ટેસ્ટિંગ રેટ ઓછો અને પોઝિટિવ રેટ વધુ, ગુજરાતમાં ટેસ્ટિંગ વધારવા પડશે: પીએમ મોદી

કોરોના સંક્ટને લઇ પીએમ મોદીએ આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 10 રાજ્યોના મુખ્યમંત્રી સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની ચર્ચામાં પીએમ મોદીએ ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગ વધારવા પર ભાર મુક્યો છે

ટેસ્ટિંગ રેટ ઓછો અને પોઝિટિવ રેટ વધુ, ગુજરાતમાં ટેસ્ટિંગ વધારવા પડશે: પીએમ મોદી

અમદાવાદ: કોરોના સંક્ટને લઇ પીએમ મોદીએ આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 10 રાજ્યોના મુખ્યમંત્રી સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની ચર્ચામાં પીએમ મોદીએ ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગ વધારવા પર ભાર મુક્યો છે. આ ચર્ચામાં પીએમ મોદીએ કહ્યું કે, ટેસ્ટિંગ રેટ ઓછો, પોઝિટિવ રેટ વધુ છે ત્યાં ટેસ્ટ વધારો. ગુજરાત, બિહાર અને યુપીમાં ટેસ્ટિંગ વધારવા પડશે.

પીએમ મોદીએ આજે ગુજરાતના સીએમ સહિત 10 રાજ્યોના મુખ્યમંત્રી સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના સીએમ રૂપાણી સહિત, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, તેલંગણા અને ઉત્તર પ્રદેશના સીએમ સામેલ હતા. આ ચર્ચામાં પીએમ મોદીએ જમાવ્યું હતું કે, ટેસ્ટિંગની સંખ્યા વધીને દરરોજ 7 લાખ સુધી પહોંચી ગઇ છે અને સતત વધારો પણ થઈ રહ્યો છે. આ સંક્રમણને ઓળખવા અને રોકવા માટે જે મદદ મળી રહી છે, આજે આપણે જોઇ રહ્યાં છે. 

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, આપણે ત્યાં સરેરાશ મૃત્યુ દર પહેલા પણ દુનિયાની સરાખામણીએ ઓછો હતો, સંતોષની વાત છે કે તે સતત ઘટી રહ્યો છે. આ સાથે પીએમ મોદીએ ગુજરાતમાં ટેસ્ટિંગ વધારા પર ભાર મુકતા કહ્યું કે, ટેસ્ટિંગ રેટ ઓછો, પોઝિટિવ રેટ વધુ છે ત્યાં ટેસ્ટ વધારો. ગુજરાત ટેસ્ટિંગ વધારવા પડશે. અત્રે ઉલ્લેખની છે કે, રાજ્યમાં દિવસેને દિવસે કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 72,120 પોઝિટિવ કેસ છે. જેમાંથી કુલ 55,376 કેસ રિકવર થયા છે. જ્યારે મૃત્યુઆંક 2,674 છે. ત્યારે કોરોનાને લઇ રાજ્ય સરકાર દ્વારા પ્રતિદિન ટેસ્ટની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 10,17,234 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

खासतौर पर,

बिहार,

गुजरात,

यूपी,

पश्चिम बंगाल

और तेलंगाना,

यहाँ टेस्टिंग बढ़ाने पर खास बल देने की बात इस समीक्षा में निकली है: PM @narendramodi

— PMO India (@PMOIndia) August 11, 2020

72 કલાકના ફોર્મ્યુલા પર ભાર મૂકવાની જરૂરી
પીએમ મોદીએ કહ્યું કે મહામારી પોતાનુ સ્વરૂપ બદલી રહી છે. અને અનેક પ્રકારની પરિસ્થિતિઓ પેદા થઈ રહી છે. તેમણે કહ્યું કે એક્સપર્ટ પણ પોતાની વાત સામે રાખી રહ્યાં છે. જો 72 કલાકમાં કેસની ઓળખ થઈ જાય તો જીવ બચાવી શકાય છે. પીએમ મોદીએ કહ્યું કે હવે આ 72 કલાકના ફોર્મ્યુલા પર ફોકસ કરવું પડશે. જે પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ નીકળે તેના 72 કલાકની અંદર તમામ સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટિંગ જરૂરી છે. દિલ્હી-યુપીમાં હાલાત ડરામણા હતાં પરંતુ હવે ટેસ્ટિંગ વધારવાથી હાલાત સુધર્યા છે. 

પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યું કે આટલા મોટા સંકટ દરમિયાન બધાએ સાથે કામ કરવું મોટી વાત છે. આજે 80 ટકા એક્ટિવ કેસ ફક્ત 10 રાજ્યોમાં છે. દેશમાં એક્ટિવ કેસ 6 લાખથી વધુ છે. મોટાભાગના કેસ આ 10 રાજ્યોમાં છે. આથી આ રાજ્યો સાથે ચર્ચા જરૂરી છે. પીએમ મોદીએ કહ્યું કે બધા રાજ્યો ભેગા મળીને પોતાના અનુભવ શેર કરે. ટેસ્ટિંગની સંખ્યા વધી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news