Railway News: દિવાળી પહેલા સરકારે નિવૃત્ત રેલ્વે કર્મચારીઓને સૌથી ભેટ આપી છે. સ્ટાફની અછતને દૂર કરવા માટે ભારતીય રેલ્વે 65 વર્ષથી ઓછી વયના નિવૃત્ત કર્મચારીઓને ફરીથી નોકરી પર રાખશે. આ યોજના હેઠળ 65 વર્ષથી ઓછી વયના નિવૃત્ત કર્મચારીઓ સુપરવાઈઝર અને ટ્રેક મેન જેવી પોસ્ટ માટે અરજી કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તારીખે ગુજરાતમાં આંધી, વંટોળ સાથે વાવાઝોડું છોતરા કાઢશે! અંબાલાલે કરી ભયાનક આગાહી


બિઝનેસ ટુડેના એક રિપોર્ટ અનુસાર, આ નોકરી એક્સટેન્શનના ઓપ્શનની સાથે બે વર્ષ માટે રહેશે. તમામ રેલ્વે ઝોનના જનરલ મેનેજર નિવૃત્ત લોકોને તેમની મેડિકલ ફિટનેસ અને છેલ્લા પાંચ વર્ષમાં કામના રેટિંગના આધારે ભરતી કરી શકે છે. રિપોર્ટ અનુસાર, કર્મચારીઓની અછતને પહોંચી વળવા માટે રેલવે બોર્ડે 25,000 જગ્યાઓ માટે ભરતી અભિયાન શરૂ કર્યું છે. તેના સિવાય તેમણે નિવૃત્ત રેલ્વે કર્મચારીઓને ફરીથી નિમણૂંક કરીને અસ્થાયી ધોરણે ખાલી જગ્યાઓ ભરવાની યોજના રજૂ કરી છે.


ભાજપ સદસ્યતા અભિયાનમાં ગુજરાતના ટોપ 10 સાંસદોનું લીસ્ટ જાહેર, જાણો કોણ છે યાદીમાં કય


રિટાયરમેન્ટના 5 વર્ષ પહેલા સારું રેટિંગ જરૂરી
આ માટે અરજી કરવા માટે અરજદારો પાસે નિવૃત્તિ પહેલા છેલ્લા પાંચ વર્ષનો ગોપનીય રિપોર્ટમાં સારું રેટિંગ હોવું આવશ્યક છે. તેના સિવાય તેમની વિરુદ્ધ કોઈ પણ સતર્કતા કે શિસ્ત સંબંધી કેસ પેન્ડિંગ ન હોવો જોઈએ.


આ સિવાય ભરતી થયેલા લોકોને તેમના છેલ્લા પગારમાંથી તેમની બેસિકલ પેન્શનની રાશિ ઘટાડીને ચૂકવવામાં આવશે. આ સિવાય તેમને મુસાફરી ભથ્થું પણ આપવામાં આવશે. જો કે, તેમને વધારાના લાભો કે પગારવધારો નહીં મળે.


આ નોકરીમાં મળે છે 1 કરોડથી વધારે સેલેરી!, તમારી પાસે હજુ પણ છે તક...


માત્ર ઉત્તર પશ્ચિમ રેલવેમાં 10 હજારથી વધુ પદ ખાલી
રિપોર્ટ અનુસાર, રેલવે બોર્ડે આ નિર્ણય વધતા ટ્રેન અકસ્માતો અને કર્મચારીઓની અછતને ધ્યાનમાં રાખીને લીધો છે. એકલા ઉત્તર-પશ્ચિમ રેલવેમાં 10 હજારથી વધુ પદ ખાલી છે જેના કારણે ટ્રેન ઓપરેટ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બોર્ડે કહ્યું છે કે સુપરવાઇઝરી અને અન્ય મહત્વપૂર્ણ પોસ્ટ્સ પર લોકોની તાત્કાલિક જરૂરિયાતને પહોંચી વળવા માટે નિવૃત્ત કર્મચારીઓને ફરીથી નોકરી પર રાખવા જરૂરી છે.