ઉદય રંજન/અમદાવાદ: પતિએ જ પત્નીની કરપીણ હત્યા કરી છે. ગળેટુંપો આપી પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોતે કરેલી હત્યાને આત્મહત્યામાં ખપાવવા આરોપીએ ડબ્બો અને ટેબલ વડે પત્નીને લટકાવી નાટક કર્યું. પરંતુ બે વર્ષના બાળક સામે પત્નીની હત્યા કરી આરોપી ઘર બંધ કરી વ્યસન કરવા જતો રહ્યો હતો. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે કોણ છે આ ક્રૂર પતિ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ધુળેટીના પર્વ બન્યો ગોઝારો, અલગ અલગ શહેરોમાં કેનાલ-નદીમાં ડૂબવાથી 11ના મોત


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી હત્યાની ઘટના અમદાવાદના રામોલ વિસ્તારમાં બની છે. પતિ એ જ પત્નીની હત્યા કરી નાખી છે. પત્નીનું ગળું દબાવીને હત્યા કર્યા બાદ દુપટ્ટા વડે પંખા સાથે લટકાવી દઇને પત્ની એ જાતે જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું આરોપીએ નાટક કર્યું. 


ડાકોરમાં સોના-ચાંદીની પિચકારીથી ધૂળેટી ઉજવાઇ, ફુલદોલોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી


ઘટનાને લઇને પોલીસ તપાસ કરી રહી હતી, ત્યારે જ પોલીસને શંકા ગઇ કે પરિણીતાએ આ રીતે આપઘાત ન કર્યો હોઈ શકે. જેથી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા અને આરોપીની કડકાઈથી પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો અને હત્યા કર્યાની કબૂલાત કરી લીધી હતી. આરોપી મેહુલ મહેરિયાએ તેની પત્ની પૂજા સાથે ઝઘડો થયો હોવાથી તેની હત્યા કરી આપઘાતમાં ખપાવવા પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી.


ઓસ્ટ્રેલિયાના PM ગુજરાત પ્રવાસે; ગાંધી આશ્રમની મુલાકાત લઈ વિઝિટર બુકમાં શું લખ્યું?


પોલીસે વધુ તપાસ કરી તો આરોપીએ ગળે ટુંપો આપ્યો તે પહેલા પત્ની ના પિયર જવા બાબતે તેને ઝઘડો થયો હતો. તે ઝઘડો વધતા મૃતક પૂજા એ એક ઘૂંટડો ઝેર પી પતિને ફસાવી દેવાની ધમકી આપી હતી. જેથી પતિએ કંટાળીને બે વર્ષના બાળકની નજર સામે જ પત્નીને ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી. બાદમાં ડબ્બો અને ટેબલ લઇ દુપટ્ટા સાથે તેણે આપઘાત કર્યો હોવાનું નાટક કરી પોતે બચવા માંગતો  હતો. જો કે પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતકના આ બીજા લગ્ન હતા. તેને પહેલા પતિથી છુટાછેડા લીધા હોવા છતાંય તેની સાથે વાત કરતા પતિ પત્નીને ઝઘડા થતા હતા અને કંટાળીને પતિએ હત્યા કરી નાખી હતી.


રાજકોટના પરિવાર માટે ધૂળેટીનો પર્વ લોહિયાળ બન્યો, 3 માસની દીકરી લક્ષ્મીનું મોત


આરોપી પતિ હત્યા કર્યા બાદ વ્યસન કરવા ઘર બંધ કરીને જતો રહ્યો હતો. બે એક કલાક બાદ તે પરત આવ્યો અને તેની પત્નીએ સ્યુસાઇડ કર્યું હોવાથી દુપટ્ટો કાપીને તેને નીચે ઉતારી હોવાની કહાની ઘડી નાખી હતી. આ તમામ બાબતો પરથી પડદો ઉચકાતા પોલીસે શાતિર દિમાગ ધરાવતા આરોપી મેહુલ મહેરિયાની ધરપકડ કરી. ત્યારે આ હત્યા કેસમાં મહિલાનું મોત અને તેનો પતિ જેલના સળિયા પાછળ ધકેલાતા બાળકનો આધાર કોણ તે એક સવાલ ઉભો થયો છે.