મુંબઇ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ સંલગ્ન ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તીની આજે ફરીથી પૂછપરછ થવાની છે. રિયા અને બાકીના આરોપીઓનો આજે આમનો સામનો થઈ શકી છે. ડ્રગ્સ ચેટ મામલે NCBએ રવિવારે રિયા ચક્રવર્તીની સાડા છ કલાક પૂછપરછ કરી હતી. NCB સામે પૂછપરછમાં રિયા ચક્રવર્તીએ દાવો કર્યો હતો કે સુશાંત ડ્રગ્સ લેતા હતાં. બીજી વાત રિયાએ એ પણ કરી કે સુશાંત વીડ એટલે ચરસ લેતા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિયાએ સ્વિકારી Sushantના ઘરે ડ્રગ્સ આવવાની વાત, પરંતુ આ સવાલો પર રહી મૌન


રિયાએ NCBને જે નિવેદન આપ્યું તે મુજબ સુશાંતે રિયાને કહ્યું હતું કે તે શોવિક અને સેમ્યુઅલ દ્વારા વીડ મંગાવવા અંગે માહિતી મેળવે. રિયાએ કહ્યું કે તેની જાણકારી મુજબ સુશાંતે વીડ સિવાય કોઈ ડ્રગ લીધુ નથી. રિયાએ કહ્યું કે તેને નથી ખબર કે શોવિકે ડ્રગ્સ લીધુ છે કે નહીં તેને તેની કોઈ જાણકારી નથી. રિયાના જણાવ્યાં મુજબ સુશાંતને ખબર હતી કે સેમ્યુઅલ અને શોવિકની ઓળખાણમાં કેટલાક લોકો એવા છે જે તેના માટે વીડની વ્યવસ્થા કરી શકે તેમ છે. મે સુશાંતના કહેવા પર એક કે બે વખતે સુશાંત માટે ડ્રગ્સ મંગાવવાના કામમાં સામેલ થઈ હતી. આ ઉપરાંત સુશાંત સીધી રીતે પણ સેમ્યુઅલ પાસે ડ્રગ્સ મંગાવતા હતાં. 


અત્રે જણાવવાનું કે આજે સવારે 10.30 વાગે રિયાએ NCB સમક્ષ પૂછપરછ માટે હાજર થવાનુ ંછે. આ સાથે જ રિયાની પૂછપરછની પેશી થશે તો એજન્સી રિયાના નાના ભાઈ શોવિક અને રાજપૂતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા તથા દીપેશ સાવંતનો પણ તેની સાથે આમનો સામનો કરાવી શકે છે. જેથી કરીને આ કથિત ડ્રગ્સ રેકેટમાં બધાની ભૂમિકા સ્પષ્ટ થઈ શકે.


કંગનાની ઓપન ચેલેન્જ, '9મીએ આવું છું મુંબઇ, કોઈના બાપમાં તાકાત હોય તો રોકે'


નોંધનીય છે કે એજન્સીને કેટલાક ફોન ચેટ રેકોર્ડ અને અન્ય ઈલેક્ટ્રોનિક ડેટા પણ મળ્યા હતાં, જેનાથી જાણવા મળે છે કે આ વ્યક્તિઓ દ્વારા કેટલાક પ્રતિબંધિત ડ્રગ્સ કથિત રીતે ખરીદાયા હતાં. આ મામલે હવે રિયા ચક્રવર્તી અને શોવિક ચક્રવર્તીને લઈને ડ્રગ્સના કોમર્શિયલ એંગલને પણ જોડવામાં આવ્યો છે. 


મોટી માછલીની તલાશ
અત્રે જણાવવાનું કે અનુજ કેશવાની સીધી રીતે કૈઝાન ઈબ્રાહિમ સાથે જોડાયેલો હતો. અનુજ પાસેથી ડ્રગ્સ લઈને કૈઝાન સુશાંતના લોકો (સેમ્યુઅલ મિરાન્ડા, અન્ય સ્ટાફ)ને આપતો હતો. NCB હવે તે મોટી માછલીની શોધમાં છે જે અનુજ કેશવાનીને ડ્રગ્સ સપ્લાય કરતો હતો.


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube