મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના રહસ્યમય મોત કેસમાં સીબીઆઈ (CBI) એ પોતાની તપાસ દરમિયાન રિયા ચક્રવર્તીને બરાબર સકંજામાં લીધી. ગઈ કાલે લગભગ 10 કલાક જેટલી મેરેથોન પૂછપરછ થઈ. રિયાની પૂછપરછ મુંબઇના ડીઆરડીઓ (DRDO) ગેસ્ટ હાઉસમાં થઈ. સૂત્રોના જણાવ્યાં મુજબ રિયા સવાલોથી ગભરાતી જોવા મળી હતી. એવા ખબર મળી રહ્યાં છે કે સીબીઆઈ રિયાના જવાબથી સંતુષ્ટ નથી. આજે સીબીઆઈએ રિયાને ફરીથી પૂછપરછ માટે બોલાવી છે. એવા પણ ખબર છે કે તમામ આરોપીઓને એક સાથે બેસાડીને પૂછપરછ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Rhea Chakraborty ના 'જૂઠ્ઠાણા' પર સુશાંતની બહેને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું-'મારા ભાઈના મોત...'


સીબીઆઈના આ સવાલ  સામે રિયાની બોલતી થઈ બંધ
આમ તો સીબીઆઈએ રિયાને અનેક સવાલ કર્યાં. પરંતુ જ્યારે રિયાને પૂછવામાં આવ્યું કે શું 8 જૂનના રોજ રિયાએ સુશાંત સાથે બ્રેકઅપ કરી લીધુ હતું? જો હાં તો આ બ્રેકઅપનું કારણ શું હતું? રિયા આ સવાલનો  કોઈ જવાબ આપી શકી નહી. તેની પાસે આ સવાલનો કોઈ સ્પષ્ટ જવાબ નહતો. સૂત્રોના હવાલે જાણવા મળી રહ્યું છે કે રિયાએ સીબીઆઈનો આ સવાલ ટાળવાની કોશિશ કરી. 


Rhea Chakraborty પર સુશાંતના પિતાનો મોટો આરોપ, બોલ્યા-'મારા પુત્રને ઝેર આપતી હતી'


રિયા ચક્રવર્તીને સીબીઆઈએ આ પ્રકારના પૂછ્યા હતાં સવાલ...


- સુશાંત સિંહ રાજપૂતને તમે પહેલીવાર  ક્યારે અને કેવી રીતે મળ્યાં?
- સુશાંત અને તમે એકબીજાની નજીક કેવી રીતે અને ક્યારે આવ્યાં?
- સુશાંત સાથે તેમના ઘરે રહેવા માટે ક્યારે આવ્યાં?
- યુરોપ જવાનું પ્લાનિંગ કોનું હતું? તમારું,  સુશાંતનું કે બીજા કોઈનું?
- યુરોપ ટ્રીપ પર ભાઈ શોવિકને લઈને કેમ ગયા હતાં?
- વિદેશમાં હોટલમાં શું થયું હતું, હોટલ કેમ છોડી દીધી હતી?
- સુશાંત ક્યારે બીમાર થયો, કયા કયા ડોક્ટરોએ તેને જોયો?
- યુરોપમાં સુશાંત સ્પેનિશ કલાકાર Francisco Goya ની પેન્ટિંગ જોઈને ડરી ગયો હતો?
- 8 જૂનના રોજ આખરે એવું તે શું થયું કે રિયાએ સુશાંતનું ઘર છોડી દીધુ?
- તમે સુશાંતનો ફોન નંબર બ્લોક કેમ કરી લીધો હતો?
- શું તમે સુશાંતના સ્વાસ્થ્ય અંગે જાણવાની કોશિશ કરી હતી?
- શું રિયા 8 થી 13 જૂનની વચ્ચે સિદ્ધાર્થ, નીરજ અને દીપેશ સાવંતના સંપર્કમાં હતી?
- જો હાં તો રિયાની આ ત્રણેય સાથે શું વાત થઈ?
- રિયાને ક્યારે ખબર પડી કે સુશાંતને કોઈ માનસિક સમસ્યા છે?
- શું રિયાની સુશાંત સાથે ફાઈટ થતી હતી?
- શું સુશાંતે ક્યારેય રિયાને સ્યુસાઈડ અંગે કઈ કહ્યું હતું?
-ડોક્ટર્સ સાથે મીટિંગ દરમિયાન શું  રિયા પણ સુશાંત સાથે રહેતી હતી?
- સુશાંતના ડોક્ટર વારંવાર કેમ બદલવામાં આવ્યાં?
- શું સુશાંતને દવાઓ રિયા જ આપતી હતી કે પછી આ કોઈ બીજાની જવાબદારી હતી?


અંકિતા લોખંડેના અડધા ફ્લેટ પર કબ્જો કરશે સુશાંતનો પરિવાર? જાણો શું છે મામલો 


પૂછપરછ બાદ રિયા ડીઆરડીઓ ગેસ્ટ હાઉસથી પોતાના ઘર તરફ જવા નીકળી પરંતુ ઘર પર મીડિયાને જોતા તે સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશન પહોંચી હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ સીબીઆઈના એક સવાલનો રિયા સીધે સીધો જવાબ ન આપી શકે અને રિયાએ તેનો ગોળ ગોળ જવાબ આપ્યો. 


ED પણ કરી રહી છે જયા સહાની પૂછપરછ
સૂત્રોના જણાવ્યાં મુજબ ટેલેન્ટ મેનેજર જયા સહાએ EDને જવાબ આપ્યો છે. જયા સહાએ કહ્યું કે મેં કોઈ પ્રતિબંધિત દવા, તેલ કે પદાર્થ આપ્યો નથી. જયા સહાએ સુશાંતને સૂચન જરૂર આપ્યું હતું કે CBD ઓઈલ ચા કે કોફી સાથે લેવાથી રાહત જરૂર મળશે. આ બાજુ EDએ ગૌરવ આર્યને સમન પાઠવીને 31 ઓગસ્ટે મુંબઈમાં હાજર થવાનું કહ્યું છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube