બોલિવુડ સ્ટાર્સના મોબાઈલમાંથી ડ્રગ્સ કનેક્શન શોધવાની જવાબદારી ગાંધીનગર FSL ના શિરે

મુંબઇ એક્ટર્સનો ડ્રગ્સ લેવાનો મામલો ગુજરાત સુધી પહોંચ્યો છે. NCB એ ડ્રગ્સનું પગેરું મેળવા માટે ગુજરાત એફએસએલની મદદ લીધી છે. ગાંધીનગર FSLએ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર તેમજ ડ્રગ પેડલર્સના 80થી વધારે ફોનમાંથી ડેટા રિકવર કર્યા છે. ગાંધીનગર FSLએ વોટસએપ કોલ-ચેટ, વીડિયો ક્લિપ્સ સહિતનો બે વર્ષનો ડેટા NCBને આપ્યો છે. મોબાઈલમાંથી મળેલા ડેટાને આધારે હીરો અને હિરોઈનના ડ્રગ્સ પેડલર સાથેના કનેક્શન NCB શોધશે. હજુ 70થી વધુ ફોનમાંથી ડેટા રિકવર કરવાનો બાકી છે. 
બોલિવુડ સ્ટાર્સના મોબાઈલમાંથી ડ્રગ્સ કનેક્શન શોધવાની જવાબદારી ગાંધીનગર FSL ના શિરે

ઝી મીડિયા/બ્યૂરો :મુંબઇ એક્ટર્સનો ડ્રગ્સ લેવાનો મામલો ગુજરાત સુધી પહોંચ્યો છે. NCB એ ડ્રગ્સનું પગેરું મેળવા માટે ગુજરાત એફએસએલની મદદ લીધી છે. ગાંધીનગર FSLએ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર તેમજ ડ્રગ પેડલર્સના 80થી વધારે ફોનમાંથી ડેટા રિકવર કર્યા છે. ગાંધીનગર FSLએ વોટસએપ કોલ-ચેટ, વીડિયો ક્લિપ્સ સહિતનો બે વર્ષનો ડેટા NCBને આપ્યો છે. મોબાઈલમાંથી મળેલા ડેટાને આધારે હીરો અને હિરોઈનના ડ્રગ્સ પેડલર સાથેના કનેક્શન NCB શોધશે. હજુ 70થી વધુ ફોનમાંથી ડેટા રિકવર કરવાનો બાકી છે. 

આ પણ વાંચો : રામાયણના અભ્યાસમાં પડ્યો વિદેશી વિદ્યાર્થીઓને રસ, સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટીના ઓનલાઈન ક્લાસમાં જોડાયા

એફએસએલ પાસે બોલિવુડ સ્ટાર્સના 100 થી વધુ ગેજેટ્સ આવ્યા
બોલિવુડ એક્ટર સુશાંત સિંહની આત્મહત્યા બાદ બોલિવુડ સ્ટાર્સના ડ્રગ્સના રહસ્યો ખુલ્લા પડ્યા છે. અનેક સ્ટાર્સ ડ્રગ્સ લેવાના મામલે સપડાયા છે. જેમાં હવે એનસીબી ગાંધીનગર FSLમાં પહોંચ્યું છે. ગાંધીનગર એફએસએલ પાસે બોલિવુડ સ્ટાર્સના 100 થી વધુ ગેજેટ્સ આવ્યા છે. જેમાં 80 જેટલા આઈફોન આવ્યા છે. તેમાંથી 30 મોબાઈલના ડેટાનું એફએસએલ દ્વારા એનાલિસીસ કરવામાં આવ્યું છે. ગાંધીનગર એફએસએલ પાસે આ મોટી કામગીરી આવી છે. જેમાં એકસાથે 100 જેટલા ફોનનું એનાલિસીસ કરવામાં આવે છે. જેમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રિયા ચક્રવર્તી, અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ તથા અન્ય કેટલાક સ્ટાર્સના મોબાઈલ સામેલ છે. આ તમામ સ્ટાર્સના ફોન એનસીબી દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાઁથી વીડિયો ક્લીપિંગ્સ, વોટ્સએપ ચેટ, વોટ્સએપ કોલ તથા અન્ય એપમાંથી માહિતીનું એનાલિસીસ કરવાનું છે. આ તમામ ડેટામાં સ્ટાર્સના ડ્રગ પેડલર સાથેના કનેક્શન શોધવાના છે. 

હજી 70 ગેજેટ્સનું એનાલિસીસ બાકી 
જોકે, હજી પણ અનેક ફોનના ડેટા લેવાના બાકી છે. એફએસએલની ટીમને હજી પણ 70 ગેજેટ્સનું એનાલિસીસ કરવાનું બાકી છે. ગાંધીનગર એફએસએલને આ માટે 15 લાખ રૂપિયાની ફી ચૂકવવામાં આવી છે. આ ફોનમાંથી ડેટા કાઢવો મુશ્કેલ હતો પરંતુ એફએસએલ દ્વારા આ ફોનમાંથી ડેટા કાઢવા માટે ખાસ ટુલ ડેવલપ કર્યું હતું અને તેમાંથી પણ ડેટા રિટ્રાઈવ કરીને એનસીબીને સોંપાયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news