રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'માં સારા રિજેક્ટ, આ અભિનેત્રીને મળી તક

ફિલ્મ ફેરે સોર્સના હવાલાથી લખ્યું, કેટલાક મોટા અને જાણીતા ચહેરાઓએ આ રોલ માટે ઓડિશન આપ્યું. સારા અલી ખાને આ રોલ માટે ઓડિશન આપ્યું. પરંતુ ફિલ્મ મેકર તૃપ્તિના કામ અને ઓડિશન ટેપથી ઇમ્પ્રેસ જોવામળ્યા. 

રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'માં સારા રિજેક્ટ, આ અભિનેત્રીને મળી તક

નવી દિલ્હીઃ અભિનેતા રણબીર કપૂર ફિલ્મ કબીર સિંહના ડાયરેક્ટર સંદીપ વાંગા રેડ્ડી સાથે કામ કરતો જોવા મળશે. તેમના પ્રોજેક્ટનું નામ 'એનિમલ' છે. ફિલ્મમાં અનિલ કપૂર, બોબી દેઓલ અને પરિણિતી ચોપડા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની જાહેરાત થઈ ગઈ છે. હવે સમાચાર છે કે ફિલ્મમાં રણબીર કપૂરની વિરુદ્ધ અભિનેત્રી તૃપ્તિ ડિમરીને ફાઇનલ કરી લેવામાં આવી છે. 

સારા અલી ખાને આપ્યું હતું ઓડિશન
ફિલ્મ ફેરે સોર્સના હવાલાથી લખ્યું, કેટલાક મોટા અને જાણીતા ચહેરાઓએ આ રોલ માટે ઓડિશન આપ્યું. સારા અલી ખાને આ રોલ માટે ઓડિશન આપ્યું. પરંતુ ફિલ્મ મેકર તૃપ્તિના કામ અને ઓડિશન ટેપથી ઇમ્પ્રેસ જોવામળ્યા. તેમનો વિચાર છે કે તૃપ્તિ કેરેક્ટરમાં તાજગી અને યંગ અપીલ લાવી શકશે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by anilskapoor (@anilskapoor)

બ્રહ્માસ્ત્રને લઈને ચર્ચામાં રણબીર
વર્ક્રફ્રંટની વાત કરીએ તો રણબીર અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઈને ચર્ચામાં છે. બ્રહ્માસ્ત્રમાં રણબીરની સાથે આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન મહત્વની ભૂમિકામાં જોવા મળશે. મૌની રોય ફિલ્મમાં વિલેનની ભૂમિકામાં છે. મહત્વનું છે કે રણબીર કપૂર છેલ્લા રાજકુમાર હિરાનીની ફિલ્મ સંજૂમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ સંજય દત્તની બાયોપિક હતી. ફિલ્મને ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો. મૂવી બ્લોકબસ્ટર હિટ હતી. 

Katrina, Aishwarya બાદ હવે આ અભિનેત્રી નિભાવશે  'ગ્લેમરસ ચોરની'ની ભૂમિકા  

તો પર્સનલ લાઇફમાં રણબીર કપૂર આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યો છે. બંન્ને જલદી લગ્ન કરવાના છે. રણબીર આલિયા ભટ્ટ અને પરિવારની સાથે ન્યૂયર સેલિબ્રેટ કરવા માટે રણથંભૌર ગયા છે. અહીં તેણે ખુબ મજા માણી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news