.
Union Bank of Indiaએ કરી હોમ લોન સસ્તી
વધુ એક સરકારી બેંક યૂનિયન બેંક ઓફ ઇન્ડિયા (Union Bank of India)એ હોમ લોન (Home Loan)ની જુદી જુદી કેટેગરી માટે વ્યાજ દર ઘટાડ્યા છે. બેંકે 30 લાખ રૂપિયાથી વધારેની હોમ લોન પર વ્યાજ દરમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. મહિલાઓ જો બેંક પાસેથી લોન લે છે તો તેમને 5 બેઝ પોઇન્ટથી વધારે છૂટ મળી શકે છે. યૂનિયન બેંકની હોમ લોન 7 ટકાથી શરૂ થાય છે. 31 ડિસેમ્બર સુધી બેંક પ્રોસેસિંગ ફી પણ લેશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે