512 KG ડુંગળી વેચવા ખેડૂતે 70 Km અંતર કાપ્યું, મળ્યા બે રૂપિયા, ચેક જોઇ આંસુ સરી પડ્યા

onion price in india: રાજેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે વેપારીએ તેમને 100 રૂપિયા પ્રતિ ક્વિંટલનો ભાવ આપ્યો. તેમણે કહ્યું કે પાકનું કુલ વજન 512 કિલોગ્રામ હતું, જેમાં તોલ ટ્રાંસપોર્ટ અને અન્ય પૈસા માટે 509.51 રૂપિયાના કાપ્યા બાદ મને 2.49 રૂપિયાનો નફો મળ્યો. તેમણે કહ્યું કે આ મારું અને રાજ્યના અન્ય ઉત્પાદકોનું અપમાન છે. 

512 KG ડુંગળી વેચવા ખેડૂતે 70 Km અંતર કાપ્યું, મળ્યા બે રૂપિયા, ચેક જોઇ આંસુ સરી પડ્યા

Maharashtra Farmer Sells 512 kg Onion: દેશમાં ખેદૂતોની સ્થિતિ છુપાવી શકાય એમ નથી. આપણે મોટાભાગે સાંભળી છીએ કે જ્યાં ખેડૂતો તેમની ઉપજના યોગ્ય ભાવ મળતા નથી. વેપારીઓ અને વચોટિયાની જાળ ખેડૂતો પાસેથી ઓછા ભાવમાં તેમનો પાક ખરીદી લે છે, જેના લીધે તેમની આર્થિક સ્થિતિ જૈસે થે જેવી જ રહે છે. કંઇક આવો કિસ્સો મહારાષ્ટ્રથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના સોલાપુરના એક ખેડૂતે જિલ્લાના એક વેપારીને 512 કિલો ડુંગળી વેચી. જેમાં તેણે ફક્ત 2.49 રૂપિયાનો નફો થયો. 

સોલાપુરના બરશી તાલુકામાં રહેનાર 63 વર્ષીય ખેડૂત રાજેન્દ્ર ચૌહાણે કહ્યું કે તેમની ડુંગળીની ઉપજ સોલાપુર માર્કેટ યાર્ડમાં 1 રૂપિયા પ્રતિ કિલોગ્રામની કિંમતે વેચાઇ. તેમણે જણાવ્યું કે તમામ કાપકૂપ બાદ તેમને ડુંગળી માટે ફક્ત આ મામૂલી રકમ પ્રાપ્ત થઇ. રાજેન્દ્ર ચૌહાણે કહ્યું કે હું સોલાપુરમાં એક ડુંગળીના વેપારીને વેચવા માટે 5 ક્વિંટલથી વધુ વજનની 10 બેગ ડુંગળી મોકલી હતી. તેમણે જણાવ્યું કે પાંચ ક્વિટલ ડુંગળીનું લોડિંગ, ટ્રાંસપોર્ટ અને બીજા કામો માટે પૈસા કાપ્યા બાદ, મને ફક્ત 2.49 રૂપિયા નફો મળ્યો. 

100 રૂપિયા પ્રતિ ક્વિંટલનો આપ્યો ભાવ
રાજેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે વેપારીએ તેમને 100 રૂપિયા પ્રતિ ક્વિંટલનો ભાવ આપ્યો. તેમણે કહ્યું કે પાકનું કુલ વજન 512 કિલોગ્રામ હતું, જેમાં તોલ ટ્રાંસપોર્ટ અને અન્ય પૈસા માટે 509.51 રૂપિયાના કાપ્યા બાદ મને 2.49 રૂપિયાનો નફો મળ્યો. તેમણે કહ્યું કે આ મારું અને રાજ્યના અન્ય ઉત્પાદકોનું અપમાન છે. 
No description available.

રાજેન્દ્ર ચૌહાણે કહ્યું કે જો અમને આ પ્રકારે રિટર્ન મળે છે, તો અમે કેવી જીવીશું. તેમણે કહ્યું કે ડુંગળી ખેડૂતોને પાકનું યોગ્ય વળતર મળવું જોઇએ અને પ્રભાવિત ખેડૂતોને વળતર મળે. આ સાથે જ તેમણે કહ્યું કે ડુંગળી સારી ગુણવત્તાની હતી, પરંતુ વેપારીઓએ તેને હલકી ગુણવત્તાની ગણાવી હતી. 

તો બીજી તરફ વેપારીઓએ કહ્યું કે ખેડૂત ફક્ત 10 બેગ લાવ્યો હતો અને ઉપજ પણ હલકી કક્ષાની હતી. જેના લીધે તેને 100 રૂપિયા પ્રતિ ક્વિંટલનો ભાવ મળ્યો અને તમામ કપાત બાદ તેને ચોખ્ખા નફાના રૂપમાં 2 રૂપિયા મળ્યા. તેમણે કહ્યું કે તે ખેડૂતે હાલમાં મને 400 થી વધુ બેગ વેચીને સારો નફો કમાયો છે. વેપારીએ કહ્યું કે આ વખતે તે વધેલો પાક લઇને આવ્યો જે માંડ 10 બોરી હતી અને કિંમત ઓછી થઇ ગઇ છે, એટલા માટે આ ભાવ મળી રહ્યા છે. 

ખેડૂત નેતા અને પૂર્વ સાંસદ રાજુ શેટ્ટીએ કહ્યું કે હવે બજારમાં જે ડુંગળી આવી રહી છે તે 'ખરીફ' પાક છે અને તેને લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાતો નથી. તેમણે કહ્યું કે આ ડુંગળીને તાત્કાલિક બજારમાં વેચવાની અને નિકાસ કરવાની જરૂર છે. ડુંગળી અંગે સરકારની નિકાસ અને આયાત નીતિ યોગ્ય નથી. અમારી પાસે બે કાયમી બજારો હતા - પાકિસ્તાન અને બાંગ્લાદેશ, પરંતુ તેમણે સરકારની નીતિને કારણે અમારા બદલે ઈરાનમાંથી ડુંગળી ખરીદવાનું પસંદ કર્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news