રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (Reliance Industries) ચેરમેન મુકેશ અંબાણી નવા બિઝનેસની શરૂઆત કરવા જઇ રહ્યા છે. તેમણે જાહેરાત કરી છે કે એમની કંપની પોતાના દુરસંચાર નેટવર્ક અને નવી ઇ વાણિજ્ય કંપનીના વિસ્તરણ માટે પશ્વિમ બંગાળમાં 10000 કરોડનું રોકાણ કરશે. દેશની સૌથી મોટી ખાનગી કંપનીના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) એ કહ્યું કે, પશ્વિમ બંગાળમાં 2016માં એમની કંપનીનું રોકાણ 4500 કરોડ હતું જે વધીને 28,000 કરોડ થઇ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, આ ભારતમાં અમારા રોકાણનો 10 ટકા હિસ્સો છે. મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ ગ્રુપની દુરસંચાર કંપની જિયો (Jio) રાજ્યની ડિજીટલ જગતની સૌથી મોટી રોકાણ કંપની બની છે. 


બંગાળ રોકાણ વૈશ્વિક સમારોહમાં એમણે કહ્યું કે, હવે અમે વધુ 10000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાના છીએ. તેમણે કહ્યું કે, 2019માં સમગ્ર રાજ્યમાં જિયો 4જી નેટવર્ક પહોંચાડવા, ઘરોને ફાઇબર નેટવર્કથી જોડવા અને એચડી ગુણવત્તાની પ્રસારણ સુવિધા ઉપલબ્ધ કરાવવા અને લોજિસ્ટિક હબ માટે રોકાણ કરવાના છીએ. 


અંબાણીએ કહ્યું કે, પશ્વિમ બંગાળ પૂર્વનું લોજિસ્ટિક હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને આ ક્ષેત્રમાં 2020 સુધી વધુ 5000 કરોડ રૂપિયાના રોકાણની અમારી યોજના છે. તેમણે કહ્યું કે જિયો અને રિલાયન્સ રિટેલ ટૂંક સમયમાં એક નવી ઇ વાણિજ્ય પ્લેટફોર્મની શરૂઆત કરશે. એમના જણાવ્યા અનુસાર નવો મંચ ગ્રાહકો, વેપારીઓ અને ઉપભોક્તાઓ માટે સૌથી વધુ લાભદાયક હશે. 


મુખ્યમંત્રી મમતા બેનરજીને આપ્યો હતો. 


લેટેસ્ટ બિઝનેસ ન્યૂઝ જાણો