કોણ બનશે મંત્રી? ગુજરાતમાંથી માંડવિયા અને પાટીલને આવ્યો ફોન, આ નામ પણ ચર્ચામાં

Narendra Modi Shapath Grahan : PM મોદીની કેબિનેટમાં ગુજરાતના કેટલા સાંસદોને મળશે સ્થાન તેના પર સૌની નજર, ગુજરાતમાંથી અમિત શાહ, એસ.જયશંકર, પાટીલ, માંડવિયા. નીમુબેન બાંભણિયા બનશે મંત્રી, શપથ માટે જાણ કરાઈ  

કોણ બનશે મંત્રી? ગુજરાતમાંથી માંડવિયા અને પાટીલને આવ્યો ફોન, આ નામ પણ ચર્ચામાં

Modi Cabinet : હાલ દેશભરમા એક જ વાતની ચર્ચા થઈ રહી છે. મોદીની નવી સરકારમાં કોને મંત્રીપદ મળશે. એનડીએની ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે, ત્યારે હવે સૌની નજર મંત્રી બનવા પર છે. મંત્રીપદ માટે અનેક નેતાઓ રેસમાં છે, પરંતું કોને કોને મંત્રી બનાવાય છે તે મહત્વનું છે. હાલ સંભવિત મંત્રીઓને દિલ્હીથી ફોન થઈ રહ્યં છે. ત્યારે ગુજરાતમાંથી કયા નેતાઓને મંત્રીપદની લોટરી લાગે છે તે મહત્વનં છે. આ વચ્ચે ગુજરાતમાંથી મનસુખ માંડવિયા અને સીઆર પાટીલને ફોન આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ઉપરાંત અમિત શાહ, એસ.જયશંકર પણ મંત્રી બનશે તેવી અટકળો તેજ છે. આ ઉપરાંત ગુજરાતના મહિલા સાંસદ નીમુબેન બાંભણિયાનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. જોકે, આ વખતે પરસોત્તમ રૂપાલાનું પત્તુ કપાય તેવી શક્યતા છે. 

નવી મોદી સરકારમાં ગુજરાતથી કેટલાક સાંસદોને મંત્રીપદ મળી શકે છે. અમિત શાહને ફરી મોટી જવાબદારી મળી શકે છે. તો મનસુખ માંડવિયાને ફરી મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. આ ઉપરાંત સી. આર. પાટીલને મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે. જોકે, આ વચ્ચે સીઆર પાટીલ અને મનસુખ માંડવિયાને ફોન આવ્યો હોવાની ચર્ચા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને દિલ્હીથી ફોન આવ્યો છે. ગુજરાત ભાજપ સંગઠન બાદ હવે કેન્દ્રની સરકારમાં સી. આર. પાટીલને મોટી જવાબદારી મળી શકે છે. પાટીલ નવસારીથી સાડા સાત લાખ કરતા વધારે મતથી જીત્યા છે. તેઓ નવસારીથી ચોથીવાર સાંસદ બન્યા છે. હાલ પાટીલ પીએમ આવાસ પર પહોંચ્યા છે. 

તો બીજી તરફ, પોરબંદરના સાંસદ ડૉ.મનસુખ માંડવીયા ફરીથી કેન્દ્રમાં મંત્રી બને તેવી શક્યતા છે. ડો.મનસુખ માંડવીયાને ફોન કરી જાણ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી તરીકે લેવામાં આવતા શુભેચ્છાઓ આપવા આગેવાનો પહોંચ્યા છે. દિલ્હી ખાતે પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા સહીત આગેવાનોએ દિલ્હી ખાતે મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ આપી હતી. આ વચ્ચે નવું નામ જે ચર્ચામાઁ છે તે ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા છે. 

gujarat_delhi_zee.jpg

કેવી હશે નવી મોદી કેબિનેટ
ઉલ્લેખનીય છે કે, આજે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. આજે સાંજે સવા સાત કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્ર મોદી અને તેમનું મંત્રી મંડળ શપથ લેશે. આજનો દિવસ ખાસ એટલા માટે છે, કારણ કે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર પીએમ બની ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. જવાહરલાલ નહેરુ પછી પ્રધાનમંત્રીના પદ માટે હેટ્રિક કરનાર નરેન્દ્ર મોદી પહેલા નેતા છે. પ્રધાનમંત્રીની સાથે ક્યા ક્યા સાંસદો મંત્રી પદની શપથ લે છે તેના પર પણ સૌની નજર છે. મળતા અહેવાલો પ્રમાણે મોદી કેબિનેટમાં આ વખતે અનુભવી અને યુવા ચહેરાઓનું મિશ્રણ જોવા મળી શકે છે. શપથ ગ્રહણ પહેલા શનિવારે ભાજપની મહત્વની બેઠક મળી હતી. જેમાં કેબિનેટના નામો પર ચર્ચા કરવામાં આવી. ભાજપે સહયોગી દળની ઈચ્છા પણ પુછી છે. અને સર્વ સમાવેશી કેબિનેટ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

 

ગુજરાતમાંથી કોણ બની શકે છે મંત્રી?  
અમિત શાહ, સી.આર.પાટીલ, પરશોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, એસ.જયશંકર, જે.પી.નડ્ડા

2014માં ગુજરાતમાં કોણ હતું મંત્રી?  
અરુણ જેટલી, સ્મૃતિ ઈરાની, મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા, મોહન કુંડારિયા, જશવંતસિંહ ભાભોર, હરિભાઈ ચૌધરી, મનસુખ વસાવા  

2019માં ગુજરાતમાં કોણ હતું મંત્રી?  
એસ.જયશંકર, મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા, અમિત શાહ, દેવુસિંહ ચૌહાણ, દર્શના જરદોશ, મહેન્દ્ર મુંજપરા 

ગુજરાતમાંથી કોણ દિલ્હી ગયું 
શપથગ્રહણના સાક્ષી બનવા ગુજરાતના નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો દિલ્હી પહોંચ્યા છે. ગુજરાતના સાંસદો, MLA સહિત જીતુ વાઘાણી દિલ્હી પહોંચ્યા છે. આ ઉપરાંત ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા દિલ્હી પહોંચ્યા છે. દસાડાના ધારાસભ્ય પી.કે. પરમાર અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દિલ્હી છે. ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા, પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દિલ્હીમાં છે. વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડા પણ દિલ્લી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news