Shah Rukh Khan Mumbai Airport: બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને તેમની ટીમને મુંબઇ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે શુક્રવારે મોડી રાત્રે અટકાવવામાં આવ્યો હતો. લગભગ એક કલાકની પૂછપરછ બાદ શાહરૂખ ખાન અને તેમની મેનેજર પૂજા દદલાની તો એરપોર્ટ પર નિકળતાં સ્પોટ કરવામાં આવ્યા પરંતુ કિંગ ખાનના બોડીગાર્ડ રવિ અને ટીમને કસ્ટમે પકડ્યા હતા. સમાચારોનું માનીએ તો લાખ રૂપિયાની કિંમતની ઘડીયાળોને ભારતમાં લાવવા, બેગમાં મોંઘી ઘડીયાળોના ખાલી ડબ્બા મળ્યા અને કસ્ટમ ડ્યૂટી ન ચૂકવવાના લીધે શાહરૂખ ખાન સાથે પૂછપરછ કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સમગ્ર મામલો 
જોકે શાહરૂખ ખાને પોતાની ટીમ સાથે પ્રાઇવેટ ચાર્ટર VTR - SG થી દુબઇ એક બુક લોન્ચ ઇવેંટમાં ભાગ લેવા ગયા હતા. આ પ્રાઇવેટ ચાર્ટર ફ્લાઇટ વડે ગત રાત્રે સાડા 12 વાગે મુંબઇ પરત ફર્યા. રેડ ચેનલ પાર કરતી વખતે કસ્ટમે શાહરૂખ ખાન અને તેમની ટીમની બેગમાં લાખો રૂપિયાની કિંમતની ઘડીયાળો મળી આવી. ત્યારબાદ કસ્ટમે તમામને અટકાવી દીધા અને બેગની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન બેગમાં ઘણી મોંઘી ઘડીયાળો Babun & Zurbk ઘડીયાળ, Rolex ઘડીયાળના 6 ડબ્બા Spirit બ્રાંડની ઘડીયાળ (લગભગ 8 લાખ રૂપિયા) એપલ સીરીઝની ઘડીયાળ મળી. સાથે જ ઘડીયાળોના ખાલી બોક્સ પણ મળ્યા. કસ્ટમે આ ઘડીયાળોનું ઇવેલ્યૂએશન કર્યું તો તેના પર 17 લાખ 56 હજાર 500 રૂપિયા કસ્ટમ ડ્યૂટી બની. ત્યારબાદ શાહરૂખ ખાનના બોડીગાર્ડ રવી અને ટીમના સભ્યોને અટકાવવામાં આવ્યા. 


SRK ના બોડીગાર્ડે ચૂકવી કસ્ટમ
જાણકારી અનુસાર શાહરૂખ ખાને બોડી ગાર્ડના રવિએ 6 લાખ 87 હજાર કસ્ટમ ડ્યૂટી ચૂકવી છે. જેનું બિલ શાહરૂખ ખાનના બોડી ગાર્ડ રવિના નામ પર બનેલું છે. સૂત્રોના અનુસાર આ પૈસા શાહરૂખના ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવવામાં આવ્યું હતું. કસ્ટમના આસિસ્ટન્ટ કમિશ્નર પુગલ અને યુદ્ધવી યાદવે આ સમગ્ર કાર્યવાહી કરી. ત્યારબાદ શાહરૂખ ખાનના  બોડીગાર્ડ રવિએ સવારે 8 વાગે કસ્ટમને છોડ્યા. 


આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube