નવી દિલ્હી: શું રિચા ચક્રવર્તી (Rhea Chakraborty)એ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ને ડ્રગ વ્યસની બનાવ્યો અને શું રિયા, તેના ભાઇ શૌબિક અને તેના મિત્રોનું ડ્રગ્સ કનેક્શન છે? આ તે મોટા પ્રશ્ન છે જેનો ખુલાસો સીબીઆઇ કરશે. પરંતુ સુશાંત સિંહ રાજપૂતના કેસની તપાસમાં લાગેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (Narcotics Control Bureau) એ મુંબઇ અને ગોવાથી ત્રણની ધરપકડ કરી છે ત્યારબાદ એક ડ્રગ્સ રેકેટ સામે આવવાની આશંકા છે. બોલીવુડ (Bollywood)માં ડ્રગ્સના આ નશીલા જાળમાં અત્યાર સુધી ઘણી હસ્તીઓ ફસાઇ ચૂકી છે. એવામાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે  જો રિયા ચક્રવર્તીના ચેટ્સમાં ડ્રગ્સ (Drugs)નો ઉલ્લેખ છે અથવા તેમના ડ્રગ્સ લેવાની વાત સાબિત થાય છે તો તેમને શું સજા થઇ શકે છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NDPS Act માં શું સજાની જોગવાઇ
નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટેંસ (NDPS Act ) હેઠળ અલગ-અલગ સજાની જોગવાઇ છે. તેમાં કલમ 15 હેઠળ એક વર્ષ, કલમ 24 હેઠળ 10 વર્ષની સજા તથા એક લાખથી બે લાખ રૂપિયા સુધીનો દંડ અને કલમ 31એ હેઠળ મૃત્યુદંડ સુધીની જોગવાઇ છે. NCB સુશાંત સિંહ રાજપૂતના કેસમાં જે તપાસ કરી રહી છે તો નાર્કોટિક્સ ડ્રગ ( Narcotics drug) અને (Psychotropic substance)ના હેઠળ કરી ચૂકી છે.

સુશાંત સિંહ રાજપૂત પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


માત્રા અને અપરાધ મુજબ નક્કી થાય છે સજા અને દંડ
સજા અને દંડ ડ્રગ્સની માત્રા અને અપરાધ મુજબ બદલાતી રહે છે. જેમ કે નાની અથવ ઓછી માત્રાના કેસમાં એક વર્ષ, કોમર્શિયલ માત્રમાં 20 વર્સઃ અને નાની અને કોમર્શિયલ વચ્ચેની માત્રામાં 10 વર્ષ મુજબ સજા ફટકારવામાં આવે છે. 


આ મામલે દોષી મળી આવતાં મોતની સજાની જોગવાઇ
જો ડ્રગ્સનો ઉપયોગ કોઇ આપરાધિક કાવતરા હેઠળ કરવામાં આવે તો પછી દોષી સાબિત થતાં કોર્ટ મોતની સજા સંભળાવી શકે છે. આ કેટેગરીમાં કોઇને મરવા માટે ઉશ્કેરવું અથવા પછી કોઇનો ફાયદો ઉઠાવવા માટે તેને ડ્રગસના આદી બનાવી દેવું જેવા આરોપ સામેલ હોય છે. 


આ છે ઓછી માત્રા અથવા કારોબારી માત્રાની કેટેગરીનું માપદંડ
એમડીએમએની 0.5 ગ્રામ એટલે કે અડધા ગ્રામની માત્રાના નાની માત્રા ગણવામાં આવે છે. જ્યારે 10 ગ્રામને બિઝનેસ કરવા લાયક માત્રા ગણવામાં આવે છે. આ પ્રકારે હેરોઇન (Heroin) ની 5 ગ્રામને નાની માત્રાની કેટેગરી રાખવામાં આવે છે. જ્યારે 250 ગ્રામને કારોબારી માત્રાની કેટેગરીમાં રાખવામાં આવે છે. જો કોઇ વ્યક્તિ નાની માત્રાના દાયરામાં ડ્રગ્સનો ઉપયોગ પોતાના માટે કરી રહ્યો છે તો તેને વિક્ટિમ અથવા પીડિત ગણીને સુધાર ગૃહમાં મોકલવાની પણ જોગવાઇ છે. 


અત્યાર સુધી ચેટ્સના આધાર પર તપાસ ચાલી રહી છે. પરંતુ ડ્રગ્સની રિકવરી થતાં કેસ મજબૂત થઇ જાય છે. એવામાં આરોપ છે કે રિયા અને શૌવિક સુશાંતને ડ્રગ્સ આપતા હતા, જ્યાં સુધી તેને સાબિત કરવા માટે પુરતા પુરાવા ન મળે ત્યાં સુધી તે એંગલ કાલ્પનિક જ ગણવામાં આવશે. ડ્રગ્સ સપ્લાયર પાસેથી પણ ડ્રગ્સની રિકવરી થવી જરૂરી છે નહીતર કેસ નબળો થઇ જાય છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube