નવી દિલ્હીઃ શેર બજારમાં ઘણા એવા સ્ટોક્સ છે જેણે ઈન્વેસ્ટરોને કરોડપતિ બનાવી દીધા છે. આ સ્ટોકમાં સતત તેજી જોવા મળી રહી છે. પરંતુ ઘણા સ્ટોક્સ એવા પણ છે, જેમાં રોકાણકારોએ નુકસાન ઉઠાવવું પડ્યું છે.તેવામાં તમે પણ કોઈ સ્ટોક્સમાં રોકાણ કરતા પહેલા તમરાા એડવાઇઝરની સલાહ જરૂર લો. આમ ન કરવા પર આર્થિક નુકસાન ઉઠાવવું પડી શકે છે. આજે અમે તમને એક એવા શેર વિશે જણાવી રહ્યાં છીએ, જેણે ઈન્વેસ્ટરોને છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. આ શેર કેપીઆઈ ગ્રીન એનર્જી (KPI Green Energy)નો છે. એક સમયે 8 રૂપિયા પર ટ્રેડ કરી રહેલા આ શેરની કિંમત આજે 1700ને પાર પહોંચી ગઈ છે. આ સ્ટોકે ઈન્વેસ્ટરોને 22 હજાર ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. શેરમાં હજુ પણ તેજી જોવા મળી રહી છે. કંપનીના સ્ટોકમાં છેલ્લા ચાર વર્ષમાં તોફાની તેજી આવી છે. આવો આ માલામાલ કરનાર સ્ટોક વિશે જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્વેસ્ટરોને કર્યાં માલામાલ
કેપીઆઈ ગ્રીન એનર્જીનો શેર વર્ષ 2020માં 17 એપ્રિલે 8 રૂપિયા પર હતો. તો પાછલા શુક્રવારે કારોબારી સપ્તાહના અંતિમ દિલસે એટલે કે 19 એપ્રિલ 2024ના કેપીઆઈ ગ્રીન એનર્જીનો શેર 1735 રૂપિયાના સ્તર પર બંધ થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં આ શેરમાં 7 આંકડાનો ઉછાળ આવ્યો છે. તો છેલ્લા એક મહિનામાં 16.60 ટકાની તેજી આવી છે. છેલ્લા છ મહિનાની વાત કરીએ તો ગ્રીન એનર્જીએ ઈન્વેસ્ટરોને 213.82 ટકાનું રિટર્ન આપ્યું છે. એક વર્ષમાં શેર 421.54 ટકા ઉપર ગયો છે. શેરમાં સતત તેજી જોવા મળી રહી છે. તો છેલ્લા 4 વર્ષની વાત કરીએ તો કેપીઆઈ ગ્રીન એનર્જીએ ઈન્વેસ્ટરોને 22 હજારથી વધુ ટકાનું રિટર્ન આપ્યું છે. શેરનો 52 સપ્તાહનો હાઈ 1895 રૂપિયા છે. જ્યારે 52 સપ્તાહનું લો લેવલ 309 રૂપિયા છે.


આ પણ વાંચોઃ 7th Pay Commission: સરકારી કર્મચારીઓને આ મહિને મળશે વધેલા DAના પૈસા? સામે આવી માહિતી


કરોડપતિ થયા ઈન્વેસ્ટર
જો કોઈએ આ કંપનીમાં ચાર વર્ષ પહેલા 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તેની કિંમત 2.20 કરોડ  રૂપિયા હોત. કેપીઆઈ ગ્રીન એનર્જીએ છેલ્લા એક વર્ષમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. વર્ષ 2024ની વાત કરીએ તો કંપનીના શેરમાં 86 ટકાની તેજી આવી છે. ઈન્વેસ્ટરોને આશા છે કે આવનારા સમયમાં તેમાં વધુ તેજી આવી શકે છે. તકનીકી ચાર્જ પર પણ શેર ખુબ મજબૂત જોવા મળી રહ્યો છે.