મુંબઇ: બોલિવૂડના આશાસ્પદ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં મુંબઇ પોલીસ સતત તપાસ કરી રહી છે. ગુરુવારે બાન્દ્રા મુંબઇ પોલીસે સુશાંત સિંહ રાજપૂતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની કલાકો સુધી મેરેથોન પૂછપરછ કરી હતી. રિયા ચક્રવર્તી બાન્દ્રા પોલીસ સ્ટેશનથી રાતે 10 વાગે બહાર આવતી જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી ખુબ પરેશાન જોવા મળી હતી. પોલીસ ઈન્ટ્રોગેશન દરમિયાન રિયા ચક્રવર્તીને સુશાંત સાથેના પોતાના સંબંધો, લગ્નથી માડીને તેના મિત્રો સાથેના બોન્ડિંગ, ડિપ્રેશન અને ઈન્ડસ્ટ્રી સાથે સુશાંતના સંબંધો વિશે અનેક સવાલો પૂછાયા હતાં. મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવાયું છે કે હાલમાં જ રિયા ચક્રવર્તી અને સુશાંતનું બ્રેક અપ થયું હતું જેના કારણે અભિનેતા ઘણો પરેશાન હતો. 'પિંકવિલા'એ પોતાના એક રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે ગત ગુરુવારે રિયા ચક્રવર્તીએ પોલીસને શું શું જણાવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશાંતે મધરાતે જે મિત્રને ફોન કર્યો હતો, તેણે હવે લખી ભાવુક પોસ્ટ, કહ્યું-'ધરતીમાતાની કસમ...'


પોર્ટલને એક સૂત્ર દ્વારા જાણકારી મળી છે કે સૌથી પહેલા રિયાને સુશાંત સિંહ રાજપૂત સાથે તેના સંબંધ અને લગ્ન અંગે સવાલ પૂછાયો હતો. આ દરમિયાન પોલીસે રિયા ચક્રવર્તીને તેના અને સુશાંત વચ્ચે મેસેજ દ્વારા થયેલી વાતચીત દેખાડવાનું કહેવાયું હતું. આ સાથે જ તેના આખા ફોનને પણ સ્કેન કરાયો છે. પોલીસે રિયાના ફોનમાં તેની અને સુશાંતની તસવીરો અને વીડિયો પણ જોયા છે. રિયા ચક્રવર્તીએ પોલીસને નિવેદન આપ્યું છે કે બંને જલદી એક ઘર લેવાના હતાં અને વર્ષ 2020ના અંત સુધીમાં લગ્નના બંધનમાં પણ બંધાવવાના હતાં. 


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube