વિકાસ દુબે એન્કાઉન્ટર: ADG પ્રશાંતકુમારે આપી વિગતવાર માહિતી 

યુપીના એડીજી પ્રશાંત કુમાર (કાયદો વ્યવસ્થા)એ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે 8 પોલીસકર્મીઓ શહીદ થવાના કેસમાં આરોપી વિકાસ દુબે પુત્ર રામકુમાર દુબેને ઉજ્જૈનમાં એમપી પોલીસ દ્વારા ધરપકડ કરાયા બાદ યુપી એસટીએફ દ્વારા કાનપુર લાવવામાં આવી રહ્યો હતો ત્યારે જ્યારે તેણે ભાગવાની કોશિશ કરી તો તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું. 
વિકાસ દુબે એન્કાઉન્ટર: ADG પ્રશાંતકુમારે આપી વિગતવાર માહિતી 

લખનઉ: યુપીના એડીજી પ્રશાંત કુમાર (કાયદો વ્યવસ્થા)એ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે 8 પોલીસકર્મીઓ શહીદ થવાના કેસમાં આરોપી વિકાસ દુબે પુત્ર રામકુમાર દુબેને ઉજ્જૈનમાં એમપી પોલીસ દ્વારા ધરપકડ કરાયા બાદ યુપી એસટીએફ દ્વારા કાનપુર લાવવામાં આવી રહ્યો હતો ત્યારે જ્યારે તેણે ભાગવાની કોશિશ કરી તો તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું. 

તેમણે વધુમાં કહ્યું કે કાનપુર પાસે સવારે 6.30 વાગ્યાની આસપાસ પોલીસની ગાડી પલટી ગઈ. ત્યારબાદ તે હથિયાર છીનવીને ભાગવાની કોશિશ કરવા લાગ્યો તો પોલીસકર્મીઓએ તેને આત્મ સમર્પણ કરવાનું કહ્યું પરંતુ વિકાસ દુબે ન માન્યો અને પોલીસકર્મીઓને મારવા માટે ફાયરિંગ કર્યું. ત્યારબાદ સેલ્ફ ડિફેન્સમાં યુપી એસટીએફએ તેને માર્યો. પછી ઘાયલ વિકાસ દુબેને હોસ્પિટલ લઈ જવાયો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

— ANI UP (@ANINewsUP) July 10, 2020

તેમણે વધુમાં કહ્યું કે અથડામમમાં પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. એસટીએફના બે  કમાન્ડો પણ ઘાયલ થયા છે જેમની સારવાર ચાલુ છે. તેમના જણાવ્યાં મુજબ આ સમગ્ર ઘટનામાં 3 સબ ઈન્સ્પેક્ટર એક કોન્સ્ટેબલ ઘાયલ થયા છે જ્યારે 2 એસટીએફના કમાન્ડો ઘાયલ થયા છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news