મુંબઇ: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Death Case)  સંબંધિત ડ્રગ મામલે તપાસ કરી રહેલા નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (Narcotics Control Bureau) ની ટીમ રવિવારે સવારે રિયા ચક્રવર્તીના ઘરે પહોંચી. અધિકારીઓએ પહેલા રિયા (Rhea Chakraborty) ને સમન પાઠવ્યું. કહેવાય છે કે જલદી રિયાની ધરપકડ થશે. આ અગાઉ ગઈ કાલે સુશાંતના સ્ટાફ દીપેશ સાવંત (Dipesh Sawant) ની પોલીસે ધરપકડ કરી હતી. દીપેશ સાવંતને NCB આજે સવારે કોર્ટમાં રજુ કરશે. સૂત્રોના જણાવ્યાં મુજબ દીપેશ NCBનો સાક્ષી બનવા તૈયાર થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ દીપેશે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે સુશાંત સિંહના ઘરમાં આવતું ડ્રગ્સ રિયા ચક્રવર્તીના કહેવા પર જ આવતું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોતના 6 દિવસ પહેલા સુશાંતે 'આ' ગંભીર મુદ્દે બહેન સાથે કરી હતી વાત, જુઓ વોટ્સએપ ચેટ


NCBએ રિયા ચક્રવર્તીને જે સવાલ પૂછવાના છે તેની યાદી તૈયાર કરી રાખી છે. ZEE NEWSની પાસે તે 20 સવાલોની યાદી છે જે NCB રિયાને પૂછી શકે છે. 


NCBના સંભવિત સવાલોની યાદી...


1. વોટ્સએપ ચેટમાં તમે પોતે હતાં? જો હાં તો કોની કોની સાથે ડ્રગ્સને લઈને ચેટ થઈ હતી?
2. શું તમે પોતે પણ ડ્રગ્સ લો છો? જો હાં તો કઈ કઈ ડ્રગ્સ વાપરો છો?
3. તમે કોના કોના માટે ડ્રગ્સ મંગાવતા હતાં?
4. તમે કોના કોના દ્વારા ડ્રગ્સ મંગાવતા હતાં?
5. પૈસા માટે ચૂકવણી કોણ અને કેવી રીતે કરતું હતું.?
6. 17 માર્ચની શોવિક સાથેની ચેટમાં કોના માટ બડની ડિમાન્ડ કરી હતી?
7. તમે પહેલી વાર ક્યારે અને કઈ ડ્રગ લીધી હતી?
8. તમારો ભાઈ તમારા કહેવા પર ડ્રગ્સ લાવતો હતો? કે પછી તમે શોવિકના સંપર્કમાં આવ્યાં બાદ ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું?
9. સુશાંત ડ્રગ્સનું સેવન કરે છે તે વાત તમને ક્યારે ખબર પડી?
10. જો સુશાંત ડ્રગ્સ લેતા હતાં તો તમે તેને રોક્યો કેમ નહીં?
11. શું સુશાંત પોતે પણ કોઈની પાસેથી ડ્રગ્સ મંગાવતા હતાં?
12. સુશાંતે ક્યારેય જણાવ્યું કે તેમને ડ્રગ્સ લેવાની લત ક્યારે અને કેવી રીતે લાગી?
13. જો તમને ખબર હતી કે સુશાંતની તબિયત ઠીક નથી તો તમે તેને ડ્રગ્સનું સેવન કરતા રોક્યો કેમ નહીં?
14. શું તમે ડ્રગ્સ દ્વારા પૈસા કમાતા હતાં?
15. ડ્રગ્સ ખરીદવા માટે કોના પૈસાનો ઉપયોગ કર્યો?
16.  બોલિવૂડમાં કોણ કોણ છે જે પાર્ટીઓમાં ડ્રગ્સ સપ્લાય કરે છે?
17. તમારા ભાઈએ અનેક લોકોના નામ જણાવ્યાં છે. અમે તમારા મોઢે સાંભળવા માંગીએ છીએ. 
18. સેમ્યુઅલ મિરાન્ડા દ્વારા તમે ડ્રગ્સ મંગાવી છે કે પછી હંમેશા શોવિક દ્વારા મંગાવતા હતાં.?
19. તમે, સુશાંત અને શોવિક ડ્રગ્સનું સેવન કરતા હતાં તે વાત કોને કોને પહેલેથી ખબર હતી?
20. શું તમે ક્યારેય દીપેશ સાવંત પાસે ડ્રગ્સ મંગાવી છે?


આ મામલે શોવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાન્ડા અને ડ્રગ પેડલર જૈદ 9 સપ્ટેમ્બર સુધી NCBની કસ્ટડીમાં છે. શનિવારે કોર્ટમાં પેશી દરમિયાન શોવિક ચક્રવર્તીના વકીલ સતીષ માનશિંદેએ નવી ચોંકાવનારી માહિતી કોર્ટને આપી. શોવિકના વકીલે જણાવ્યું કે સુશાંત અને રિયા 13 એપ્રિલ 2019થી 8 જૂન 2020 સુધી સાથે રહેતા હતાં. સુશાંતના કહેવા પર જ રિયા ઘર છોડીને ગઈ હતી. સુશાંત પોતાની બહેન પ્રિયંકાએ જણાવેલી દવા લેતો હતો જે ખોટું હતું. જે 5 ડોક્ટરો સુશાંતની સારવાર કરી રહ્યાં હતાં તેમને પૂછ્યા વગર તે દવા લેવાની વાત પર ઝઘડો થયો હતો. ત્યારબાદ સુશાંતે જ રિયાને સામાન સાથે ઘર છોડવાનું કહ્યું હતું. 


કંગનાની ઓપન ચેલેન્જ, '9મીએ આવું છું મુંબઇ, કોઈના બાપમાં તાકાત હોય તો રોકે'


રિયાના વકીલના જણાવ્યાં મુજબ સુશાંત રિયાને મળ્યો તે પહેલેથી ડ્રગ્સ લેતો હતો અને આ વાત તેના ઘર પર રહેતા તમામ લોકોએ મુંબઇ પોલીસને જણાવી છે. રિયાના જણાવ્યાં મુજબ કેદારનાથ ફિલ્મ 2016-17 દરમિયાન પણ સુશાંત ડ્રગ્સ લેતો હતો. રિયા અને ડોક્ટરોની મનાઈ છતાં સુશાંત ડ્ર્ગ્સ લેતો હતો. વકીલે કોર્ટમાં દાવો કર્યો કે રિયા અને શોવિકે ક્યારેય ડ્રગ્સ લીધી નથી. પરંતુ કોર્ટ દલીલો નહીં પુરાવા જુએ છે. હાલ તો જો કે એનસીબીને આ સમગ્ર કેસમાં કોઈ મોટી માછલીની તલાશ છે. જે પડદા પાછળ કામ કરે છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube