કરોડપતિ બનવું હોય તો અપનાવો આ સરળ રસ્તો, નિવૃત્તિ પહેલાં જ તમારા પર થઈ જશે રૂપિયાનો વરસાદ
દરેક વ્યક્તિની ઈચ્છા જીવનમાં આગળ વધવાની હોય છે. પોતાના પરિવારને સુખ-શાંતિથી સુંદર મજાના ઘરમાં રાખવાની હોય છે. ગાડી-બંગ્લો ખરીદવાની અને મરજીથી હરવા-ફરવાની અને આવી જીદંગી જીવવાની દરેકની ઈચ્છા હોય છે. પણ આવી જીદંગી માટે બહુ બધા પૈસાની જરૂર પડે છે. ત્યારે એને ધ્યાનમાં લઈને અમે તમારા માટે શોધી લાવ્યા છીએ એક સરળ રસ્તો.
Trending Photos
નવી દિલ્લીઃ તમે માત્ર 500 રૂપિયા રોજના બચાવીને નિવૃતિ પહેલા એક કરોડ રૂપિયાનું ફંડ એકઠું કરી શકો છો અને બાકીની જિંદગી આરામથી વિતાવી શકો છો.મ્યુચ્યુઅલ ફંડમાં તમે SIPના માધ્યમથી રોકાણ કરી શકો છો. Mutual Funds Investment: જો તમે એ વિચારીને રોકાણ નથી કરતા કારણ કે તમારી સેલેરી ઓછી છે અને રોકાણ માટે બહુ વધારે પૈસાની જરૂર છે. તો આ ગલતફેમીને મગજમાંથી કાઢી નાખો. રોકાણ માટે ન તો વધુ પૈસાની જરૂર છે કે ન દુનિયાભરના જ્ઞાનની. જોઈએ તો થોડી ધીરજ અને નિયમિત રોકાણ. જેના દમ પર તમે માત્ર 500 રૂપિયા રોજના બચાવીને નિવૃતિ પહેલા એક કરોડ રૂપિયાનું ફંડ એકઠું કરી શકો છો અને બાકીની જિંદગી આરામથી વિતાવી શકો છો.
FACEBOOK, TWITTER અને INSTAGRAM Account ની સુરક્ષાનું આ રીતે રાખો ધ્યાન, હેકર નહીં કરી શકે હેક
રોકાણ પર એક્સપર્ટ્સ આપે છે આ સલાહ:
દુનિયાભરના રોકાણકારો એ સલાહ આપે છે કે,જ્યારે પણ તમને પગાર મળે, તેનો 30 ટકા ભાગ પહેલા રોકાણ માટે કરો. બાદમાં 70 ટકા ખર્ચ માટે રાખો. પરંતુ લોકો ઉંધુ કરે છે. પહેલા ખર્ચ અને જરૂરો પુરી કરે છે. બાદમાં રોકાણ વિશે બાદમાં વિચારે છે. એવામાં તમામ પૈસા ખર્ચમાં જ ચાલ્યા જાય છે અને ભવિષ્યમાં રોકાણ માટે કાંઈ જ બચતું નથી.
Guinness Book માં નોંધાયેલાં છે આ Bollywood Stars ના નામ, કારણ જાણીને તમને પણ થશે આશ્ચર્ય
મ્યુચ્યુઅલ ફંડમાં તમે SIPના માધ્યમથી રોકાણ કરી શકો છો. અસેટ ક્લાસના આધાર પર મ્યુચ્યુઅલ ફંડ્સ અનેક પ્રકારના હોય છે, ઈક્વિટી, ડેટ અને હાઈબ્રિડ. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સામાન્ય રીતે એવા લોકો માટે હોય છે જેમને શેર માર્કેટની વધુ જાણકારી નથી હોતી અને માર્કેટ ટ્રેક કરવાનો સમય નથી હોતો. એટલે થોડી ફી ચૂકવીને તેઓ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓમાં રોકાણ કરી શકે છે.
શું તમે મહિલાઓના આ અંગોના નામ જાણો છો? અમુક Private Body Parts ના નામ તો ઘણી મહિલાઓને પણ નથી હોતા ખબર!
500 રૂપિયા રોજના, બની જાઓ કરોડપતિ:
માની લો કે તમારી ઉંમર 30 વર્ષ છે. મહિનાનો પગાર 30 હજાર છે. જો તમે દર મહિને 15000 રૂપિયા આવતા 20 વર્ષ સુધી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકો છો તો તમે એક કરોડથી વધુનું ફંડ એકઠું કરી શકો છો. 15 હજાર રૂપિયા દર મહિને રોકવાના એટલે રોજની 500 રૂપિયાની બચત. જુઓ ગણતરી.
IPL માં રમનારો આ છે દુનિયાનો સૌથી ઐયાશ Cricketer, પત્નીની સામે ઢગલાબંધ ગર્લફ્રેન્ડ્સ સાથે ઘરમાં જ કરે છે પાર્ટી!
મંથલી SIP 15000 રૂપિયા
રોકાણની અવધિ 20 વર્ષ
અંદાજે રિટર્ન 10 ટકા
કુલ રોકાણ કર્યુ 36 લાખ રૂપિયા
કુલ રિટર્ન મળ્યું 78.85 લાખ રૂપિયા
કુલ વેલ્યૂ 1.14 કરોડ રૂપિયા
15 હજારની SIP 20 વર્ષ માટે કરવાથી તમે કુલ 36 લાખ રૂપિયાનું રોકાણ કરો છો. અમે અહીં 10 ટકાનું અંદાજિત રિટર્ન કરી શકો છો. રિટર્ન માર્કેટના દેખાવ પર આધારિત છે. જો માર્કેટે સારું પરફૉર્મ કર્યું તો 12 થી 15 ટકા રિટર્ન મળી શકે છે. અમે અહીં ઓછામાં ઓછું 10 ટકા રિટર્ન માનીને ગણતરી કરી છે. 20 વર્ષ બાદ જ્યારે તમે 50 વર્ષના થશો ત્યારે તમારી પાસે 1.14 કરોડ રૂપિયા હશે. એટલે કે નિવૃતિ પહેલા તમે કરોડપતિ બની જશો.
Taarak Mehta Ka Ooltah Chashmah શોમાં દેખાતી આ હોટ હસીના કોણ છે? એનું ફિગર જોઈને તમે પણ હલી જશો!
રોકાણ કરતા પહેલા ધ્યાન દો:
ક્યા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ અને ક્યા અસેટ ક્લાસમાં કેટલું રોકાણ રાખવું છે એ માટે કોઈ એક્સપર્ટની સલાહ લો. કારણ કે માર્કેટ સાથે જોડાયેલું હોવાના કારણે તેમાં રિસ્ક છે. રોકાણ તમારી ક્ષમતા પર આધાર રાખે છે. જ્યારે તમારી ઉંમર ઓછી હોય છે ત્યારે રિસ્ક લેવાની ક્ષમતા વધારો હોય છે. જેમ જેમ ઉંમર વધે છે, તમારી રિસ્ક લેવાની ક્ષમતા ઓછી થાય છે. એટલે ધીમે ધીમે રોકાણનો કેટલોક ભાગ ડેટની તરફ ટ્રાન્સફર થતો જાય છે. એટલે જ કોઈ જાણકારની સલાહ લો. તેઓ તમારા જરૂરની હિસાબથઈ પોર્ટફોલિયો મેનેજ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે