નવી દિલ્હી: કિસાનોના ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે સોમવારે સોનૂ સૂદ (Sonu Sood)ની નવી ફિલ્મ કિસાન (Kisaan)ની જાહેરાત કરવામાં આવી છે. નિવાસ દ્વારા નિર્દેશિત અને રાજ શાંડિલ્ય તેના પ્રોડ્યૂસર હશે. તેની જાહેરાત કરતા મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ કહ્યું, ફિલ્મ કિસાન માટે શુભેચ્છાઓ, તેના ડાયરેક્ટર ઈ. નિવાસ છે. તેમાં લીડ રોલ સોનૂ સૂદ (Sonu Sood) કરી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- શું કપિલ શર્મા ફરી બનશે પિતા? ટ્વીટ કરી કહ્યું- કાલે આપીશ શુભ સમાચાર


અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ના ટ્વીટનો જવાબ આપતા સોનૂ સૂદ એ લખ્યું, ખુબ ખુબ ધન્યવાદ સર'.


Tandav Trailer: ડિમ્પલ કાપડિયાના રાજકીય દાવ પર 'તાંડવ' કરે છે સૈફ અલી ખાન, જુઓ દમદાર ટ્રેલર


સોનૂએ હાલમાં જ એક બુક લોન્ચ કરી હતી, જેનું શીર્ષક છે 'આઇ એમ નોટ મસીહા'. પહેલા તો કેટલાક લોકોએ સોનૂની ટિકા કરી હતી કે, લોકો તેમના માટે મસીહા શબ્દનો ઉપયોગ શા માટે કરી રહ્યાં છે, કદાચ આ આલોચનાનો જવાબ આપવા માટે સોનૂ સૂદે તેમની બુક માટે આ શીર્ષક પસંદ કર્યું છે.


રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'માં સારા રિજેક્ટ, આ અભિનેત્રીને મળી તક


તમને જણાવી દઇએ કે, સોનૂ સૂદ ગત વર્ષ કોરોના મહામારીના કારણે થયેલા લોકડાઉન દરમિયાન તે જરૂરિયાતમંદો માટે સૌથી આગળ ઉભા રહ્યા હતા જેઓ તેમના ઘરોથી દૂર રોજી રોટી કમાવવા માટે રહે છે. સોનૂએ પ્રવાસી મજૂરોને બસો દ્વારા તેમના ઘરે મોકલ્યા અને ત્યારબાદ દરેક રીતે મૂશ્કેલીમાં ઘેરાયેલા લોકોની મદદ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદથી લોકો સોનૂ સૂદને મજૂરોના મસીહા અને બોલીવુડના રિયલ સુપરહીરો જેવા નામથી બોલાવવા લાગ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube