મુંબઈ : સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અને બોલિવૂડના સુપરસ્ટાર અક્ષય કુમારની ‘2.0’ 19 નવેમ્બર, 2018ના દિવસે રિલીઝ થવાની છે. આ ફિલ્મની રજનીકાંતના ચાહકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જોકે આ ફિલ્મે રિલીઝ પહેલા મોટો ધમાકો કર્યો છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મનું અત્યાર સુધી 120 કરોડ રૂપિયાની એડવાન્સ બુકિંગ થઇ ગયું છે. આ ફિલ્મની રિલીઝ વખતે જાણી લો એની ખાસ વાતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રિયંકાની પાર્ટી વખતે કેમેરામાં ઝડપાઈ ગયો પરિણીતીનો પ્રેમી! તસવીર જોવા કરો ક્લિક


1. વિલન : આ ફિલ્મ માટે ડો. વાસીગરને બનાવેલો રોબો ચેલેન્જર અલગ જ પ્રકારનો છે. આ ફિલ્મના વિલનના રોલ માટે પહેલી પસંદગી હોલિવૂડ સ્ટાર આર્નોલ્ડ હતો. જોકે એ શક્ય ન બનતા આમિર ખાનને ઓફર કરવામાં આવી હતી. આખરે આ રોલ અક્ષય કુમારને મળ્યો હતો. 
2. રજનીકાંતનો ડબલ ડોઝ : આ વર્ષે રજનીકાંતના ચાહકોને એક જ વર્ષમાં બે ફિલ્મો જોવાનો ડબલ ડોઝની તક મળશે. 1995 પછી પહેલીવાર આવી તક મળી છે. આ વર્ષે જૂન મહિનામાં રજનીકાંતની 'કાલા' રિલીઝ થઈ હતી. હવે '2.0' રિલીઝ થઈ રહી છે. 


આ પણ વાંચો : આખી રાત વાગ્યાં ઢોલ નગારા...
4. 3D ઇફેક્ટ : હાલમાં એક ઇન્ટરવ્યૂમાં અક્ષયકુમારે માહિતી આપી છે કે આ ફિલ્મ 3D ફોર્મેટમાં શૂટ થઈ છે. એને 2D ફોર્મેટમાંથી 3Dમાં કન્વર્ટ નથી કરવામાં આવી જેના કારણે જોરદાર ઇફેક્ટ આવે છે.
5. વિઝ્યુલ ઇફેક્ટસ : 2.0ની ખાસ વાત એની વિઝ્યુલ ઇફેક્ટ્સ છે. આ ફિલ્મમાં 15 જેટલી VFX કંપનીઓએ કામ કર્યું છે અને 900 જેટલી વિઝ્યુલ ઇફેક્ટ નાખવામાં આવી છે. 



6. જબરદસ્ત મેકઅપ : આ ફિલ્મમાં પાત્રોને અનોખા લુક આપવા માટે મેકઅપ આર્ટિસ્ટ્સની આખી ટીમ સતત કામ કરતી હતી. આ ફિલ્મના શૂટિંગ માટે અક્ષયકુમારે રોજ સતત સાડાત્રણ કલાક તો મેકઅપ કરવો પડતો હતો. 
7. રજનીકાંત-અક્ષયકુમારની જોડી : આ ફિલ્મમાં પહેલીવાર અક્ષયકુમાર અને અક્ષયકુમારની જોડીનું કોમ્બિનેશન જોવા મળશે. આ કારણે બંનેના ચાહકો આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. 
8. રિકવરી : આ ફિલ્મના મેકર્સ કુલ બજેટના 500 કરોડ રૂ.માંથી 370 કરોડ રૂ.ની કમાણી સેટેલાઇટ રાઇટ્સ, ડિજિટલ રાઇટ્સ તેમજ ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સમાંથી કરી ચુક્યા છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...