7th Pay Commission: સરકારી કર્મચારીઓને આ મહિને મળશે વધેલા DAના પૈસા? સામે આવી મોટી માહિતી

DA Hike Arrears: કેન્દ્ર સરકારે ભલે માર્ચ 2024માં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હોય પરંતુ હજુ તેના ખાતામાં પૈસા આવ્યા નથી. હવે ચર્ચા છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને આ મહિને ડીએમાં વધારાના પૈસા મળી જશે.

7th Pay Commission: સરકારી કર્મચારીઓને આ મહિને મળશે વધેલા DAના પૈસા? સામે આવી મોટી માહિતી

DA Arrears Update: જો તમે ખુદ કેન્દ્રીય કર્મચારી છો કે તમારા પરિવારમાંથી કોઈ કેન્દ્ર સરકારના કર્મચારી છે તો આ સમાચાર તમારા કામના છે. માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં કેન્દ્ર સરકાર તરફથી લાખો કર્મચારીઓને 4 ટકા ડીએ વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે સરકારે પેન્શનરોને પણ ચાર ટકા મોંઘવારી રાહત (DR)ની ભેટ આપી હતી. ત્યારબાદ ડીએ અને ડીઆર વધી 50 ટકા થઈ ગયું હતું. સરકાર તરફથી ડીએને લઈને જાહેરાત કરવામાં આવી તો લાખો કર્મચારીઓ ખુશ થઈ ગયા પરંતુ માર્ચના મહિનામાં તેને વધેલો પગાર મળશે નહીં.

મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો
એક રિપોર્ટ્સ પ્રમાણે હવે આશા છે કે એપ્રિલના પગારની સાથે કર્મચારીઓને વધેલો પગાર અને ત્રણ મહિનાનું એરિયર મળશે. કેન્દ્ર સરકારે ભલે માર્ચ 2024માં મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હોય પરંતુ માર્ચ મહિનામાં કર્મચારીઓને વધારેલો પગાર મળ્યો નથી. ડીએમાં વધારાની સાથે સરકાર તરફથી તે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે એરિયરની ચુકવણી માર્ચ 2024ના પગાર પહેલા કરવામાં આવશે નહીં.

શું છે ડીએ અને ડીઆર?
ડીએ અને ડીઆરનો મતલબ સરકારી કર્મચારીઓ તથા પેન્શનર્સને મળનાર મોંઘવારી ભથ્થું તથા મોંઘવારી રાહતથી છે. સરકાર તરફથી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (Dearness Allowance - DA)આપવામાં આવે છે. જ્યારે પેન્શનર્સને મોંઘવારી રાહત (Dearness Relief - DR)  મળે છે. સામાન્ય રીતે ડીએ અને ડીઆરમાં વર્ષમાં બે વખત વધારો થાય છે. પહેલો વધારો 1 જાન્યુઆરીથી લાગૂ થાય છે જ્યારે બીજો જુલાઈથી લાગૂ થાય છે.

7 માર્ચો વધારવામાં આવ્યું હતું મોંઘવારી ભથ્થું
કેન્દ્ર સરકારે 7 માર્ચે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાની મંજૂરી આપી હતી. ત્યારબાદ તે વધી મૂળ વેતનના 50 ટકા થઈ ગયું હતું. તેને 1 જાન્યુઆરી 2024થી લાગૂ કરવામાં આવ્યું છે અને તેનો ફાયદો એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. ડીએ સિવાય કર્મચારીઓના એચઆરએ (HRA)માં પણ વધારો થયો છે. સરકારનું કહેવું છે કે ડીએમાં વધારાથી સરકારી ખજાના પર 12868 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.

કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે. તેનાથી સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો તફાવત આવશે? આવો સમજીએ- ઉદાહરણ રીતે માની લો કે કોઈ કર્મચારીઓને બેસિક પે (Basic Pay) 15,000 રૂપિયા છે અને તેને અત્યાર સુધી 46 ટકા ડીએ મળે છે તો તેનું ડીએ 6900 રૂપિયા બને છે. ડીએમાં વધારા બાદ તે 50 ટકા થઈ ગયું છે, એટલે કે ત્યારબાદ દર મહિને 7500 રૂપિયાનું ડીએ મળશે. કુલ મળી તેના પગારમાં 600 રૂપિયાનો વધારો થશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news