Bridge Build On The River: ઊંડી નદીઓ અને વહેતા પાણી પર કેવી રીતે બનાવાય છે મહાકાય બ્રિજ? જાણવા જેવી છે ટેકનીક

શું તમે ક્યારેય એવું વિચાર્યું છેકે, નદીના વહેતા પાણી પર પુલ બનાવવાનું કેવી રીતે શક્ય બન્યું? આ સવાલનો જવાબ જાણવા માટે તમારે આ આર્ટીકલ વાંચવો પડશે.

નરેશ ધારાણી, અમદાવાદઃ દેશ અને દુનિયાભરમાં નદીના એક છેડેથી બીજે છેડે જવા માટે બ્રિજ જેને આપણે પુલ પણ કહીએ છે તે બનાવવામાં આવ્યાં છે. ભારતની સરખામણીએ દુનિયાના અન્ય સમૃદ્ધ દેશોમાં આ બ્રિજની સંખ્યા ખુબ જ વધારે છે. અને ત્યાંના બ્રિજ ભારતની સરખામણીએ ખુબ જ વિષય, મજબુત, લાંબા અને મોટો હોય છે. તેમાં અનેકવિધ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. ધીરે ધીરે હવે ભારતમાં પણ સી-લીંક પ્રકારના આધુનિક બ્રિજ બનાવવામાં આવી રહ્યાં છે. તેમજ ભારતની નદીઓ પર દાયકાઓ પહેલાં બનાવવામાં આવેલાં બ્રિજ આજે પણ અડીખમ કઈ રીતે ઉભા છે તે પણ વિચારવા જેવી બાબત છે. ગુજરાતના અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર દાયકાઓ પહેલાં અંગ્રેજોના સમયમાં બનાવવામાં આવેલો એલિસબ્રિજ પણ એનું ઉત્તમ ઉદાહરણ છે. આજના આધુનિક યુગમાં પહાડો હોય કે નદી કે પછી જમીની અંદર બધે જ વિશાળ પુલ જોવા મળતા હોય છે.પરંતુ જમીન પર અને નદી પર પુલ બનવવાની ટેકનિક અલગ અલગ હોય છે. ત્યારે શું તમે ક્યારેય એવું વિચાર્યું છેકે, નદીના વહેતા પાણી પર પુલ બનાવવાનું કેવી રીતે શક્ય બન્યું? આ સવાલનો જવાબ જાણવા માટે તમારે આ આર્ટીકલ વાંચવો પડશે.

ફિલ્મોમાં પણ દર્શાવાય છે કેટલા ખાસ દ્રશ્યો

1/6
image

ફિલ્મોમાં પણ કેટલા ખાસ દ્રશ્યો વહેતી નદી પર બાંધેલા પુલ પર દર્શાવવામાં આવે છે.તો રિયલ લાઈફમાં પણ લોકોને નદી પરના પુલ પર સમય વિતાવવો ખુબ જ પસંદ હોય છે.પરંતુ પુલ પર ઉભેલા તમામ વ્યક્તિઓને મનમાં એ સવાલ થતો હશે કે વહેતા પાણી પર પુલ કેવી રીતે બનાવ્યો હશે.તો આજે તમને જણાવીશું કે કેવી રીતે વહેતા પાણીમાં પણ બ્રિજ બનાવી શકાય છે.

 

 

 

Prepaid Phone ધારકો માટે રાહતના સમાચાર! ગ્રાહકો સરળતાથી રિચાર્જ કરી શકે તે માટે RBI ની મોટી જાહેરાત

નદી અને વહેતા પાણી વચ્ચે ખુબ જ મુશ્કેલ છે કામ

2/6
image

સ્વાભાવિક રીતે વિશાળ પુલ બનાવવા સરળ નથી હોતા.તેમા પણ નદી અને વહેતા પાણી વચ્ચે ખુબ જ મુશ્કેલ હોય છે.પરંતુ આધુનિક ટેક્નોલોજીની મદદ એ પણ શક્ય બન્યું છે.લાંબી નદીઓના વહેતા ધોધ વચ્ચે પણ મોટા મોટા બ્રિજ ઉભા કરી દેવામાં આવે છે.જેમાં કેટલી ખાસ પદ્ધિતિઓ હોય છે.જેના પાણી વચ્ચે પણ બ્રિજ ઉભા થઈ જાય છે.

 

 

 

Petrol ના ભાવ ગમે તેટલાં વધે તમારા ખિસ્સાને નહીં થાય અસર, આ SCOOTERS બચાવશે તમારા પૈસા!

વહેતી નદીમાં કઈ રીતે બાંધવામાં આવે છે પુલ?

3/6
image

નદી પર ઘણા પ્રકારના પુલ બાંધવામાં આવતા હોય છે.વહેતા પાણી વચ્ચે બીમ અને સસ્પેન્સન ટાઈપ બ્રિજ બનાવતા પહેલા નદી વિશે રિસર્ચ કરવામાં આવે છે.નદીમાં પાણી કેટલું ઊંડું છે. પુલ કેટલો ભાર સહન કરી શકે છે. નદીની નીચે રહેલી માટી કેવા પ્રકારની છે.વગેરે બાબતો અંગે રિસર્ચ કરી પુલ બાંધવામાં આવતા હોય છે.

 

 

 

Taarak Mehta...ની આ એકટ્રેસનું ફિગર જોઈ બોયફ્રેન્ડથીના રહેવાયું, ફર્સ્ટ ડેટ પર જ સેક્સ કરવા કર્યો ફોર્સ, પછી બન્યુ એવું...

નદી પર પુલ બાંધાવા આટલું જરૂરી

4/6
image

નદી અંગે રિસર્ચ કર્યા બાદ પુલ માટેનો પ્લાન તૈયાર કરવામાં આવે છે.તે મુજબ નદીમાં જ પુલનો પાયો નાખવામાં આવે છે જેને કોફરડેમ(Cofferdam) કહે છે. કોફરડેમ થોડે અંશે ડ્રમ જેવા હોય છે. આ મજબુત કોફરડેમને ક્રેન મારફતે નદીમાં લગાવાય છે.જેથી નદીનું પાણી તેની આસપાસ વહે છે પણ અંદર નથી આવતું.જો નદીનું પાણી વધારે ઊંડું હોય તો પુલ બનાવવા માટે કોફરડેમનો ઉપયોગ નથી થતો.  

 

 

કેમ ભારતીય સ્ત્રીઓ પહેરે છે નાકમાં નથણી? જાણો માન્યતાથી લઈ ફેશન બન્યા સુધીની નથણીની કહાની

બ્લોક્સથી બનાવાય છે નદી પર પુલ

5/6
image

નદીનું પાણી વધારે ઊંડુ હોય તો બ્લોક્સથી પુલ બનાવવામાં આવે છે.આ બ્લોક્સ નદીની અંદર નહીં પણ બીજી સાઈટ પર બનાવાય છે.જે તૈયાર થઈ ગયા બાદ નદીમાં બનાવેલા પિલ્લર વચ્ચે લગાવવામાં આવે છે.જો કે ઘણા પુલ પિલર વગરના પણ હોય છે.જેને બનાવવા માટે અલગ પદ્ધતિ હોય છે.

 

 

 

વધતા પેટ્રોલના ભાવથી કંટાળ્યા હોવ તો આ Tips અપનાવો, પછી એકવાર પેટ્રોલ ભરાવશો તો મહિના સુધી ચાલશે Bike!

પુલ બનાવવા રાખવી પડે છે ખુબ જ કાળજી

6/6
image

વહેતી નદી પર મજબુત અને ટકાઉ પુલ બનવાવા ખુબ મહેનત કરવી પડતી હોય છે.નદીની ઉંડાઈ, પાણીના ધોધની તાકાત સહિતની બાબતો અંગે ખુબ રિસર્ચ કરવું પડે છે.જો પુલ બનાવવામાં નાની એવી બેદરકારી રહી જાય તો પણ પુલ તૂટી શકે છે.જેથી સંપૂર્ણ માહિતી મેળવી પરફેક્ટ પ્લાન તૈયારી કરી નદી પર પુલ બનતા હોય છે.

 

 

શું તમારી પાસે છે 2 રૂપિયાનો જૂનો સિક્કો, તો તમે પણ બની શકો છો લખપતિ, જાણો કેવી રીતે...