ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-1 પૈકી 6.5 કિમીની લંબાઇ ધરાવતી એપરેલ પાર્કથી શાહપુર– સાબરમતી નદી પહેલા સુધીની 5.8 વ્યાસની એક અપલાઇન અને એક ડાઉનલાઇનની એમ જોડીયા ભૂગર્ભ ટનલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. કોરોના મહામારી વચ્ચે પણ લોકડાઇન સમયે આ અત્યંત વિશિષ્ટ પ્રકારની ઇજનેરી કૌશલ્ય ધરાવતી ભૂગર્ભ ટનલનું ભારતીય ઇજનેરો અને ભારતીય કંપની દ્વારા ખાસ મશીનરીનું ખાસ ઉપયોગ કરીને પૂર્ણ કરવામાં આવ્યું છે. જે ગુજરાત માટે ઇજનેરી ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ સમાન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેની ઓળખ ધરાવતા અમદાવાદ શહેરના ગીચ વિસ્તારમાં આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરાઇ છે. તે બદલ ઇજનેરોને અભિનંદન આપતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આ ટનલની સરેરાશ ઉંડાઇ જમીનની સપાટીથી 18 મીટર નીચે છે અને આ કામમાં 3.3 લાખ ઘન મીટર માટી, 52,300 ઘનમીટર ક્રોંકિંટ, આશરે 2 લાખ મનુષ્ય દિવસ અને 4 હજાર ક્રોકિંટ રીંગ સહાયક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યા છે. 


સુશાંતસિંહ રાજપૂતના ગુજરાતી ચાહકે જે કર્યુ, તેની સરખામણીએ રિયા ચક્રવર્તી પણ ન આવે....



તેમણે કહ્યું હતું કે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલી 40 કિ.મી.ની અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1ના પૈકી 6.5 કિ.મી. લંબાઇની આ વિશિષ્ટ પ્રકારની ટનલ તૈયાર કરવા આધુનિક ચાર ટનલ બોરિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટનલનું કામ ઝડપી પૂર્ણ કરવા કોરોનાના કારણે પોતાના વતન ગયેલા વિશેષ કૌશલ્ય ધરાવતા ઓડિશાના શ્રમિકોને હવાઇ માર્ગે પરત લાવીને તેમની મદદથી આ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.  


મુખ્યમંત્રીએ આ સિદ્ધિ બદલ ટ્વિટ કરીને ભારતીય ઇજનેરી કૌશલ્યને બિરદાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ડેશબોર્ડના માધ્યમથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ – ટનલનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. 


ગુજરાતના અન્ય મહત્વના સમાચાર :


નજર હટાવી નહિ શકો તેવી ટચૂકડી ગણેશ મૂર્તિ બનાવી સુરતી કલાકારે


અમદાવાદના હાઈપ્રોફાઈલ પોપ્યુલર બિલ્ડર કેસમાં નવો વળાંક, પુત્રવધુ પાસેથી બળજબરીથી સહી લેવામાં આવી 


સુશાંતસિંહ રાજપૂતના ગુજરાતી ચાહકે જે કર્યુ, તેની સરખામણીએ રિયા ચક્રવર્તી પણ ન આવે....


ZEE 24 કલાકનાં પત્રકાર ભારતી રોહિતનો અકસ્માત, ટક્કર મારનાર વાહનચાલક વિશે જાણ કરવા નમ્ર અપીલ...  


અમદાવાદમાં મોડી રાત્રે બે માળનું મકાન ધરાશાયી, 5 કલાક રેસ્ક્યૂ કામગીરી ચાલી, એકનું મોત 


કોરોનાના શિકાર બન્યા ભાજપ-કોંગ્રેસના નેતાજી, 8 કલાકમાં ભાજપના 5 નેતાઓને કોરોના


ધમણ-3 વેન્ટિલેટર પર કરાયેલી RTI વિશે જ્યોતિ CNC એ કર્યો મોટો ખુલાસો


JEE-NEET ની પરીક્ષા ન યોજવા કોંગ્રેસનું ગુજરાભરમાં આક્રમક આંદોલન   


ચૂંટણી જીતાડવા પાટીલની વધુ એક રણનીતિ, હારેલા ધારાસભ્યો સાથે કરશે બેઠક