નવી દિલ્લીઃ આ સેન્ટર ટોકન થી લઈને પાસપોર્ટ ઈસ્યુ કરવા માટે આવેદન આપવા સુધીનું કામ કરે છે. પાસપોર્ટ માટે  તમારે ઑનલાઈન રજિસ્ટ્રેશન અને અરજી કરવી પડશે, તારીખ મળવા પર તમને રસીદની હાર્ડ કૉપી અને બીજા ઓરિજિનલ ડૉક્યુમેન્ટ્સની સાથે પાસપોર્ટ સેવા કેન્દ્ર વાળા પોસ્ટ ઑફિસ જવું પડશે. હવે જો તમે પાસપોર્ટ બનાવવાનું વિચારી રહ્યા છો તો તમારે પાસપોર્ટ સેવા કેન્દ્ર જવાની જરૂર નહીં. હવે તમે તમારી નજીકની પોસ્ટ ઑફિસ જઈને પણ પાસપોર્ટ માટે આવેદન આપી શકો છે. ભારતીય પોસ્ટ વિભાગ હવે દેશના અનેક પોસ્ટ ઑફિસમાં પાસપોર્ટ  રજિસ્ટ્રેશન અને પાસપોર્ટ માટે આવેદન કરવા જેવાની સુવિધાઓ આપી રહ્યું છે. આ માટે તમારે માત્ર પોસ્ટ ઑફિસના કૉમન સર્વિસ સેન્ટર (CSC)કાઉન્ટર્સ પર જવાનું છે. તો ચાલો અમે તમને આ વિશે વિસ્તૃતમાં જાણકારી આપી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Joker સાફ કરી નાખશે તમારું Bank Account! મોબાઈલમાં આ વાયરસ હશે તો ખાતામાં નહીં વધે એક કાણી પાઈ
 



પોસ્ટ ઑફિસમાં બનશે પાસપોર્ટ:
ઈન્ડિયા પોસ્ટે આ સુવિધાની જાણકારી એક ટ્વીટથી આપી છે. જેમાં તેમણે લખ્યું છે કે હવે પોસ્ટ ઑફિસના CSC કાઉન્ટર પર પાસપોર્ટ રજિસ્ટર કરાવવો અને તેના માટે અપ્લાઈ કરવું સરળ થઈ ગયું છે. વધુ જાણકારી માટે તમે તમારી નજીકની પોસ્ટ ઑફિસનો સંપર્ક કરી શકો છે.


IRCTC તરફથી પ્રવાસની શાનદાર ઓફર! VIP સુવિધા સાથે રહેવાનું અને ખાવાનું ફ્રીમાં


આવી રીતે લો લાભ:
તમને જણાવી દઈએ કે તમે અને પોસ્ટ ઑફિસમાં પહેલાથી જ રહેલા નજીકના પાસપોર્ટ સેવા સેન્ટર કે અન્ય પાસપોર્ટ સેવા કેન્દ્ર પર જઈને પાસપોર્ટ માટે અપ્લાઈ કરી શકો છો. આ માટે હવે પોસ્ટ ઑફિસમાં પાસપોર્ટ માટે અપ્લાઈ કરવાની મંજૂરી કર્યા બાદ પોસ્ટ ઑફિસના પાસપોર્ટ સેવા કેન્દ્રોની ઉપયોગિતા વધી જશે. અત્યાર સુધીમાં તમારે પાસપોર્ટ બનાવવા માટે પાસપોર્ટ સેવા કેન્દ્ર સુધી જવું પડતું હતું. પરંતુ હવે એ કામ નજીકની પોસ્ટ ઑફિસમાં જ થઈ જશે. જ્યાં પાસપોર્ટ સેવા કેન્દ્ર હશે. 


પોસ્ટ ઑફિસમાં જ થશે વેરિફિકેશન:
Passportindia.gov.inના પ્રમાણે પાસપોર્ટ સર્વિસ સેન્ટર અને પોસ્ટ ઑફિસ બહાર પાસપોર્ટ સર્વિસ સેન્ટર પાસપોર્ટ ઑફિસની જ શાખાો છે. જે પાસપોર્ટ આપવા માટેની ફ્રંટ-એંડ સર્વિસ આપે છે. આ સેન્ટર ટોકન થી લઈને પાસપોર્ટ ઈસ્યુ કરવા માટે આવેદન આપવા સુધીનું કામ કરે છે. પાસપોર્ટ માટે  તમારે ઑનલાઈન રજિસ્ટ્રેશન અને અરજી કરવી પડશે, તારીખ મળવા પર તમને રસીદની હાર્ડ કૉપી અને બીજા ઓરિજિનલ ડૉક્યુમેન્ટ્સની સાથે પાસપોર્ટ સેવા કેન્દ્ર વાળા પોસ્ટ ઑફિસ જવું પડશે. અહીં તમારા ડૉક્યુમેન્ટ્સનું વેરિફિકેશન થશે, જે બાદ તમને પાસપોર્ટ સાથે જોડાયેલી જાણકારી SMSથી આપવામાં આવશે, જેમાં લગભગ 15 દિવસનો સમય લાગે છે.

'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!

ખેતી કરીને દર મહિને કરો લાખોની કમાણી! આ ટેકનોલોજીથી ઓછી જમીનમાં થશે વધારે ઉત્પાદન

Whatsapp પર કોણ ચોરીછૂપેથી જોઈ રહ્યું છે તમારો DP? જાણવા માટે અપનાવો આ Tricks

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube