Swaminathan S Anklesaria Aiyar: માત્ર રાજકીય સંપર્કોના કારણે અદાણી આટલા આગળ આવી ગયા હોય તે શક્ય નથી. વ્યક્તિમાં બિઝનેસ સેન્સ હોય તો જ આટલી સફળતા મળે તેમ ઈટીના કોલમિસ્ટ સ્વામીનાથન અંકલેસરિયા ઐયર માને છે. અદાણીના પોર્ટ જે ઝડપથી કામ કરે છે તે અસામાન્ય છે. આ ઉપરાંત ભારતમાં રાજકીય સંપર્કો વગર કામ કરવું મુશ્કેલ છે તે પણ હકીકત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકન શોર્ટ સેલર હિન્ડનબર્ગના રિપોર્ટ પછી અદાણી જૂથના શેરોમાં ધરતીકંપ આવ્યો છે. ઘણા લોકો માને છે કે અદાણી માટે હવે ફરીથી બેઠા થવાનું મુશ્કેલ છે. પરંતુ અમુક એક્સપર્ટ કહે છે કે આ રિપોર્ટ અદાણી જૂથ માટે છુપા આશીર્વાદ સમાન સાબિત થશે. ઈકોનોમિક ટાઈમ્સના કોલમિસ્ટ અને અર્થશાસ્ત્રી સ્વામીનાથન અંકલેસરિયા ઐયર માને છે કે હિન્ડનબર્ગ રિપોર્ટ પછી અદાણી હવે તેમની વિસ્તરણની યોજના ધીમી કરી નાખશે. તેઓ ભવિષ્ય માટે બહુ સાવચેતીથી કામ કરશે. તેના કારણે અદાણી જૂથમાં એક ફાઈનાન્શિયલ શિસ્ત આવશે જેનો અત્યાર સુધી અભાવ જોવા મળતો હતો.


આ પણ વાંચો: દાવોસથી દિલ્હી સુધી Twitter પર શરીરના સોદા, એક રાતનો ભાવ 2.84 લાખ રૂપિયા
આ પણ વાંચો: પતિ પ્રમોશન અને રૂપિયા માટે પત્નીને BOSS અને મિત્રો સાથે સૂવા દબાણ કરતો
આ પણ વાંચો: Tea Making Mistakes: ચા બનાવતી વખતે કરશો નહી ભૂલ, નહી વેઠવું પડશે મોટું નુકસાન


સ્વામીનાથને કહ્યું કે, 2006માં હું એક રિસર્ચ પેપર માટે ગૌતમ અદાણીના મુંદ્રા પોર્ટ પર ગયો હતો. ત્યાં ઓટોમેશનનું કામ અને ઝડપ જોઈને હું અચંબિત થઈ ગયો હતો. તે સમયે કોઈ કાર્ગો શિપનું શિડ્યુલ પ્રમાણે અનલોડિંગ ન થાય તો અદાણી તેને નાણાકીય વળતર આપતા હતા. 1990ના દાયકામાં મુંબઈમાં કામ કરતી વખતે મેં જોયું હતું કે મોટા માલવાહક જહાજને પોર્ટ પર એન્ટ્રી કરવી હોય તો 20-20 દિવસ લાગી જતા હતા. આવામાં અદાણીનું કામ અદભૂત હતું.


ઐયર કહ્યું કે, હિન્ડનબર્ગ રિપોર્ટના પગલે ગ્લોબલ ઈન્વેસ્ટરો અદાણીના શેર કાઢી રહ્યા છે પણ આપણે બે વખત વિચાર કરવો જોઈએ. અદાણીના ટીકાકારો કહે છે કે તેઓ પોતાની આવડત કે બિઝનેસની સૂઝબૂઝના કારણે નહીં પણ રાજકીય ટેકાના કારણે આગળ આવ્યા છે. આ વાત ખોટી છે. વ્યક્તિમાં અસામાન્ય બિઝનેસ સ્કીલ ન હોય તો બે દાયકાના ગાળામાં ક્યારેય વિશ્વની ત્રીજા નંબરની ધનિક વ્યક્તિ બની ન શકે. ટીકાકારો કહે છે કે ભાજપે અદાણીને પોર્ટથી લઈને ખાણો અને એરપોર્ટથી લઈને ટ્રાન્સમિશન લાઈન સુધીની એસેટ્સ સોંપી દીધી છે. આ વાત ખોટી છે. સરકારે અદાણીને સૌથી પહેલા કચ્છમાં એક નાનકડું પોર્ટ ચલાવવાનો અધિકાર આપ્યો હતો. તે સમયે તેની સાથે રેલવે કનેક્શન પણ ન હતું. કચ્છમાં રણ વિસ્તારમાં આવેલી જગ્યાને ભારતનો સૌથી મોટો પોર્ટ બનાવવો એ જેવી તેવી વાત નથી.


આ પણ વાંચો: Health Tips: રાત્રે ઉંઘતાં પહેલાં ભૂલથી પણ ના પીવો પાણી, આ મોટી બીમારીઓનો શિકાર બનશો
આ પણ વાંચો:
 ગુજરાતની સોફિયા અન્સારીએ બોલ્ડનેસની તમામ હદો કરી પાર, પોઝ જોઇ પરસેવો છૂટી જશે
આ પણ વાંચો:
  યુવતીઓની પહેલી પસંદ હોય છે આવા પુરૂષો: થઈ જાય છે સામેથી ફીદા


અદાણીએ બીજી ડઝનેક જગ્યાએ જેટી અને પોર્ટ ખરીદ્યા છે. તેમણે હરાજીમાં Maersk અને દુબઈ વર્લ્ડ જેવી મોટી કંપનીઓને હરાવી છે. ભારતમાં કુલ જેટલો માલ ઉતરે છે તેમાંથી ચોથા ભાગના માલનું સંચાલન અદાણીના પોર્ટ પર થાય છે. અદાણી હવે શ્રીલંકા અને ઈઝરાયલમાં પોર્ટ હસ્તગત કરી રહ્યા છે અને ભારત સરકાર તેને ટેકો આપે છે. તેમાં ખોટું શું છે? શ્રીલંકા પોર્ટ માટે અદાણીને 75 કરોડ ડોલરનો ખર્ચ કરવો પડશે જ્યારે ઈઝરાયલનો હાઈફા પોર્ટ તેમણે 1.18 અબજ ડોલરમાં હસ્તગત કર્યો છે. બીજી કઈ ભારતીય કંપની આટલી નાણાકીય તાકાત ધરાવે છે તેવો સવાલ ઐયરે કર્યો છે.


સ્વામીનાથન ઐયરે એવું પણ કહ્યું છે કે એક સમયે રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણી પર પણ રાજકીય મેનીપ્યુલેશનનો આરોપ લાગ્યો હતો. અંબાણીએ સવાલ કર્યો કે મેં એવું શું કર્યું છે જે બીજા કોઈ બિઝનેસમેને નથી કર્યું?, અંબાણીની વાત સાચી હતી. બીજા ઘણા ઉદ્યોગપતિઓ અંગ્રેજોના સમયથી જામી ગયા હતા અને તેનો તેમને ફાયદો મળ્યો હતો. તેવામાં ધીરુભાઈ જેવા નવા ઉદ્યોગપતિએ સ્થાન જમાવવું હોય તો તેમની પાસે અસામાન્ય ટેલેન્ટ હોવી જરૂરી હતી.


આ પણ વાંચો: પહેલા બળાત્કાર, પછી જેલથી બચવા કર્યા લગ્ન, અને અંતે તલાક..તલાક...તલાક
આ પણ વાંચો: Bank Recruitment 2023: BOB માં 500 જગ્યાઓ, ગ્રેજ્યુએટને મળશે રૂ. 5 લાખનો પગાર
આ પણ વાંચો:
 512 KG ડુંગળી વેચવા ખેડૂતે 70 Km અંતર કાપ્યું, મળ્યા 2 રૂ., ચેક જોઇ આંસુ સરી પડ્યા


ધીરુભાઈએ જ્યારે રિલાયન્સ સ્થાપીને પ્રગતિ કરી ત્યારે દેશમાં પરમિટ-લાઈસન્સ રાજ ચાલતું હતું. તેમાં કોઈ વ્યક્તિ માટે રાજકીય સંબંધોનો ઉપયોગ કર્યા વગર આગળ વધવું અશક્ય હતું. પરંતુ દેશમાં ઉદારીકરણ આવ્યા પછી ધીરુભાઈએ દેશમાં સૌથી મોટી એક્સપોર્ટ માટેની ઓઈલ રિફાઈનરી સ્થાપી હતી. તેમને ટેલિકોમ સેક્ટરમાં ટેકો મળ્યો હશે, પરંતુ તેમણે વિશ્વમાં સૌથી મોટું ટેલિકોમ નેટવર્ક આપ્યું. તેથી તેને માત્ર મેનીપ્યુલેશન કહી ન શકાય. અદાણીના કેસમાં પણ આવું જ છે.


અદાણી માટે હિન્ડનબર્ગ રિપોર્ટ છુપા આશીર્વાદ સમાન બની શકે છે. હવે તેઓ વિસ્તરણની ગતિ ધીમી કરશે અને નાણાકીય શિસ્ત પર ફોકસ કરશે. તેનાથી આખરે અદાણી જૂથને જ ફાયદો થવાનો છે.


આ પણ વાંચો: નણંદ ભાભીને થયો પ્રેમ: અડધી ઉંમરની નણંદને લઈને ભાગી ભાભી, વાળ કપાવી છોકરો બની ગઈ
આ પણ વાંચો: ગ્રાહકો કહે છે એકસ્ટ્રા સર્વિસનો કેટલો ચાર્જ લેશો મેડમ : મસાજ કરતાં ડર રહે છે કે...
આ પણ વાંચો: સ્ટેટસ અને રૂપિયા માટે CEO ના દીકરા સાથે મેં કર્યા લગ્ન, કારકિર્દી માટે પ્રેમની બલિ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube