મુંબઈ: બોલીવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર (Urmila Matondkar)નું અધિકૃત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું હતું. આ કારણે ઉર્મિલા ખુબ પરેશાન હતી. મુંબઈ પોલીસના સાઈબર સેલમાં ફરિયાદ કરી હતી. એકાઉન્ટ હેક થવાની જાણકારી ઉર્મિલાએ પોતે આપી હતી. ગુરુવારે તેનું ઈન્ટાગ્રામ એકાઉન્ટ રિકવર કરી લેવાયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશાંતના નિધનની ગણતરીની મિનિટો પહેલા રિયાએ કરી હતી એક પોસ્ટ, જાણો કોને કરતી હતી મિસ?


ઉર્મિલાએ મુંબઈ પોલીસનો માન્યો આભાર
ઉર્મિલાએ ગુરુવારે બપોરે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને મુંબઈ પોલીસ (Mumbai Police) ને તરત કાર્યવાહી કરીને તેનું એકાઉન્ટ રિકવર કરવા બદલ ધન્યવાદ પાઠવ્યા. જો કે અભિનેત્રીએ ફરિયાદ કરી હતી કે તેની કેટલીક પોસ્ટ હજુ પણ ગાયબ છે. ઉર્મિલાએ લખ્યું કે અને હું પાછી ફરી...ધન્યવાદ ઈન્સ્ટાગ્રામ અને મુંબઈ પોલીસ તમારા સહયોગ બદલ, પરંતુ મારી હજુ પણ કેટલીક પોસ્ટ મિસિંગ છે. મારા ઈન્સ્ટા પરિવારને ખુબ ખુબ પ્રેમ.


બોલિવુડ સ્ટાર્સના મોબાઈલમાંથી ડ્રગ્સ કનેક્શન શોધવાની જવાબદારી ગાંધીનગર FSL ના શિરે


એકાન્ટ હેક થતા જ ડિલિટ થઈ હતી તસવીરો
ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયા બાદ ઉર્મિલાની પોસ્ટ ડિલિટ થઈ હતી. તેમાંથી કેટલીક રિકવર કરી  લેવાઈ. કેટલીક હજુ પણ ગાયબ છે. આ સાથે જ એકાઉન્ટ હેક થતા જ ઉર્મિલાના એકાઉન્ટથી કોઈને ફોલો પણ કરી શકાતું નહતું. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube