Heart Attack: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે. ગઈકાલે રાજકોટમાં હાર્ટ એટેકના કારણે એક દિવસમાં 3 વ્યક્તિના મોત થયું હતું. આ સિલસિલો આજે પણ યથાવત રહ્યો છે. જૂનાગઢમાં દાંડીયારાસ રમતા 24 વર્ષીય યુવાનનું કરૂણ મોત થયું છે. નવરાત્રિની પ્રેક્ટિસ દરમ્યાન યુવાન જમીન પર ઢળી પડ્યો હતો. આ યુવકનું નામ ચિરાગ પરમાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાજી રોશનીથી ઝગમગ્યું: વીમા કવચથી યાત્રિકોને સુરક્ષિત કરાયા, 20 કિ.મીમાં દુર્ઘટના


ચિરાગ પરમાર નામના 24 વર્ષીય યુવાનનું ગરબા રમતા મૃત્યુ થયું હતું. જમીન પર ઢળી પડતાં યુવાનને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચે એ પહેલા જ ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો. બીજી બાજુ ચિરાગ પરમારનું મોત થતાં પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.


સંતોનો હુંકાર! 'આવી ગયો ધર્મ યુદ્ધનો સમય, હવે ન જાગ્યા તો બદલાઈ જશે તિરંગાનો કલર'


રાજકોટમાં હાર્ટ એટેકના કારણે 3ના મોત
રાજકોટમાં હાર્ટ એટેકના કારણે 24 કલાકમાં 3 વ્યક્તિના મોત થતા અરેરાટી મચી ગઈ હતી. 26 વર્ષીય, 40 વર્ષીય અને 41 વર્ષીય વ્યક્તિના  મોત થતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે રાજકોટના ત્રણેય યુવાનોને છાતીમાં દુખાવો ઉપડતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. 


ભારતમાં કેનેડા ઉચ્ચાયોગ અને વાણિજ્ય દૂતાવાસ બંધ થઈ ગયા? જાણો સત્ય


કિશન ધાબેલીયા, રાજેન્દ્રસિંહ વાળા અને મહેન્દ્ર પરમાર નામના વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. રાજકોટમાં ત્રણ પરિવારે પોતાના સ્વજન ગુમાવતા શોકનો માહોલ છવાયો હતો. બનાવ સંદર્ભે સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે. આમ અચાનક હાર્ટ એટેકના કારણે લોકો મોતને ભેટતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.


પુરુષોના આ હાથ પર બાંધવી નાડાછડી, આ દિવસે બાંધવાથી પર્સ રહે છે રુપિયાથી ભરેલુ


હાર્ટ એટેકની Warning Sign
જો તમને તમારા શરીરમાં નીચે લખેલી કોઈપણ સમસ્યા છે, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો અને જરૂરી ટેસ્ટ કરાવો, કારણ કે તે હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે.


એકદમ જ નથી આવતો Heart Attack, દેખાવા લાગે છે આ લક્ષણો
હૃદયરોગનો હુમલો વિશ્વભરમાં મૃત્યુનું મુખ્ય કારણ બની ગયું છે. આપણા દેશમાં તેલયુક્ત ખોરાક ખાવાનું ચલણ ઘણું વધી ગયું છે, જે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ જમા થવાનું મુખ્ય કારણ બને છે, જ્યારે ધમનીઓમાં બ્લોકેજ થાય છે હાર્ટ એટેક અને ટ્રિપલ વેસલ ડિસીઝનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં તેનાથી કેવી રીતે બચવું.


ગુજરાત હાઈકોર્ટમાં 723 જગ્યાઓ માટે પડી જાહેરાત, 2.15 લાખ સુધી મળશે પગાર


હાર્ટ એટેક અચાનક આવતો નથી, પરંતુ આ પહેલા આપણું હૃદય ઘણી સમસ્યાઓમાંથી પસાર થાય છે, જ્યારે સમસ્યા હાથમાંથી નીકળી જાય છે ત્યારે તે એક મોટો આંચકો મળે છે. હાર્ટ એટેક આવતા પહેલા આપણું શરીર ઘણા સંકેતો આપે છે, જેને ઈગ્નોર ન કરવુ જોઈએ. હાલમાં જ મહિલાઓ પર એક રિસર્ચ કરવામાં આવ્યું હતું, જે મુજબ આપણું શરીર હાર્ટ એટેકના 4 અઠવાડિયા પહેલા ખતરાના સંકેતો આપે છે.


મોડલિંગ છોડી માત્ર 10 મહિનાની તૈયારીમાં UPSC ક્રેક કરી બની ગઇ IFS ઓફિસર


રીસર્ચ શું કહે છે?
હાર્ટ એટેકના લગભગ 1 મહિના પહેલા તેની Warning Sign  દેખાવાનું શરૂ થાય છે. આ અભ્યાસ 500 થી વધુ મહિલાઓ પર કરવામાં આવ્યો હતો અને તેઓ હાર્ટ એટેકથી બચી હતી. લગભગ 95 ટકા મહિલાઓએ કહ્યું કે તેમના શરીરમાં કેટલાક લક્ષણો એક મહિના પહેલા જ દેખાવા લાગ્યા હતા. 71 ટકા લોકોએ થાક અનુભવ્યો હતો, જ્યારે 48 ટકા લોકોને ઊંઘ સંબંધિત સમસ્યા હતી. આ સિવાય છાતીમાં દબાણ, છાતીમાં દુખાવો જેવી સમસ્યાઓ હતી.