Hrithik Roshan on Kangana slapped : કંગના રનૌત સાથે હાલમાં જે પણ થયું, તેના પર અનેક લોકોના રિએક્શન આવ્યા છે. અનેક સેલિબ્રિટીએ કંગનાને સપોર્ટ કર્યો છે, તો સોશિયલ મીડિયા પર અનેક લોકો તેની ચર્ચા પર કોમેન્ટ કરી રહ્યાં છે. હવે રિતીક રોશન પણ કંગનાના સપોર્ટમાં આવ્યા છે, બંને વચ્ચે વર્ષો પહેલા વિવાદ થયો હતો. તેમણે કંગનાના સપોર્ટમાં પોસ્ટ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું હતી પોસ્ટ
પત્રકાર ફાય ડીસૂઝાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું હતું કે, જે હાલમાં સાંસદ કંગના રનૌત સાથે એરપોર્ટ પર થયું, હિંસા ક્યારેય કોઈ બાબતનો જવાબ ન હોઈ શકે છે. ખાસ કરીને આપણા દેશમાં જ્યાં ગાંધીજીને અહિંસાના પૂજક માનવામાં આવે છે. તેનાથી કોઈ ફરક પડતો નથી. આપણે કોઈના વિચારો અને નિવેદનોથી કેટલા અસહમત છીએ, આપણે હિંસાથી તેની પ્રતિક્રીયા આપી શક્તા નથી અને તેની નિંદા ન કરવી જોઈએ. આ તો બહુ જ ખતરનાક છે, જ્યારે યુનિફોર્મ પહેરીને સુરક્ષા કર્મીઓ જ હિંસા કરશો. તો જરા વિચારો કે ગત દસ વર્ષોમાં આપણાંથી જે લોકોએ સત્તા પર સવાલ ઉઠાવ્યા હતા, તેમના પર એરપોર્ટ પર એ કોન્સ્ટેબલો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોત તો તે સત્તાથી સહમત થાત. 


ગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે આવ્યો વરસાદ, હિંમતનગરમાં મેઘરાજાની જોરદાર બેટિંગ


દક્ષિણ ગુજરાતના લોકોને મોટો ઝટકો, અમૂલ બાદ હવે સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો


રિતીક રોશને તેને લાઈક કરી
આ પોસ્ટને રિતીક રોશને લાઈક કરી છે. જેનાથી ફેન્સ અંદાજ લગાવી રહ્યા છે કે, તેનો મતલબ કે રિતીક રોશન પણ માને છે કે, કંગના સાથે જે પણ થયું તે ખરાબ થયું છે. આમ તા રિતીક રોશન ઉપરાંત તેની પોસ્ટને આલિયા ભટ્ટ, અર્જુન કપૂર, ભૂમિ પેંડનેકર, રાજકુમાર રાવ, સોનાક્ષી સિન્હા અને એક્તા કપૂરે લાઈક કરી છે. 


બંને વચ્ચેનો વિવાદ
કંગના અને રિતીકની વાત કરીએ તો બંને વચ્ચે વર્ષો પહેલા બહુ વિવાદ થયો હતો. કંગનાએ એક્ટરને પોતાનો એક્સ બોયફ્રેન્ડ બતાવ્યો હતો. તેના બાદ કંગનાએ એક્ટરને લઈને બહુ જ શોકિંગ દાવો કર્યો હતો કે, ફિલ્મ ક્રિષ-3 દરમિયાન બંને વચ્ચે અફેર શરૂ થયું હુત. પંરતું બાદમાં બંને અલગ થયા હતા. 


કોણ બનશે મંત્રી? ગુજરાતમાંથી માંડવિયા અને પાટીલને આવ્યો ફોન, આ નામ પણ ચર્ચામાં