Deepika Padukone Birthday: નામ હૈ તેરાથી બેશરમ રંગ સુધી, જાણો કેવી રહી દીપિકા પાદુકોણની સફર...
Deepika Padukone Birthday: બોલીવુડની ટોપ-10 અભિનેત્રીઓની વાત થાય તો સૌથી પહેલા નામ આવે એ અભિનેત્રી છે દીપિકા પાદુકોણ. દીપિકા પાદુકોણ અદાકારથી ફેન્સ દિવાના થઈ રહ્યા છે. ત્યારે અભિનેત્રીના જન્મ દિવસે જાણો તેના વિશેની કેટલીક રોચક વાતો.
Deepika Padukone Birthday: બોલીવુડની ડિમ્પલ ગર્લ દીપિકા પાદુકોણનો આજે 37મો જન્મ દિવસ છે. દીપિકા પાદુકોણ આજના સમયમાં સૌથી વધુ લોકપ્રિય અને ડિમાન્ડ વાળી અભિનેત્રી છે. ઓમ શાંતિ ઓમથી બોલીવુડમાં એન્ટ્રી કરનાર દીપિકાની પઠાણ સુધીની કેવી સફર રહી છે. આવો જાણીએ આ રોમાંચક સફર.
ડેનમાર્કમાં જન્મેલી દીપિકા કેવી રીતે બની બોલીવુડની 'શાંતિ'-
ડેનમાર્કમાં જન્મેલી અને ભારતમાં ઉછરેલી દીપિકા પાદુકોણનું બાળપણથી જ લક્ષ્ય હતું કે પિતા પ્રકાશ પાદુકોની જેમ વિશ્વ કક્ષાની બેડમિન્ટન ખેલાડી બનવાનું. દીપિકાનો જન્મ 5 જાન્યુઆરી 1986ના રોજ ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેના પિતા પ્રકાશ પાદુકોણ ભૂતપૂર્વ બેડમિન્ટન ખેલાડી છે અને તેની માતા ઉજ્જલા એક ટ્રાવેલ એજન્ટ છે. તો તેની નાની બહેન અનીશા ગોલ્ફર છે. દીપિકા પાદુકોણ માત્ર એક વર્ષની હતી ત્યારે તેનો પરિવાર બેંગ્લોર શિફ્ટ થયો હતો. જેથી દીપિકાએ પ્રારંભિક શિક્ષણ બેંગ્લોરની સોફિયા હાઈસ્કૂલમાં મેળવ્યું હતું. આ પછી તેણે માઉન્ટ કાર્મેલ કોલેજમાંથી અભ્યાસ પૂરો કર્યો. સમાજશાસ્ત્રમાં બી.એની ડિગ્રી મેળવવા ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. પરંતુ મોડલિંગની દુનિયામાં પગ મૂકતા અભ્યાસ છોડી દીધો હતો.
આ પણ ખાસ વાંચોઃ
Post Officeમાં રોકાણ છે તો આટલા મહિનામાં જ થઈ જશે ડબલ, ગેરંટી સાથે મળશે મોટો નફો
નોકરિયાતો માટે ખુશખબરી, આટલો ઉંચો પગાર હશે તો પણ નહીં ભરવો પડે Income Tax!
Adhar Card Update : પુરાવા વિના પણ કઈ રીતે બદલી શકો છો આધાર કાર્ડમાં એડ્રેસ? જાણો
અંગ્રેજોની મદદને ઠોકર મારી, આ ગુજરાતીએ કેમિકલ ક્ષેત્રે ભારતને બનાવ્યું આત્મનિર્ભર
પહેલી વખત નામ હૈ તેરા ગીતમાં જોવા મળી-
કારકિર્દીની શરૂઆતમાં દીપિકાએ લિરિલ સાબુ માટે ટેલિવિઝન કમર્શિયલ સાથે જોડાઈ ઓળખ મેળવી હતી. આ સાથે અન્ય ઘણી બ્રાન્ડ માટે પણ મોડલિંગ કર્યું છે. તો વર્ષે 2005માં દીપિકા પાદુકોણે ડિઝાઇનર સુનીત વર્મા માટે લેક્મે ફેશન વીકમાં ભાગ લીધો. તો કિંગફિશર ફેશન એવોર્ડ્સમાં મોડલ ઓફ ધ યર એવોર્ડ પણ દીપિકાએ જીત્યો છે. તે બાદ 21 વર્ષની ઉંમરે દીપિકા પાદુકોણ મુંબઈ આવી માસીના ઘરે રહેવા લાગી હતી. તો 2006માં દીપિકાએ પહેલી વખત હિમેશ રેશમિયાના આલ્બમ આપ કા સુરૂરના ગીત નામ હૈ તેરામાં જોવા મળી હતી. બસ અહીં તેના કરીયરની જે શરૂઆત થઈ કે તેણે પાછું વળીને જોયું નથી. પરંતુ શરૂઆતમાં તેણે ઓફરને ઈન્કાર કરી અનુપમ ખેરની ફિલ્મ એકેડમીમાં અભ્યાસક્રમ માટે પ્રવેશ મેળવ્યો હતો.
ટોલીવુડ, બોલિવુડ અને હોલિવુડમાં મારી એન્ટ્રી-
બોલીવુડમાં એન્ટ્રી માર્યા પહેલાં વર્ષ 2006માં દીપિકા પાદુકોણે કન્નડ ફિલ્મ ઐશ્વર્યામાં અભિનેતા ઉપેન્દ્ર સાથે ફિલ્મની શરૂઆત કરી હતી. તે બાદ તેણે બોલીવુડમાં એન્ટ્રી મારી ફેન્સના દિલ જીત્યા. ફિલ્મ નિર્દેશક ફરાહ ખાને દીપિકા પાદુકોણને ઓમ શાંતિ ઓમમાં અભિનેત્રીના રોલમાં કાસ્ટ કરી. બોલીવુડના બાદશાહ શાહરુખ ખાન સાથે પોતાની પહેલી ફિલ્મ કરી દીપિકા પાદુકોણ બોલીવુડમાં છવાઈ ગઈ હતી. એટલું જ નહીં પણ વર્ષ 2017માં દીપિકા પાદુકોણે એક્ટર વિન ડીઝલ સાથે હોલીવુડ ફિલ્મ xxx રિર્ટન ઓફ ઝેન્ટર કેઝમાં પણ કામ કર્યું હતું.
એક સમયે લાગ્યું કે કરિયર ખતમ-
બોલીવુડમાં રાતોરાત ચમકેલી દીપિકા પાદુકોણની સફર પણ ખૂબ સંઘર્ષથી ભરેલી છે. બોલીવુડમાં પગ જમાવ્યા બાદ વર્ષ 2010 અને 2011 દીપિકા માટે સારા નહોંતા રહ્યા. દીપિકા પાદુકોણની આરક્ષણ અને દેશી બોયઝ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ હતી. તો ફિલ્મો ફ્લોપ થતા ટિકાઓ અને રિજેક્શન પણ થવા લાગ્યા. પરંતુ દીપિકાએ હાર ના માની અને વર્ષ 2012માં ફિલ્મ રોમ-કોમ કોકટેલમાં દીપિકાએ શાનદાર અભિનય કર્યો. આ ફિલ્મ દીપિકા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. જે બાદ દીપિકાનો સિતોરો સતત ચમકતો રહ્યો છે. જેમાં પીકુ, બાજીરાવ મસ્તાની, યે જવાની હૈ દીવાની, ગોલિયોં કી રાસલીલા રામ-લીલા, હેપ્પી ન્યૂ યર જેવી હિટ ફિલ્મો આપી હતી.
પઠાણથી વિવાદોમાં ઘેરાઈ દીપિકા-
25 જાન્યુઆરી 2023ના રોજ દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ રિલિઝ થવાની છે. પરંતુ આ ફિલ્મના ગીતમાં દીપિકાએ પહેરેલા ડ્રેશ વિવાદોની આગ લગાવી હતી. બેશરમ રંગ અને ઝુમે જો પઠાણ ગીતના લીધે દીપિકા ખૂબ જ ટ્રોલ થઈ છે. પરંતુ દીપિકા એટલી મજબૂત મનોબળની છે કે તેને નેગેટિવ ટિપ્પણીઓથી કોઈ ફરક નથી પડતો.
આ પણ ખાસ વાંચોઃ
ભારત માટે આ 5 બોલરોએ ફેંક્યો સૌથી ઝડપી બોલ, આ બોલરે ટોપ પર 155ની સ્પીડથી ફેંક્યો બોલ
Health Care Tips: જંક ફૂડની જગ્યાએ આ વસ્તુઓ ખાઓ, બોડી હંમેશા રહેશે હિટ એન્ડ ફિટ
નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને મોદી સરકારની મંજૂરી, 6 લાખ લોકોને મળશે નોકરી
બસ આ 7 વાતનું રાખો ધ્યાન, તમારી ગાડીમાં ક્યારેય નહીં લાગે આગ!