અમદાવાદ : અડાલજમાં આવેલા ત્રિમંદિરમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા 3થી 5 જાન્યુઆરી સુધી બ્રાહ્મણ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં રોજગાર મેળાનું અને લગ્ન મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ 32 કંપનીઓ ભાગ લેવાની છે અને 6 હજારથી વધારે પદ માટે જોબ ઓફર કરવામાં આવશે. મદદનીશ નિયામક કચેરી, રોજગારના સહયોગથી આ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર મેળામાં બ્રહ્મ સમાજ ઉપરાંત તમામ જ્ઞાતીના બેરોજગાર યુવાનો ભાગ લઇ શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મારી સાથે ફોનમાં વાત નહી કરે તો એસિડ છાંટી દઇશ, ધમકી આપનારની ધરપકડ
આ રોજગાર મેળામાં ભાગ લેવા માટે સવારે 11 વાગ્યે ટોકન આપવાનું શરૂ કરવામાં આવશે. બપોરે 12થી 4 સુધી વિવિધ કંપનીઓ દ્વારા ઇન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ રોજગાર મેળામાં ધોરણ 10, 12 અને ગ્રેજ્યુએટ હોય તેવા ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે. રોજગાર કચેરીમાં નોંધણી કરાવેલ હોય કે ન હોય દરેક નોકરી ઇચ્છતો હોય તેવો વ્યક્તિ આમાં ભાગ લઇ શકશે.


હાજરી ભરવામાં શિક્ષકોની આડોડાઇ: શાળા સંચાલકો સહિત DEOના આદેશનો વિરોધ કરાયો
સ્પર્ધાત્મક પરીક્ષા અંગે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન
રોજગાર મદદનીશ નિયામ એસ.આર વિજયવર્ગીય અને બ્રહ્મ સમાજના કો ઓર્ડિનેટર કેતન ઉપાધ્યાયએ આ રોજગાર મેળા અંગે જણાવ્યુ કે, આ કાર્યક્રમ સાથે 4 જાન્યુઆરીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમીનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર મેળામાં 32થી વધારે કંપનીઓ આવવાની છે. 6 હજારથી વધારે પોસ્ટ માટે વિવિધ પ્રકારની જોબ ઓફર કરવામાં આવશે. આ રોજગાર મેળામાં ભાગ લેવા આવતા તમામ ઉમેદવારોને વિવિધ કંપનીઓ દ્વારા ઉચ્ચતમ પગાર ઓફર કરવામાં આવશે.


આવતીકાલે ખુલ્લો મૂકાશે ફ્લાવર શો, સંજીવની પહાડ લઈને જતા હનુમાનનું ફૂલોનું સ્ટેચ્યુ જોવાનું ભૂલતા નહિ
અલગ અલગ કંપનીઓ દ્વારા અલગ-અલગ પોસ્ટ માટે ઇન્ટરવ્યું પ્રક્રિયા
વિવિધ બેન્ક, ઇન્શ્યોરન્સ, ફાયનાન્સ, કોલ સેન્ટર, સેલ્સ, એન્જિનિયરિંગ, ફાર્મા, સિક્યોરિટી, સર્વિસ સેક્ટર અને મીડિયા ક્ષેત્ર સહિતની 32 જેટલી કંપનીઓ દ્વારા સેલ્સ એક્ઝેક્યુટિવ, કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ, ટીમ લીડર, ફાઇનાન્સિયલ એડ્વાઇઝર, ટેક્નિશિયન, ફ્રન્સ ડેસ્ક ઓફીસર, ટેક્નીકલ સ્ટાફ સહિતની વિવિધ જગ્યાઓ માટે આકર્ષક પગારથી નોકરીઓ ઓફર કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube