નવી દિલ્હી: ગત છ દિવસોથી પેટ્રોલ અને ડીઝલમાં કોઇ ફેરફાર થયો ન હતો તો બીજી તરફ સાતમા દિવસે એટલે કે 29 જાન્યુઆરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 8 પૈસાનો ઘટાડો થયો છે, જ્યારે ડીઝલના ભાવમાં 11 પૈસાનો ઘટાડો  થયો છે. દિલ્હીમાં એક પેટ્રોલની કિંમત 71.19 રૂપિયા અને ડીઝલની કિંમત 65.89 રૂપિયા પહોંચી ગઇ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા લુક સાથે Baleno 2019 લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત


કેવી રીતે જાણશો પોતાના શહેરમાં પેટ્રોલ ડીઝલનો ભાવ?
તમારા શહેરમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલનો ભાવ જાણવો ખૂબ સરળ છે. તમે તમારા મોબાઇલ ફોનમાં ઇન્ડિયન ઓઇલ એટલે કે IOCL app ડાઉનલોડ કરી શકો છો, જેના પર રોજ તાજા ભાવ અપડેટ થાય છે. આ ઉપરાંત કસ્ટમર કેર મોબાઇલ નંબર દ્વારા  “પેટ્રોલ પંપના RSP Dealer Code” લખીને તેને 92249 92249 પર SMS કરી શકો છો. તેના જવાબમાં તમને તે પેટ્રોલ પંપર પેટ્રોલ-ડીઝલના ભાવ ખબર પડી જશે.

સરકારી કંપનીઓમાં આ તારીખથી લાગૂ થશે ગરીબો માટે 10 ટકા અનામત


જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ


શહેરોના નામ     પેટ્રોલ/પ્રતિ લીટર    ડીઝલ/પ્રતિ લીટર
અમદાવાદ         68.66 રૂપિયા          68.89 રૂપિયા
રાજકોટ             68.47 રૂપિયા          68.72 રૂપિયા
સુરત                 68.65 રૂપિયા         68.91 રૂપિયા
વડોદરા             68.39 રૂપિયા         68.63 રૂપિયા
ગાંધીનગર         68.85 રૂપિયા        69.09 રૂપિયા


તમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ
તમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો.  


એક લીટર પેટ્રોલમાં 50 ટકા ટેક્સ
શું તમને ખબર છે કે એક લીટર પેટ્રોલ ખરીદતી વખતે તમે જેટલી કિંમત પેટ્રોલની ચૂકવો છો એટલો જ તમે ટેક્સના રૂપમાં ચૂકવો છે. એટલા માટે પેટ્રોલ આટલું મોંઘુ હોય છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલરનું કમિશન ઉમેરીએ તો 96.9 પૈસા થાય છે. જ્યારે પેટ્રોલની સાચી કિંમત ફક્ત 34 રૂપિયા પ્રતિ લીટર છે. 

તમારા મોબાઇલનો ખર્ચ થઇ જશે બમણો, ઇનકમિંગ ચાલુ રાખવા ખર્ચવા પડશે આટલા રૂપિયા


આ મહાનગરોમાં અહીં પહોંચ્યો ભાવ
કલકત્તામાં એક લીટર પેટ્રોલની કિંમત 8 પૈસા ઘટીને 73.28 રૂપિયા અને ડીઝલની કિંમત 11 પૈસા ઘટીને 67.67 રૂપિયા પર પહોંચી ગઇ છે. મુંબઇમાં એક લીટર પેટ્રોલની કિંમત 76.82 રૂપિયા અને ડીઝલની કિંમત 69.00 રૂપિયા છે. ચેન્નઇમાં પેટ્રોલની કિંમતમાં 9 પૈસાનો ઘટાડો થયો છે. એક લીટર પેટ્રોલની કિંમત 73.90 રૂપિયા છે. તો બીજી તરફ ડીઝલની કિંમતમાં 11 પૈસાનો ઘટાડો થયો છે. એક લીટર ડીઝલની કિંમત 69.61 રૂપિયા છે.

જલદી કરો: હજુ સુધી સિલેક્ટ કરી નથી તમારી મનપસંદ ટીવી ચેનલ, તો આ રીતે તૈયાર કરો મંથલી પ્લાન


આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કાચા તેલની કિંમતોમાં સ્થિરતા યથાવત છે. બ્રેંટ ક્રૂડ ઓઇલ સતત 62 ડોલર પ્રતિ બેરલ નીચે છે. સોમવારે બ્રેંટ ક્રૂડ 61.29 ડોલર પ્રતિ બેરલ પર યથાવત રહ્યું હતું, જ્યારે WTI ક્રૂડ 53.32 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું છે. જાણકારોનું માનીએ તો આગામી દિવસોમાં પણ ક્રૂડ ઓઇલની કિંમતમાં વધુ ઉછાળો આવશે નહી અને તેનાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સ્થિરતા જળવાઇ રહેશે.