કંગનાની ઓપન ચેલેન્જ, '9મીએ આવું છું મુંબઇ, કોઈના બાપમાં તાકાત હોય તો રોકે'

કંગના રનૌતે મુંબઇને લઈને આપેલા નિવેદન પર વિવાદ વધી રહ્યો છે. હાલમાં જ તેણે કહ્યું હતું કે તેમને મુંબઇ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જેવું લાગે છે. જેને લઈને અનેક હસ્તીઓએ કંગનાના વિરોધમાં ટ્વીટ કરી છે. હવે કંગનાએ ફરીથી એકવાર પલટવાર કર્યો છે. 

કંગનાની ઓપન ચેલેન્જ, '9મીએ આવું છું મુંબઇ, કોઈના બાપમાં તાકાત હોય તો રોકે'

નવી દિલ્હી: કંગના રનૌતે મુંબઇને લઈને આપેલા નિવેદન પર વિવાદ વધી રહ્યો છે. હાલમાં જ તેણે કહ્યું હતું કે તેમને મુંબઇ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જેવું લાગે છે. જેને લઈને અનેક હસ્તીઓએ કંગનાના વિરોધમાં ટ્વીટ કરી છે. હવે કંગનાએ ફરીથી એકવાર પલટવાર કર્યો છે. 

— Kangana Ranaut (@KanganaTeam) September 4, 2020

કંગના રનૌતે ટ્વીટ કરીને કહ્યું, "હું જોઈ રહી છું કે અનેક લોકો મને મુંબઇ પાછા ન ફરવાની ધમકી આપી રહ્યા છે. આથી મેં નક્કી કર્યું છે કે 9 સપ્ટેમ્બરે હું મુંબઇ પાછી ફરીશ. હું મુંબઇ એરપોર્ટ પર પહોંચીને સમય પોસ્ટ કરીશ, કોઈના બાપમાં હિંમત હોય તો રોકી લે."

કંગનાએ કહ્યું હતું કે મુંબઇ પોલીસથી છે ડર
હકીકતમાં કંગનાએ તાજેતરમાં ટ્વીટ કરીને કહ્યું હતું કે બોલિવૂડના ડ્રગ લિંક અંગે તે જાણે છે. તેમણે નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો માટે ટ્વીટ કરી હતી કે તે તેમને મદદ કરી શકે છે. શરત એ છે કે તેમને સુરક્ષા આપવામાં આવે. જેના પર ભાજપના નેતા રામ કદમે મહારાષ્ટ્ર સરકારને ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યો હતો. જેના જવાબમાં કંગનાએ કહ્યું હતું કે તે સેન્ટર કે હિમાચલ પ્રદેશ પાસેથી સુરક્ષા ઈચ્છે છે. મુંબઇ પોલીસથી ડર જતાવ્યો હતો. તેના પર સંજય રાઉતે નિવેદન આપ્યું હતું કે એટલો જ ડર હોય તો મુંબઇ ન આવે. કંગનાએ પલટવાર કરતા કહ્યું હતું કે મુંબઇ હવે પીઓકે જેવું ફીલ થાય છે.

— Kangana Ranaut (@KanganaTeam) August 30, 2020

કંગનાએ રિયાની ડ્રગ ચેટ સામે આવ્યાં બાદ ટ્વીટ કરીને કહ્યું હતું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી પોપ્યુલર ડ્રગ કોકીન છે, લગભગ દરેક પાર્ટીમાં તેનો ઉપયોગ થાય છે. તે ખુબ મોંઘી છે પરંતુ જ્યારે તમે શરૂઆતમાં કોઈ ઊંચી હાઉસીઝમાં જાઓ છો તો તમને તે ફ્રી આપવામાં આવે છે. MDMA ક્રિસ્ટલ પાણીમાં ભેળવી દેવાય છે અને તમારી જાણકારી વગર તમને આપવામાં આવે છે. 

— Kangana Ranaut (@KanganaTeam) August 26, 2020

બોલિવૂડ હસ્તીઓને ન ગમ્યું કંગનાનું નિવેદન
કંગના રનૌતે મુંબઇને લઈને જે ટ્વીટ કરી તેના પર અનેક હસ્તીઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. રેણુકા શહાણે, દિયા મિર્ઝા, ફરહા ખાન અલી, રિતીશ દેશમુખ, અને સોનુ સૂદે મુંબઇ પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news