મુંબઈ: બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) ની મુશ્કેલીઓ વધી રહી છે. કંગના વિરુદ્ધ ગુરુવારે સાંજે બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) માં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં કંગના રનૌત પર તેના ટ્વિટર એકાઉન્ટ દ્વારા સતત દેશમાં 'નફરત અને ધૃણા' ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબી દાદી વિશે એલફેલ શબ્દોથી ભડક્યો દિલજીત, કહ્યું-' 'કંગના રનૌત આ સાંભળ પ્રૂફ સાથે'


અરજીમાં લાગ્યા છે આ આરોપ
અરજીકર્તા તરફથી દાખલ કરાયેલી અરજીમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે કંગનાના ટ્વીટથી દેશમાં સતત નફરત ફેલાવવાની અને દેશદ્રોહ ફેલાવવાની કોશિશ થાય છે. આ સાથે જ કહેવાયું છે કે દેશને તેના અતિવાદી ટ્વીટ્સથી વિભાજિત કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. અરજીમાં એમ પણ કહેવાયું છે કે સોશિયલ મીડિયામાં તેમણે એક ધર્મ વિશેષને લઈને આપત્તિજનક ટિપ્પણી કરી હતી. 


Diljit Dosanjh પર નિકાળ્યો Kangana Ranautએ ગુસ્સો, કહ્યું- 'કરણ જોહરના પાલતૂ'


કંગનાએ ટુકડે ટુકડે ગેંગને આપ્યો જવાબ
તેણે કહ્યું કે, 'ટુકડે ગેંગ યાદ રાખજો, મારો અવાજ દબાવવા માટે તમારે મને મારવી પડશે અને આમ છતાં દરેક ભારતીય દ્વારા બોલીશ અને આ મારું સપનું છે. તમે જે પણ કરશો, મારું સપનું અને મક્સદ જ સાચુ થશે. આથી હું ખલનાયકોને પ્રેમ કરું છું.'


પહેલા પણ કંગના વિરુદ્ધ થઈ હતી અરજી
અત્રે જણાવવાનું કે આ જ રીતે કંગના પર આ બીજો કેસ છે. તાજેતરમાં કંગનાને હાઈકોર્ટથી બીએમસી વિવાદ મામલે રાહત મળી છે. કંગના સતત ટ્વિટર પર કોઈને કોઈ નિવેદન આપતી રહે છે. જેને લઈને વિવાદ છેડાય છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube