WhatsApp માં હવે Chatting કરવામાં આવશે વધારે મજા, મળશે આ નવા દમદાર ફીચર

નવી દિલ્લીઃ આવનારા દિવસોમાં WhatsApp યૂઝર્સને ઘણા નવા ફીચર મળવાના છે. વ્હોટ્સએપમાં આવી રહેલા નવા ફીચર એકદમ દમદાર છે. WhatsApp Android અને IOS ઘણી નવી સુવિધા પર કામ કરી રહ્યું છે. ત્યારે અમે તમને જણાવીએ કે કયા 5 ફીચર તમને ટૂંક સમયમાં મળવાના છે.

ડિસ અપિરિંગ મોડ (Disappearing Mode)

1/5
image

WhatsApp પહેલાંથી જ સંદેશાઓને ગાયબ કરવાની સુવિધા આપતું આવ્યું છે. અને હવે વોટ્સએપ આ સુવિધાનો વિસ્તાર રહ્યું છે.

 

વ્હોટ્સએપમાં પહેલાથી જ મેસેજ ડિલેટ કરવાની સુવિધા છે ત્યારે હવે તે સુવિધામાં પણ અપડેટ આવવાની છે. ફેસબુકના CEO માર્ક જુકરબર્ગના એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, વ્હોટ્સએપમાં એક ગાયબ કરવાવાળું ફીચર એડ થવાનું છે. જે તમને તમામ ચેટ થ્રેડ્સમાં મેસેજ ગાયબ કરવા દેશે.

મલ્ટીપલ ડિવાઈસ સપોર્ટ (Multiple device support)

2/5
image

વ્હોટ્સએપ મહિનાઓથી Multiple device supportનું પરીક્ષણ કરે છે અને આખરે તેની પુષ્ટિ થઈ ગઈ કે તે જલ્દી જ આવી જશે. WaBetaInfoના એક રિપોર્ટ અનુસાર બે મહિનામાં Multiple device supportને સાર્વજનિક બીટામાં પ્રવેશ અપાશે. જાણકારી મુજબ, જો  તમને આ નવું ફીચર મળી જશે પછી તમને એક જ સમયે એકથી વધુ ડિવાઈસ પર વ્હોટ્સએપ લોગ ઈન કરવા મળશે.

વ્યૂ વન્સ ફીચર (View Once feature)

3/5
image

જુકરબર્ગે આ પુષ્ટિ કરી કે વ્હોટ્સએપમાં એક 'View Once feature'  લાવવાનું આયોજન છે. જે ઉપયોગકર્તાને ફોટો અને વીડિયો શેર કરવાની અનુમતિ આપશે જેને માત્ર એકવાર જ જોઈ શકાશે. આ ઈન્સ્ટાગ્રામના ગાયબ થઈ રહેલા ફોટો અને વીડિયો ફીચર સમાન છે.

મિસ્ડ ગ્રુપ કોલ્સ (Missed Group Calls)

4/5
image

વ્હોટ્સએપ એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે જે તમને તે ગ્રુપ કોલ્સમાં શામેલ કરશે જેને તમે મિસ કરી ચૂક્યા છો. તેનો મતલબ છે કે, કોઈ તમને ગ્રુપ કોલમાં શામેલ કરવાની રિકવેસ્ટ મોકલે છે અને તમે તે સમયે તેમાં નથી જોડાતા તો પાછળથી પણ તમને તે ગ્રુપમાં જોડાવાનો વિકલ્પ મળશે.

વ્હોટ્સએપ રીડ લેટર (WhatsApp Read Later)

5/5
image

WaBetaInfoના રિપોર્ટ મુજબ વ્હોટ્સએપ રીડ લેટર ફીચર પર પણ કામ કરી રહ્યું છે. આ ફીચર આર્કાઈવ્ડ ચેટ ફીચરને રિપ્લેસ કરશે અને મેસેઝિંગ એપને ટોપ પર આર્કાઈવ્ડ ચેટને પરત નહીં લાવે.