રાજકોટના પરિવાર માટે ધૂળેટીનો પર્વ લોહિયાળ બન્યો: પિતાએ કર્યો જીવલેણ હુમલો, 3 માસની માસૂમ દીકરીનું મોત
રાજકોટમાં અજંતા એપાર્ટમેન્ટ્સમાં રહેતાં પિતા પ્રેમસંગ નેપાળીએ પોતાના સમગ્ર પરિવાર પર જીવલેણ હુમલો કર્યા છે. સનકી પિતા સવારે 4.30 વાગ્યે ઊઠ્યો અને તેણે પોતાના જ પરિવાર પર ધારદાર હથિયારથી હુમલો કર્યો.
Trending Photos
ઝી બ્યુરો/રાજકોટ: હોળીનો પર્વ હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. ત્યારે એક દુ:ખદ ઘટના રાજકોટથી સામે આવી છે. રાજકોટમાં ધુળેટી પર્વ રક્તરંજિત બન્યું છે. આજે સવારે માનસિક રીતે અસ્થિર પિતાએ પોતાના જ પરિવાર પર ધારદાર હથિયારથી હુમલો કર્યો જેમાં 3 માસની દીકરીનું કરૂણ મોત થયું છે.
રાજકોટમાં અજંતા એપાર્ટમેન્ટ્સમાં રહેતાં પિતા પ્રેમસંગ નેપાળીએ પોતાના સમગ્ર પરિવાર પર જીવલેણ હુમલો કર્યા છે. સનકી પિતા સવારે 4.30 વાગ્યે ઊઠ્યો અને તેણે પોતાના જ પરિવાર પર ધારદાર હથિયારથી હુમલો કર્યો. આ હુમલામાં તેની પોતાની 3 માસની દીકરીનું અવસાન પણ ગયું છે. આ સમગ્ર મામલાની તપાસ હાલમાં પોલીસ કરી રહી છે. અને માતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
વહેલી સવારે પિતાએ તમામ પરિવારજનો પર તીક્ષ્ણ હથિયાર સાથે જીવલેણ હુમલો કર્યો જેમાં 3 માસની એક દીકરી, 4 વર્ષીય પુત્ર અને પત્નીનો સમાવેશ થાય છે. પિતાએ નિર્દયતાથી પોતાની 3 માસની નાનકડી પુત્રી પર હુમલો કર્યો. એટલું જ નહીં, તેનો ભાઈ એટલે કે 4 વર્ષનાં નિયત નામના દિકરા અને પત્ની પર હુમલો કર્યો છે. પુત્ર નિયત અને 25 વર્ષીય પત્ની બસંતી બંને ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. પરંતુ દુર્ભાગ્યવશ 3 માસની દીકરી લક્ષ્મીનું હુમલામાં મૃત્યુ થયું છે. જેના કારણે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
પોલીસે આરોપી પ્રેમસંગ નેપાળીની અટકાયત કરી છે. બાળકીની માતા બસંતીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે 'મારો પતિ પ્રેમસંગ નેપાળી માનસિક અસ્થિર છે. તેને ''માતાજી'' આવતા તેણે હુમલો કર્યો છે. માતાજીએ એમ કહ્યું કે, પરિવારના બધાને મારી નાખ એટલે છરી વડે હુમલો કર્યો. મારો પતિ કોઈ કામ ધંધો કરતો નથી, વાહનો સાફ કરવા જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે