નવી દિલ્હી: HDFC Bank એ પોતાના ગ્રાહકોને નોટિફિકેશન દ્વારા જાણકારી આપી છે કે ટેક્નિકલ સમસ્યાના કારણે બેન્કની સર્વિસ 3 અને 4 ફેબ્રુઆરી સુધી પ્રભાવિત રહેશે. આ દરમિયાન બેન્કે ગ્રાહકોને ટ્રાન્ઝેક્શન ન કરવાની સલાહ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે ક્યારે ન કરો ટ્રાન્ઝેક્શન
HDFC Bank તરફથી જણાવવાનું આવ્યું છે કે Maintenance ના કારણે ડેબિટ કાર્ડ સર્વિસ 4 ફેબ્રુઆરીના રોજ 12:30 AM થી 5:00 AM સુધી બંધ રહેશે. બેન્કે એ પણ જાણકારી આપી છે કે આ દરમિયાન ગ્રાહક નેટબેન્કિંગ કે મોબાઈલ એપનો પણ ઉપયોગ કરી શકશે નહીં. અત્રે જણાવવાનું કે ગત રાતે પણ HDFC બેન્કની સર્વિસ પ્રભાવિત રહી હતી. રાતે 2થી 3 વાગ્યા દરમિયાન ગ્રાહકો ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરી શકતા નહતા. જો કે તેની જાણકારી બેન્કે પહેલા જ  આપી દીધી હતી. 


RBI કરાવી રહી છે ઓડિટ
અત્રે જણાવવાનું કે RBI એ HDFC બેન્કના સમગ્ર આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઓડિટની જવાબદારી એક બહારની પ્રોફેશનલ આઈટી ફર્મને સોંપી છે. RBI બેન્કિંગ વિનયમન અધિનિયમ 1949ની કલમ 30(1) હેઠળ બેન્કના સમગ્ર IT Networkનું ઓડિટ કરાવી રહી છે. 


Amazon ના CEO પદેથી રાજીનામું આપશે Jeff Bezos, હવે Andy Jassy સંભાળશે આ જવાબદારી


રિઝર્વ બેન્કે HDFC Bank ને ડિજિટલ 2.0 હેઠળ તમામ ડિજિટલ બિઝનેસ જનરેટિંગ ગતિવિધિઓના લોન્ચને રોકવાનું કહ્યું છે. બેન્કના તમામ પ્રસ્તાવિત બિઝનેસ ઉપર પણ રોક લાગી છે. જેમાં IT નો ઉપયોગ થવાનો છે. આ ઉપરાંત નવા ક્રેડિટ કાર્ડ આપવા ઉપર પણ રોક લગાવી છે. જ્યારે ઓડિટનું કામ પતી જશે ત્યારબાદ RBI તમામ પ્રતિબંધ હટાવી લેશે. 


HDFC બેન્કે મંગળવારે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2020-21 ના ત્રીજા ત્રિમાસિકમાં તેનો શુદ્ધ નફો (Net Profit) વધીને 5,724.23 કરોડ રૂપિયા થઈ ગયો. જે ગત વર્ષની સમાન અવધિમાં 4,196.48 કરોડ રૂપિયા હતો. HDFC લિમિટેડે શેર બજારને જણાવ્યું કે આ દરમિાયન તેમની સંચયી કુલ આવક વધીને 39,267.59 કરોડ રૂપિયા થઈ ગઈ જે 2019-20ની સમાન અવધિમાં 29,073.19 કરોડ રૂપિયા હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube