નવી દિલ્હી : કુખ્યાત હિસ્ટ્રીશીટર વિકાસ દુબે ઘર્ષણને ઘર્ષણમાં પોલીસે ઠાર માર્યો છે. પાંચ લાખ રૂપિયાનો ઇનામી બદમાશ કાનપુરનાં બિકરૂ ગામનાં 8 પોલીસ જવાનોની હત્યા કરીને ફરાય હતો. યુપી એસટીએફની ટીમે વિકા દુબેને ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી હતી. એસટીએફની ટીમ વિકાસને રસ્તા પરથી ઉજ્જૈનથી કાનપુર લઇ જઇ રહી હતી. જે દરમિયાન કાફલાની ગાડી પલટી ગઇ હતી. વિકાસ હથિયાર છીનવીને ભાગવાનાં પ્રયાસો કરવા લાગ્યા હતા, ત્યાર બાદ પોલીસે તેને ઠાર માર્યો હતો. વિકાસ દુબે એન્કાઉન્ટર બાદ રાજનીતિથી માંડીને બોલિવુડ ઇન્ડસ્ટ્રી સુધીની પ્રતિક્રિયાઓ આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિકાસ દુબે ઠાર મરાયો તે અંગે બોલ્યા કમલનાથ, મહાકાલની નજરોથી કોઇ પાપી બચી શકે નહી

હાલ વિકાસ દુબે એન્કાઉન્ટર પર બોલિવુડ અભિનેત્રી તાપસી પન્નુ (Taapsee Pannu) એ ટ્વીટર પર આ સમાચારનાં સ્ક્રીનશોટ લખ્યા છે, વાહ અમે તો આવું એક્સપેક્ટ નથી કર્યું.પછી લોકો કહે છે કે, બોલિવુડ સ્ટોરીઝ રિયાલિટીથી પરે હોય છે. વિકાસ દુબે એન્કાઉન્ટર બાદ સોશિયલ મીડિયા પર તમામ મીમ્સ જોવા મળી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો અનુરાગને ટેગ કરીને લખી રહ્યા છે કે, ડાયરેક્ટર સાહેબ આના પર એક ફિલ્મ બનાવો. તેના પર સ્ક્રિપ્ટ લખો. આ વાતને જોડતા તાપીએ વ્યંગ કર્યો હતો. 


વિકાસ દુબે એન્કાઉન્ટર કેસ : વિકાસ દુબેની ગાડી સાથે સાથે કોંગ્રેસે પણ પલટી મારી


વિકાસ દુબે એન્કાઉન્ટર: ADG પ્રશાંતકુમારે આપી વિગતવાર માહિતી 


તાપસી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે દરેક સામાજિક અને રાજનિતિક ઉપરાંત મનોરંજન સાથે જોડાયેલા મુદ્દાઓ પર પોતાનાં વિચારો વ્યક્ત કરે છે. તાપી પન્નુએ લોકડાઉન બાદ પોતાની ફિલ્મનું શુટિંગ ચાલુ કરી દીધી છે. લોકડાઉન પહેલા તેઓ ફિલ્મ થપ્પડમાં જોવા મળી હતી. તાપસીની આ ફિલ્મ ખાસ કોઇ જાદુ પાથરી શકી નહોતી. તે ઉપરાંત હસીન દિલરૂબા તેની અપકમિંગ ફિલ્મ છે. 


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube