Australia PM Anthony Albanese Gujarat Visit: ઓસ્ટ્રેલિયાના PM ગુજરાત પ્રવાસે; જાણો ગાંધી આશ્રમની મુલાકાત લઈ વિઝિટર બુકમાં લખ્યો એવો સંદેશ કે...

ઓસ્ટ્રેલિયાના પીએમ અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધી આશ્રમ પહોંચ્યા છે. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધી આશ્રમની મુલાકાલ લશે અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ આપશે.

Australia PM Anthony Albanese Gujarat Visit: ઓસ્ટ્રેલિયાના PM ગુજરાત પ્રવાસે; જાણો ગાંધી આશ્રમની મુલાકાત લઈ વિઝિટર બુકમાં લખ્યો એવો સંદેશ કે...

Australian PM Anthony Albanese Gujarat Visit: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 માર્ચથી ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. આ મુકાબલો નિહાળવા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી પણ આવવાના છે, ત્યારે અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાના પીએમ પહોંચી ગયા છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની એલ્બનીઝ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે અને એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું. 

— ANI (@ANI) March 8, 2023

ઓસ્ટ્રેલિયાના પીએમ અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધી આશ્રમ પહોંચ્યા છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની એલ્બનીઝ અમદાવાદમાં આવેલા ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે. આ પ્રસંગે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ગાંધી આશ્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ ગાંધી આશ્રમમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ગાંધી આશ્રમ ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ઓસ્ટ્રેલિયાના પીએમને 1982માં ઓસ્ટ્રેલિયાના થોમસ વેબર, રિસર્ચર દ્વારા લખાયેલા સોલ્ટ માર્ચ પુસ્તકની ભેટ અપાઈ છે. ગાંધીજી ઇન અમદાવાદ પુસ્તક પણ ભેટ રૂપે અપાયું છે. આ સાથે જ ચરખાનું મોડલ પણ ભેટમાં આપવામાં આવ્યું છે.

ઓસ્ટ્રેલિયાના પીએમે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ગાંધી આશ્રમમાં પોલીસનો ચુસ્ત બંદબસ્ત ગોઠવાયો છે. ઓસ્ટ્રેલિયન પીએમની મુલાકાત બન્ને દેશો વચ્ચે વ્યાપારિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં આદાન - પ્રદાન માટે મહત્વની રહેશે.

No description available.

ગાંધી આશ્રમની વિઝિટર બુકમાં શું લખ્યું
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ ગાંધી આશ્રમમાં વિઝિટર બુકમાં સંદેશ લખ્યો. તેમણે લખ્યું, 'ગાંધી આશ્રમની મુલાકાત લઈ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવી લેવી એ મારા માટે ગર્વની વાત છે. આજે પણ એમનું જીવન દર્શન અને જીવનના મૂલ્યો વિશ્વને પ્રેરણા આપે છે. તેમના જીવનમાંથી ઘણું બધું શીખવાનું છે' 

— ANI (@ANI) March 8, 2023

તમને જણાવી દઈએ કે, પીએમ મોદી આજે રાત્રે અમદાવાદ આવશે. મેચ પહેલા પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 8 માર્ચથી 13 માર્ચ સુધી સમગ્ર શહેરમાં નો ડ્રોન ફલાય ઝોન રહેશે.

ઉલ્લેખનીય છે કે,  ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝ આજે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી પહોંચતા અમદાવાદ વિમાની મથકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. અમદાવાદ વિમાની મથકે પારંપારિક નૃત્ય દ્વારા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝનું અભિવાદન કરાયું. આ પ્રસંગે રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર કિરીટભાઈ પરમાર, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, કલેકટર ધવલ પટેલ સહિત વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ પણ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું અભિવાદન કરી તેમને આવકાર્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news