નવી દિલ્લીઃ કોરોના કાળમાં ગૃહિણીઓ માટે સારા સમાચાર છે. એમાંય જો તમે એક વર્કિંગ વુમન છો તો આ સમાચાર તમને ખુબ ઉપયોગી છે. કારણકે, હવે તમે પોતોની પસંદગીના સમયાનુસાર રાંધણ ગેસની ડિલિવરી લઈ શકશો. આજ-કાલ LPG સિલિન્ડર બુક કરાવવો અને તેની ડિલિવરી લેવી તે પહેલાં કરતાં વધારે સરળ અને ઝડપી થઈ ગયું છે. પહેલાં LPG બુકિંગ માટે લાંબા સમય સુધી કોલ પર રાહ જોવી પડતી હતી અને ડિલિવરી માટે અઠવાડિયા સુધી રાહ જોવી પડતી હતી. હવે એક બે દિવસમાં જ ડિલિવરી થઈ જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભગવાન શ્રીરામે ભક્ત હનુમાનને કેમ આપ્યો હતો મૃત્યુદંડ? જાણવા જેવી છે આ રોચક કથા

પસંદગીના સમય પર ડિલિવરી માટે આપવો પડશે ચાર્જ:
પરંતુ એના કરતા અલગ બીજી એક સર્વિસ પણ છે. Indane પોતાના ગ્રાહકોને એવી સુવિધા આપે છે કે ગ્રાહક કયા સમયે ડિલિવરી લેવા ઈચ્છે છે. ગ્રાહક જે સમયેએ ઈચ્છે તે સમયે indane સર્વિસ ડિલિવરી આપે છે. આ 'Preferred Time Delivery system'  અતંર્ગત તમે ડિલિવરીનો દિવસ અને સમય બુક કરી શકશો. જો કે આ સવલત માટે Indane પોતાના ગ્રાહકો પાસેથી અલગથી ચાર્જ લે છે.


Putin એ કેમ દુનિયાથી છુપાવીને રાખ્યો છે પોતાનો પરિવાર? રશિયાના રાષ્ટ્રપતિની રંગીન લાઈફની તસવીરો થઈ વાયરલ

આવી રીતે લાગે છે ચાર્જ:
આ સિસ્ટમ અંતર્ગત ગ્રાહકોને થોડાક ઓપ્શન આપવામાં આવે છે. આમાંથી ગ્રાહકોને એક ઓપ્શન પસંદ કરવાનો હોય છે. ગ્રાહક દિવસ અને સમયને પસંદ કરે છે. અલગથી ફી ભરે છે અને LPG સિલેન્ડરની મનપસંદ સમયમાં ડિલિવરી લે છે.

Week Days માં ડિલિવરી:
આ સિસ્ટમ અંતર્ગત Indane નો સિલિન્ડર સોમથી શુક્ર એટલે કે Week days માં ગમે તે દિવસે ડિલિવરી કરાવી શકાય છે. જેમ કે માનીલો કે  તમે બુધવારે ડિલિવરી ઈચ્છો છો અને સવારે 11થી બપોરે 2 વાગ્યાની વચ્ચે ડિલિવરીનો સમય નક્કી કર્યો છે તો એ જ દિવસે અને એ જ સમય ડિલિવરી મળશે. જો તમે માત્ર ટાઈમ સ્લોટની પસંદગી કરી છે અને દિવસ પસંદ નથી કર્યો તો સિલેન્ડર સોમવારથી શુક્રવારની વચ્ચે તમે જે ટાઈમ સ્લોટ નક્કી કર્યો છે એ ટાઈમ સ્લોટમાં ડિલિવરી થશે. જો તમે શનિ-રવિમાં ડિલિવરી ઈચ્છો છો તો તમે સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યાની વચ્ચે કોઈ પણ ટાઈમ સ્લોટ પસંદ કરી શકો છો. આ સુવિધાથી સૌથી વધુ ફાયદો એ લોકોને છે કે જે લોકો સોમથી- શુક્રમાં ઓફીસ જાય છે.


WhatsApp માં હવે Chatting કરવામાં આવશે વધારે મજા, મળશે આ નવા દમદાર ફીચર

ઈચ્છીત સમય પર લઈ શકો છો LPG ડિલિવરી:

દિવસ ટાઈમ સ્લોટ
સોમવાર- રવિવાર 8 am- 11 am
સોમવાર- રવિવાર 11 am- 3 pm
સોમવાર- રવિવાર 3 pm- 6 pm
સોમવાર -શુક્રવાર 6 pm-8 pm


Bridge Build On The River: ઊંડી નદીઓ અને વહેતા પાણી પર કેવી રીતે બનાવાય છે મહાકાય બ્રિજ? જાણવા જેવી છે ટેકનીક

કેટલો આપવો પડશે ચાર્જ?
જો તમે Weekday માં સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી ડિલિવરી લેવા ઈચ્છતા હોવ તો તમારે 25 રૂપિયા ચાર્જ આપવો પડશે. જો Weekday માં સાંજે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા વચ્ચે ડિલિવરી ઈચ્છતા હોવ તો તમારે 50 રૂપિયા ચાર્જ આપવો પડશે. જો Weekend માં સવારે 8થી સાંજના 8 વાગ્યા સુધી ડિલિવરી ઈચ્છો છો તો 25 રૂપિયા ચાર્જ આપવાનો રહે છે. 


કરોડપતિ બનવું હોય તો અપનાવો આ સરળ રસ્તો, નિવૃત્તિ પહેલાં જ તમારા પર થઈ જશે રૂપિયાનો વરસાદ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube