મારી સાથે ફોનમાં વાત નહી કરે તો એસિડ છાંટી દઇશ, ધમકી આપનારની ધરપકડ

હાલમાં ગુજરાતમાં ખાસ કરીને મેટ્રો સિટીમાં દુષ્કર્મ અને છેડતીનાં કિસ્સાઓ કુદકે ને ભુસકે વધી રહ્યા છે. શહેરનાં ગોતા વિસ્તારમાં રહેતી એક સગીરાને છેલબટાઉ યુવક દ્વારા વારંવાર એસિડ છાંટવાની ધમકીઓ આપવામાં આવતી હતી. ઉપરાંત હૈદરાબાદમાં ડોક્ટર યુવતી સાથે થયું તેવું કરવાની ધમકીઓ પણ આપી હતી. જેથી કંટાળેલી યુવતીએ આખરે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા. ગુલાબસિંહ વાઘેલા નામનાં આરોપીની પોલીસે ધરપકડ કરી છે. 
મારી સાથે ફોનમાં વાત નહી કરે તો એસિડ છાંટી દઇશ, ધમકી આપનારની ધરપકડ

અમદાવાદ : હાલમાં ગુજરાતમાં ખાસ કરીને મેટ્રો સિટીમાં દુષ્કર્મ અને છેડતીનાં કિસ્સાઓ કુદકે ને ભુસકે વધી રહ્યા છે. શહેરનાં ગોતા વિસ્તારમાં રહેતી એક સગીરાને છેલબટાઉ યુવક દ્વારા વારંવાર એસિડ છાંટવાની ધમકીઓ આપવામાં આવતી હતી. ઉપરાંત હૈદરાબાદમાં ડોક્ટર યુવતી સાથે થયું તેવું કરવાની ધમકીઓ પણ આપી હતી. જેથી કંટાળેલી યુવતીએ આખરે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા. ગુલાબસિંહ વાઘેલા નામનાં આરોપીની પોલીસે ધરપકડ કરી છે. 

હાજરી ભરવામાં શિક્ષકોની આડોડાઇ: શાળા સંચાલકો સહિત DEOના આદેશનો વિરોધ કરાયો
સગીરા ગોતા હાઉસિંગમાં પોતાના પરિવાર સાથે રહે છે. યુવતી વંદે માતરમ ચાર રસ્તા પાસે ટ્યુશન ક્લાસિસમાં ભણવા માટે જાય છે. જો કે છેલ્લા ઘણા દિવસથી ગુલાબ સિંહ વાઘેલા નામનો યુવક સગીરાનો પીછો કરીને તેને હેરાન પરેશાન કરતો હતો. ઉપરાંત ફોન કરીને પોતાની સાથે વાત કરવા માટે દબાણ કરતો હતો. જો તે વાત નહી કરે તો એસિટ છાંટીને તેનું મોઢુ બગાડી નાખીશ તેવી ધમકીઓ પણ આપતો હતો. ઉપરાંત થોડા દિવસ પહેલા હૈદરાબાદમાં બની તેવું તારી સાથે કરી નાખીશ તેવી પણ ધમકી આપતો હતો. 

આવતીકાલે ખુલ્લો મૂકાશે ફ્લાવર શો, સંજીવની પહાડ લઈને જતા હનુમાનનું ફૂલોનું સ્ટેચ્યુ જોવાનું ભૂલતા નહિ
જો કે હદ તો ત્યારે થઇ ગઇ જ્યારે તે ટ્યુશનમાં ગઇ ત્યારે એક નાનકટી બોટલ દેખાડીને તેને સુંઘાડી દઇને અપહરણ કરી જઇશ તેવું કહ્યું હતું. જેથી કંટાળેલી અને ગભરાયેલી સગીરાએ પોલીસને જાણ કરી હતી. પોલીસે સગીરાનાં વાલીને પણ બોલાવી લીધા હતા. સગીરાની માતાએ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુલાબસિંહ વાઘેલાની સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news