Corona: વડોદરામાં નવા 108 કેસ નોંધાયા, ભરૂચમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1100ને પાર
ગુજરાતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 72 હજારથી વધુ કેસ સામે આવ્યા છે.
વડોદરાઃ વડોદરા જિલ્લામાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. આજે નવા 108 કેસ સામે આવ્યા છે. આ સાથે વડોદરામાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 5794 થઈ ગઈ છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા 1053 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 108 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાને કારણે વડોદરામાં વધુ બે દર્દીના મૃત્યુ થયા છે. આ સાથે મૃત્યુઆંક 113 પર પહોંચી ગયો છે. તો કોરોનાની સારવાર બાદ વધુ 79 દર્દીઓને સાજા થયા બાદ રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 4458 દર્દીઓ રિકવર થયા છે.
ભરૂચમાં કોરોના 1100ને પાર
ભરૂચ જિલ્લામાં પણ કોરોના વાયરસના કેસોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. આજે નવા 26 કેસ સામે આવ્યા છે. આ સાથે ભરૂચ જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1100ને પાર પહોંચી ગઈ છે. ભરૂચ જિલ્લામાં હાલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1122 થઈ છે. આજે ભરૂચમાં 9, અંકલેશ્વરમાં 14, ઝઘડિયામાં 1, નેત્રંગમાં 1 અને હાંસોટમાં એક કેસ નોંધાયો છે. તો 18 દર્દીઓ સાજા થતા રજા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભરૂચમાં 8 એપ્રિલે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. આમ ચાર મહિનામાં જિલ્લામાં 1100 કેસ સામે આવ્યા છે.
ટેસ્ટિંગ રેટ ઓછો અને પોઝિટિવ રેટ વધુ, ગુજરાતમાં ટેસ્ટિંગ વધારવા પડશે: પીએમ મોદી
ભરૂચ જિલ્લામાં કોરોનાની રફતાર
8 એપ્રિલ 01 પોઝિટિવ કેસ
16 જૂન 100 પોઝિટિવ કેસ
27 જૂન 200 પોઝિટિવ કેસ
5 જુલાઈ 300 પોઝિટિવ કેસ.
9 જુલાઈ 400 પોઝિટિવ કેસ
14 જુલાઈ 500 પોઝિટિવ કેસ
17 જુલાઈ 600 પોઝિટિવ કેસ
22 જુલાઈ 700 પોઝિટિવ કેસ
26 જુલાઈ 800 પોઝિટિવ કેસ
30 જુલાઈ 900 પોઝિટિવ કેસ
4 ઓગસ્ટ 1000 પોઝિટિવ કેસ
11 ઓગસ્ટ 1100 પોઝિટિવ કેસ
દાહોદમાં વધુ 22 કેસ નોંધાયા
દાહોદ જિલ્લામાં પણ કોરોના વાયરસના વધુ 22 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસોની સંખ્યા 784 થઈ ગઈ છે. દાહોદમાં આજે 15 પુરૂષ અને સાત મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો કોરોનાથી અત્યાર સુધી 7 મૃત્યુ થયા છે. જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 231 છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube